આજે રાત્રે કોમી એકતા ઉદાહરણરૂપ કવ્વાલીના કાર્યક્રમ યોજાશે.
અમદાવાદ, તા.11 રામોલમાં દરવર્ષે ઉર્ષ ઉજવામાં આવે છે હઝરત સૈયદ જોરાવરશાહ પીર (ર.અ)ની દરગાહેનો વર્ષો વરસથી ઉર્ષ ઉજવવામાં આવે છે. રામોલના મુસ્લિમ સમાજના લોકોની મોટી જનમેદની ઉમટી પડી હતી. દરગાહનો મેળો ત્રણ દિવસ ઉજવામાં આવતો હોય છે. જેમાં 9 તારીખે સુન્ની મુસ્લીમ જમાત તરફથી સંદલશરીફ ઉજવાયો, 10 તરીખે રાત્રે દરગાહ પર સંજરી ગ્રુપ તરફથી મોટા નીશાન ચઢાવામા આવતા હોય છે અને આજની રાત કોમી એક્તાનો પ્રતિકને લઈને ભરવાડ પરીવાર તરફથી કવ્વાલીનો આયોજન રાખેલ છે. ઉર્ષને લઈને મોટી સંખ્યામાં મુસ્લિમો તથા હિન્દુઓ સાથે મળીને દરગાહના ઉર્ષની ઉજવણી કરવામાં આવે છે. ઉર્ષ મેળાના પ્રથમ દિવસે તા 9 ને બુધવારે રાત્રે ઈશાની નમાઝ બાદ વિશાળ સંદલ શરીફ નીકળ્યો હતો, જે બાદ દરગાહ શરીફનમાં સંદલ પોસી તમામની ઉપસ્થિતિમાં કરવામાં આવી હતી ત્યાર બાદ સાલતો સલામ અને વિશ્વ શાંતિ માટે દુઆએ કરવામાં આવી હતી.
અમદાવદના રામોલમાં બસ સ્ટેશન પાસે હઝરત સૈયદ જોરાવરશાહ પીરની દરગાહ આવેલી છે. ગામની દરગાહ ધાર્મિક એકતાનું પ્રતિક માનવામા આવે છે. દરગાહમા આરામ ફરમાવી રહેલા હઝરત જોરાવરશાહ પીર ગામના શહેનશાહ તરીકે જાણીતા છે. આ દરગાહના ઈતિહાસની વાત કરીયે તો આ ગામના મુસ્લિમ હોય કે હિન્દુ જ્યારે લગ્નનો સમય હોય ત્યારે વર વધુ તેમજ રાજકીય જીત કે કોઈ માન્યતા પુર્ણ થઈ હોય એટલે દરગાહ પર હાજરી આપતા હોય છે. એવી ઘણી બધી તેમની કરમાતો છો, જે શ્રદ્ધા અને આસ્થા સાથે અનેક લોકો તેમના મેળામાં હિન્દુ-મુસ્લિમ હાજરી આપતા હોય છે. આ ઉર્ષ મેળામાં હિન્દૂ મુસ્લિમો કોઈપણ જાતના ભેદભાવ વગર દરગાહ શરીફ પર શીશ ઝુકાવતાં હોઈ છે અને સાથો સાથ લોકમેળાની પણ મજા માણતા હોઈ છે
આજે રાત્રે કોમી એકતા ઉદાહરણરૂપ કવ્વાલીના કાર્યક્રમ યોજાશે.
ત્રણ દિવસીય ઉર્ષના મેળામાં દરેક પ્રકારની ચકડોળ, મનોરંજના સાધનો, ખાણી પીણીના સ્ટોલ, રમકડા કટલરીની દુકાનો વગેરે અકર્ષણનું કેન્દ્ર બને છે. ઉર્ષ મેળામાં અમદાવાદ સહિત અન્ય ગામડાઓના પ્રજાજનોની ધાર્મિક લાગણી જોડાયેલી હોવાથી ધાર્મિક સ્થળની મુલાકાત લઈ મેળાની મઝા લોકો માણે છે