સી.આર.પાટીલના વિસ્તાર નવસારી લોકસભામાં સમાવેશી 168 ચોર્યાસી વિધાનસભાની મતદાર યાદીની ચકાસણીમાં 30,000 મતદાર ભૂતિયા હોવાનો આરોપ ગુજરાત કોગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ કર્યો છે.
અમદાવાદ: કોંગ્રેસ પાર્ટીના લીડર, વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ જ્યારથી ‘વોટ ચોરી’ મતદારી યાદીમાં થયેલી ગડબડી પર પ્રેસ કોન્ફરન્સ આયોજીત કરીને મીડીયા સમક્ષ 22 પેજનું પ્રેઝન્ટેશન આપ્યુ હતું, અને વોટ ચોરીનો ગંભીર ષડયંત્રનું આરોપ બાદ આખા દેશભરમાં વોટ ચોરીને મુદ્દો બનાવ્યો છે. જ્યારે આ મુદ્દે ગુજરાત કોગ્રેસના પ્રમુખ અમિત ચાવડાએ પત્રકાર પરિષદ યોજીને ગુજરાત ભારતીય જનતા પાર્ટીના ટોચના નેતા તેમજ કેન્દ્રીય મંત્રી સી.આર પાટીલના લોકસભા વિસ્તારના 84 વિધાસસભામાં વોટ ચોરીના આરોપ મુક્યા અને કહ્યું, કે આમે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ તેમજ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના મત વિસ્તારમાં પણ મતદાર યાદીની ચકાસણી કરીને વોટ ચોરીને ઉજાગર કરીશું.
બંધારણે સૌ નાગરિકોને સમાનતાનો અધિકાર આપ્યો
વોટ ચોરીના મામલે રાજ્યામાં રાજકીય ગરમાવો દેખાઈ રહ્યો છે. કોંગ્રેસ દ્વારા ભાજપ પર ‘વોટ ચોરી’ નું ગંભીર ષડયંત્ર રચવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. ત્યારે આજે અમિત ચાવડાએ કોન્ફરન્સમાં વોટ ચોરીનો ગંભીર આક્ષેપો કરતા કહ્યું કે, બંધારણે બધા નાગરિકોને સમાનતાનો અધિકાર આપ્યો છે. એક વ્યક્તિ એક વોટનો અધિકાર આપ્યો છે, જે વડાપ્રધાન હોય કે, ખેડૂત હોય જે તમામ માટે એક મતનો જ અધિકાર છે.
રાજ્યમાં એક વ્યક્તિ અનેક ભૂતિયા વોટ
પ્રમુખ ચાવડાએ કહ્યું કે, જ્યારે રાહુલ ગાંધીએ જે રીતે સમગ્ર દેશમાં વોટ ચોરીનો ગંભીર ષડયંત્રને ખુલ્લો પાડ્યું છે. ત્યારે ગુજરાતના નાગરિકને મનમાં સવાલ થઈ રહ્યો છે કે, ક્યાંક સાચા મતદારોની જગ્યાએ ખોટા મતદારો વધી તો નથી ગયા ને?, આ મતદારોની ચકાસણી કરવી તે બધા ગુજરાતીની મનમાં છે. વધુમાં કહ્યું કે, ”જે રીતે અમે ગુજરાતની મતદાર યાદીની ચકાસણીની શરૂઆત કરી ત્યારે શંકાસ્પદ મતદાર યાદી ધ્યાને આવી છે, જે મુજબ ગુજરાતમાં એક વ્યક્તિના અનેક વોટ છે, તેવી સ્થિતિ અને તંત્ર ચાલું રહ્યું છે”.
