એક દિવસના દોઢ લાખ ચૂકવીને અહીં આવ્યો છું, ‘મને બોલવા દો’ શું તમારી અંતર આત્મા મરી ચૂકી છે: સાંસદ રશીદ

ઓપરેશન સિંદુર ચર્ચા: હું કાશ્મીરી છું, ઓપરેશન સિંદુર અમારા વિસ્તારમાં લડાયો અને લાશોનો ઢેર અહીંયા થયો છે.

બારામુલ્લાના સાંસદ એન્જિનિયર રાશિદ તિહાર જેલમાં બંધ છે અને ઓપરેશન સિંદૂર પર સંસદમાં ચર્ચામાં ભાગ લીધો હતો. તેમને સંસદમાં આવવા-જવા માટે રોજના 1.5 લાખ રૂપિયા ખર્ચવા પડે છે, જેના કારણે તેમણે સંસદમાં પોતાની આર્થિક સ્થિતિનો ઉલ્લેખ કર્યો અને કહ્યું કે તેમની પાસે એટલા પૈસા નથી. આથી તેઓ હવે સંસદમાં આવી શકશે નહીં. સંસદમાં ઓપરેશન સિંદૂરને લઈને ચર્ચા ચાલી રહી છે. શાસક પક્ષ અને વિપક્ષ વચ્ચે ભારે હોબાળો જોવા મળી રહ્યો છે. પક્ષ, વિપક્ષ પોતાની રજૂઆત કરતા હતા. જમ્મુ-કાશ્મીરની બારામુલા સીટથી અપક્ષ સાંસદ એન્જિનિયર રાશિદે પણ લોકસભામાં ચર્ચામાં ભાગ લીધો હતો. ગઈકાલે સાંસદમાં શિવસેના સાંસદ એકનાથ શિંદેના દિકરા શ્રીકાંત શિંદેએ પોતાની વકત્વ શરૂ કરતા પહેલા પાછળથી ઉભા થઈને લોકસભાના બેરેલ પાસે જઈને ઉભા થઈને ગૃહમાં બોલવા માટે એન્જિનિયર રશીદે હોબાળો કર્યો અને સ્પીકર ઓમબીરલાને કહ્યું હું એક દિવસના દોઢ લાખ ચૂકવીને અહીં આવ્યો છું, શું તમારી અંતર આત્મા મરી ચૂકી છે. ‘મને બોલવા દો’, હું કાશ્મીરી છું, ઓપરેશન સિંદુર અમારા વિસ્તારમાં લડાયો. લાશો અહીંયા પડી છે. તેમ કહેવા છતાંય સ્પીકર ઓમબીરલાએ પોતાની સીટ પર બેસવાનો કહ્યું અને શ્રીકાંત સિંદેનું ભાષણ ચાલુ રાખાયું હતું. ત્યારબાદ સાંજે 4 વાગે બારામુલ્લાના સાંસદ એન્જિનિયર રાશિદને સાંસદમાં બોલવા માટે સમય આપ્યો હતો.

સાંસદ અબ્દુલ રાશિદ શેખ ગૃહમાં શું બોલ્યા
સાંસદ રાશિદે ઓપરેશન સિંદૂર પર ચાલી રહેલી ચર્ચામાં પણ ભાગ લીધો. તેમણે કહ્યું કે ઓપરેશન સિંદૂર મારા સંસદીય ક્ષેત્રમાં થયું. આજે ત્યાં લોકો મુશ્કેલીમાં મુકાઈ રહ્યા છે. મને બોલવા દો. તેમણે કહ્યું કે આજ પછી હું કદાચ સંસદમાં આવી શકીશ નહીં, કારણ કે મારી પાસે દરરોજ 1.5 લાખ રૂપિયા નથી. મને આટલા પૈસા ક્યાંથી મળશે? તો મને બોલવા દો.

એન્જિનિયર રાશિદે કહ્યું, આપણે પહેલગામ હુમલામાં માર્યા ગયેલા પરિવારોનું દુઃખ કાશ્મીરીઓ કરતાં વધુ સમજી શકીએ છીએ, કારણ કે આપણે 1989 થી આવા હજારો લોકોને ગુમાવ્યા છે. કાશ્મીરમાં થયેલી વિનાશને આપણા કરતાં વધુ સારી રીતે કોઈ સમજી શકે નહીં. આપણે કબ્રસ્તાનો જોયા છે અને આપણે મૃતદેહો ઉપાડીને થાકી ગયા છીએ. રાશિદે પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાને સમગ્ર માનવતાની હત્યા ગણાવી છે.

1989થી આજદીન સુધી 80 હજારથી વધુ લોકો માર્યા ગયા
કાશ્મીરીઓ 1989થી આજદીન સુધી 80 હજારથી વધુ લોકો માર્યા ગયા છે. કાશ્મીરે જેટલો વિનાશ જોયો, કબ્રસ્તાન જોયા, લાશો ઉઠાવતા કશ્મીરીઓ થાકી ગયા છે. તમારે અહીંયાના લોકોમાટે દિલ જીતવા પડશે પણ કોઈએ કશ્મીરીઓ માટે વાત નથી કરી પણ તમારા લોકોને અહીંયાની જમીન લેવી છે. તમે ભારતને યુનાઈટેડ નથી રાખી શક્યા તમે હિન્દુસ્તાને, બાગ્લાદેશ, ભારત અને પાકિસ્તા એમ ત્રણ હિસ્સામાં વહેંચી નાખ્યા બાદ 1947ની આઝાદી બાદ તમે કાશ્મીરીઓને કેમ મારી રહ્યા છો, અમારો લોહીનો જવાબ કોણ આપશે. કશ્મીરનો હલ અહીયાના હિન્દુ-મુસ્લિમો અન્ય કોમ્યુનિટી પાસે છે.

સાંસદ રાશિદ તિહાર જેલમાં બંધ છે. તેમને સંસદમાં લાવવા-જવા માટે ઘણી સુરક્ષાની જરૂર પડે છે. આ સાથે, અન્ય ઘણા ખર્ચાઓ પણ છે. તેમને તાજેતરમાં 17 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો હતો. આ દંડ તેમને સંસદમાં લાવવા-જવા માટે લાદવામાં આવ્યો હતો. એક સાંસદને સંસદની કાર્યવાહીમાં એક વાર હાજરી આપવા માટે, એટલે કે એક દિવસ માટે, 1.5 લાખ રૂપિયાથી વધુનો ખર્ચ થાય છે. કોર્ટમાં સુનાવણી દરમિયાન, એવું નક્કી કરવામાં આવ્યું હતું કે સાંસદે પોતે આ ખર્ચ ઉઠાવવો પડશે. આ અંગે રશીદે સંસદમાં કહ્યું કે તેમની પાસે સંસદની કાર્યવાહીમાં હાજરી આપવા માટે આટલી મોટી રકમ ચૂકવવા માટે પૂરતા પૈસા નથી. આ જ કારણ છે કે મંગળવારે સુનાવણી દરમિયાન તેમણે કહ્યું કે હવે તેઓ સંસદમાં આવી શકશે નહીં. આજે હું 1.5 લાખ રૂપિયા ખર્ચ કરીને આવ્યો છું. તેથી, તેમને બોલવાની મંજૂરી આપવી જોઈએ.