SIR ની શરૂઆત અમદાવાદ જીલ્લાથી કરાઈ, BLOએ 2002 અને 2025 ની મતદાર યાદીનું કર્યું મેપિંગ

અમદાવાદ: ભારતીય ચૂટણી પંચે બિહારમાં સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ દેશના 12 રાજ્યમાં 4 નવેમ્બરથી SIR પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. ગુજરાત, પશ્ચિમ બંગાળ, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન અને મધ્યપ્રદેશ સહિત અનેક રાજ્યોમાં એસઆઈઆર શરૂ કરાયું છે. 4 તારીખથી ગુજરાતમાં પણ સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝનનો પ્રારંભ કરવામાં આવ્યો છે. રાજ્યાના અમદાવાદ જિલ્લાથી SIRની શરૂઆત કરવામાં આવી છે. BLOએ 2002 અને 2025ની મતદાર યાદીનું શરૂ મેપિંગ કર્યું છે. મેપિંગનું કામ પૂર્ણ થયા બાદ ઘરેઘરે જઈ ફોર્મ અપાશે.
મેપિંગનું કામ પૂર્ણ થયા બાદ ઘરેઘરે જઈ ફોર્મ આપવામાં આવશે તથા 2002 ની મતદાર યાદીનો ક્રમાંક અને નવી યાદીનો ક્રમાંક મેચ કરવામાં આશે. આ કામગિરી એક મહીના સુધી ચાલશે જેમાં ખોટા નામ કે ડબલ નામને દૂર કરવાનું કામકાજ થશે.

  • SIRની પ્રક્રિયા
    2002
    અને 2025ની મતદાર યાદીનો ક્રમાંક મેચ કરાશે
    ખોટા નામ કે ડબલ નામને દૂર કરાશે
    A,B,C,D,E અને F કેટેગરીમાં વર્ગીકૃત કરાયા
    ફોર્મમાં આધાર નંબર
    , મોબાઇલ નંબરનો ઉલ્લેખ
    માતાપિતા
    , જીવનસાથી સહિતના નામોનો ઉલ્લેખ
    વિધાનસભા
    , વોર્ડ અને ભાગ નંબરનો ઉલ્લેખ
    પુરાવા માટે 12 ઓળખપત્રો પૈકી એક જરૂરી

મતદારને SIR હેઠળ ફોર્મ આપી ભરેલું પરત લેવાશે. SIR હેઠળ મતદારોની યાદીને A,B,C,D,E અને F કેટેગરીમાં વર્ગીકૃત કરાયા છે. ગણતરી ફોર્મમાં આધાર નંબર, મોબાઇલ, માતાપિતા, જીવનસાથી સહિતના નામોનો ઉલ્લેખ કરવાનો રહેશે. આ ઉપરાંત વિધાનસભા, વોર્ડ અને ભાગ નંબર સહિતની બાબતો પણ સામેલ કરવામાં આવશે. મતદારે કુલ 12 ઓળખપત્રો પૈકી એક ઓળખપત્ર આપવાનું રહેશે.