‘આજથી ગુજરાતમાં ક્રાંતિના બીજ રોપાયા…‘ વિસાવદરમાં જીત બાદ ગોપાલ ઈટાલિયાની પહેલી પ્રતિક્રિયા

ગુજરાતની બે વિધાનસભા બેઠકો પર યોજાયેલી પેટાચૂંટણીના પરિણામો આજે જાહેર થયા છે. વિસાવદરમાં આમ આદમી પાર્ટીના ઉમેદવાર ગોપાલ ઈટાલિયાની ૧૭,૫૮૧ મતથી ભવ્ય જીત થઈ છે, જ્યારે કડી બેઠક પર ભાજપના ઉમેદવાર રાજેન્દ્ર ચાવડાએ ૩૮,૯૦૪ મતની જંગી સરસાઈથી જીત હાંસલ કરી છે. આ દરમિયાન મત ગણતરી કેન્દ્ર બહાર આપના કાર્યકર્તાઓએ ગોપાલ ઇટાલિયાને ખભા પર બેસાડીને ઉજવણી કરી હતી. અહીં કાર્યકરોએ ‘જય ગોપાલ‘ના નારા લગાવ્યા હતા…