84 વિધાનસભામાં 12% મતદારો શંકાસ્પદ જોવા મળ્યા
વધુમાં તેમણે ઉમેર્યું કે, મુખ્યત્ત્વએ આ પાંચે રીતે વોટ ચોરી થઈ રહી છે અને તેના કારણે ચોર્યાસી વિધાનસભામાં 12% મતદારો શંકાસ્પદ જોવા મળ્યા છે. વોટ ચોરી પાંચ અલગ અલગ રીતે કરવામાં આવી રહી છે, જેના પુરાવા પણ રજૂ કરવામાં આવ્યા છે. 1. એક વ્યક્તિના બે અલગ-અલગ વોટ, 2. નામમાં સ્પેલિંગની ભૂલ કરીને નવો મતદાર બનાવવો, 3. EPIC નંબર બદલીને નવા મતદાર તરીકે નોંધણી કરવી, 4. અલગ-અલગ ભાષામાં ફોર્મ ભરીને મતદાર યાદીમાં નામ ઉમેરવું, 5. અલગ-અલગ સરનામા બતાવીને મતદાર તરીકે નોંધણી કરાવવી.
દેશમાં લોકશાહી ખતરામાં છે: અમિત ચાવડા
મતદાર યાદી લોકશાહીનો મૂળ પાયો-આધાર છે, આ આધારને ખતમ કરવામાં આવે ત્યારે ચોક્કસ કહીં શકાય કે, લોકશાહી ખતરામાં છે. વધુમાં કહ્યું કે, આ મતદાર યાદીની ચકાસણી કરતા એટલું ચોક્કસથી કહી શકાય કે, અનેક જગ્યાએ સાચા મતદારોની સરખામણીમાં ભૂતિયા મતદારો અનેક ઘણાં વધારે જોવા મળે છે. આખા ગુજરાતની મતદાર યાદી ચકાસવાનો વિચાર કર્યો અને તેની શરૂઆત આ એક નવસારી લોકસભા અને વિધાનસભાથી કરી છે.
રાજ્યમાં 62 લાખ મતદાર યાદી બનાવટી હોઈ શકે
નવસારી લોકસભાની 84 વિધાનસભાના આંકડાઓના આધારે કોંગ્રેસે અનુમાન લગાવ્યું છે કે હાલમાં સમગ્ર ગુજરાતમાં 62 લાખ જેટલા મતદારની યાદી બનાવટી હોઈ શકે છે. કોંગ્રેસે આ સમગ્ર પ્રક્રિયાને ‘લોકશાહી ખતમ કરવાનું ષડયંત્ર’ ગણાવ્યું છે. ‘ચોકીદાર ચોર છે’ તે આના પરથી સાબિત થતું હોવાનો દાવો કર્યો છે.
પાટીલાના વિસ્તારમા 30 હજારથી વધારે મતદારો ભૂતિયા મળ્યા
કોંગ્રેસના નેતાઓએ ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલની લોકસભા બેઠક, નવસારી, અને તેની હેઠળ આવતી ચોર્યાસી વિધાનસભા બેઠકની મતદાર યાદીની ચકાસણી કરીને વોટચોરીના આક્ષેપો કરતા વધુમાં કહ્યું કે, રાજ્યામાં એક વ્યક્તિ અનેક વોટ આપે છે, આ વોટોની ચોરી કરવાવાળું કોણ છે?. અમે સૌથી પહેલા નવસારી લોકસભામાં સમાવેશી 168 ચોર્યાસી વિધાનસભાની મતદાર યાદીની ચકાસણી કરી છે. આ ચકાસણીમાં વિગતો બહાર આવી છે જે ખુબ ચોંકાવનારા છે. ચોર્યાસી વિધાનસભામાં કુલ મતદારો 6 લાખ 9 હજાર 593 છે. જેમાં અમે 40 ટકા મતદારોની ચકાસણી પૂર્ણ કરી છે, એટલે કે, ‘2 લાખ 40 હજાર મતદારોની ચકાસણી કરી છે. જેમાથી 30 હજારથી વધારે મતદારો ડુપ્લીકેટ, ફર્જી, ભૂતિયા તેમજ શંકાસ્પદ જોવા મળ્યા છે.
