નડીઆદ મહાનગરપાલિકા ધ્વારા પશુમાલિકોને જાહેર રસ્તા પર ઢોર રખડતા ન મુકવા તાકીદ કરવામાં આવી

નડીઆદ મહાનગરપાલિકા ધ્વારા નડીઆદ શહેર વિસ્તારમાં નડીઆદ શહેરના જાહેરમાર્ગો પરથી રખડતા પશુનો ત્રાસ નિવારવા માટે તા.૨૦/૦૭/૨૦૨૫ થી પશુ ત્રાસ નિયંત્રણ પોલીસી-૨૦૨૫ અમલમાં મુકવામાં આવેલ છે. તેમજ પોલીસીમાં દર્શાવ્યા મુજબ પશુમાલિકોને તેઓ ધ્વારા રાખવામાં આવતા પશુનું રજીસ્ટ્રેશન તા. ૩૧/૦૮/૨૦૨૫ સુધીમાં કરાવવા તા.૧૯/૦૭/૨૦૨૫ ના રોજના સમાચારપત્ર માં જાહેરસુચના પણ આપવામાં આવેલ છે.

વધુમાં અમલમાં મુકવામાં આવેલ પોલીસી અંતર્ગત નડીઆદ શહેરના જાહેરમાર્ગો પર વાહન વ્યવહારને અડચણરૂપ ન ભને તથા રાહદારીઓને જાનહાની ન થાય તે માટે રખડતા પશુ પકડવાની કામગીરી મહાનગરપાલિકા ધ્વારા કરવામાં આવી રહી છે તેમજ પકડાયેલ ઢોરને ઢોર ડબ્બામાં સલામત રીતે રાખવાની પણ વ્યવસ્થા કરવામાં આવેલ છે. ૨૦/૦૭/૨૦૨૫ ના રોજથી પોલીસી અમલમાં મુક્યા બાદ કુલ-૪૨ રખડતા પશુને પકડી ઢોર-ડબ્બામાં પૂરવામાં આવેલ છે.

નડીઆદ મહાનગરપાલિકા ધ્વારા પશુમાલિકોને જાહેર રસ્તા પર ઢોર રખડતા ન મુકવા તાકીદ કરવામાં આવે છે તથા જાહેર માર્ગ પર રખડતા પશુના માલિક સામે કાયદેસરના પગલા લેવામાં આવશે અને પ્રતિ પશુ રૂ.૩૦૦૦ દંડ તથા પ્રતિ દિવસ મુજબ ખાધા-ખોરાકીના ચાર્જ પેટે રૂ.૫૦૦ તથા વહીવટી ચાર્જ પેટે રૂા. ૫૦૦ વસૂલ કરવામાં આવશે.જેની દરેક પશુમાલિકોએ નોંધ લેવી એમ નાયબ મ્યુનિસિપલ કમિશનરશ્રીએ અખબારી યાદીમાં જણાવેલ છે……