ભારતીય ટેસ્ટ ટીમના કેપ્ટન કેપ્ટન શુભમન ગિલે હેડિંગ્લી ખાતે કેપ્ટનશીપ ડેબ્યૂમાં ઐતિહાસિક સદી ફટકારી વિરાટ કોહલીનો એક મોટો રેકોર્ડ તોડી નાખ્યો. ગિલે ભૂતપૂર્વ કેપ્ટન મન્સૂર અલી ખાન પટૌડીનો 50+ રનનો રેકોર્ડ પણ તોડી નાખ્યો છે.
ભારતીય ટેસ્ટ ટીમના કેપ્ટન શુભમન ગિલે લીડ્સ ટેસ્ટ મેચમાં તેની શાનદાર બેટિંગથી ઐતિહાસિક સદી ફટકારીને ઈંગ્લેન્ડની ધરતી પર ઇતિહાસ રચી દીધો છે. આજની મેચમાં ગિલે કેપ્ટન અને ખેલાડી તરીકેની શાનદાર જવાબદારી નિભાવી છે.
ઇંગ્લેન્ડના લીડ્સ ખાતે શરૂ થયેલ 5 મેચની ટેસ્ટ શ્રેણીમાં આજે ભારતીય ટેસ્ટ ટીમના કેપ્ટન શુભમન ગિલે ઇંગ્લેન્ડ સામેની પ્રથમ ટેસ્ટ મેચમાં ઐતિહાસિક સદી ફટકારી છે. આ દરમિયાન ગિલે કેપ્ટન તરીકે વિરાટ કોહલીનો એક મોટો રેકોર્ડ તોડી નાખ્યો છે.
શુક્રવારે ગિલ કેપ્ટન તરીકે પહેલી વાર બેટિંગ કરવા આવ્યો હતો. ભારતીય ટીમના નવા કેપ્ટન શુભમન ગિલના માથે આજની મેચમાં મોટી જવાબદારી હતી, જે શુભમન ગિલે ખુબજ સફળ રીતે નિભાવી હતી. કેપ્ટન બન્યા પછી કેટલાક લોકોએ તેની ટીકા પણ કરી હતી. ગિલે તે બધા ટીકાકારોને પોતાના બેટથી જવાબ આપ્યો.
ગિલ એ જ નંબર પર બેટિંગ કરવા આવ્યો જે નંબર પર કોહલી લાંબા સમયથી બેટિંગ કરી રહ્યો હતો. કોહલીની નિવૃત્તિ બાદ હવે ગિલ ચોથા નંબર પર બેટિંગ કરશે. ગિલ ક્રીઝ પર આવતાની સાથે જ તેણે એક પછી એક શાનદાર શોટ મારવાનું શરૂ કરી દીધું હતું.
ગિલે પોતાના પર કોઈ જાતનું દબાણ આવવા દીધું ન હતુ. ગિલે એક પછી એક ચોગ્ગા ફટકારવાનું શરૂ કર્યું. ગિલે અત્યાર સુધીની પોતાની 100 રનની ઇનિંગ્સમાં ૧૬ ચોગ્ગા અને એક છગ્ગો ફટકાર્યો છે. સદી ફટકારતાની સાથેજ ગિલ ભારતનો ચોથો કેપ્ટન બન્યો છે જેણે કેપ્ટન તરીકે પોતાની પહેલી ટેસ્ટ મેચ રમતી વખતે પહેલી ઇનિંગમાં સદી ફટકારી હોય.
ગિલે પહેલા દિવસની રમતના અંત સુધીમાં ૧૨૭ રન બનાવી લીધા છે. તે શનિવારે આ ઇનિંગને મોટી ઇનિંગમાં ફેરવવાનો પ્રયાસ કરશે. આ સદી સાથે, તે હવે ટેસ્ટ કેપ્ટનશીપ ડેબ્યૂમાં સદી ફટકારનાર સૌથી યુવા ખેલાડી બની ગયો છે.
ગિલે 25 વર્ષ અને 285 દિવસની ઉંમરે આ સિદ્ધિ મેળવી
શુભમન ગિલે ભૂતપૂર્વ ભારતીય ખેલાડી મન્સૂર અલી ખાન પટૌડીનો ઇંગ્લેન્ડમાં ટેસ્ટ ક્રિકેટમાં ભારતીય કેપ્ટન તરીકે પચાસથી વધુ રન બનાવનારા સૌથી નાની ઉંમરના ખેલાડીનો રેકોર્ડ તોડ્યો છે. ગિલે 25 વર્ષ અને 285 દિવસની ઉંમરે આ સિદ્ધિ મેળવી છે, જ્યારે મન્સૂર અલી ખાન પટૌડીએ 1967માં ભારતીય ટીમની કેપ્ટનશીપ દરમિયાન 26 વર્ષ અને 174 દિવસની ઉંમરે ઇંગ્લેન્ડમાં પચાસથી વધુ રનની ઇનિંગ રમી હતી.
કેપ્ટન તરીકે ડેબ્યુમાં સદી ફટકારનાર ભારતીયો:
- વિજય હજારે (1951 vs ઇંગ્લેન્ડ) – 164 રન
- સુનીલ ગાવસ્કર (1976 vs ન્યૂઝીલેન્ડ) – 116 રન
- વિરાટ કોહલી (2014 vs ઓસ્ટ્રેલિયા) – 115 રન
- શુભમન ગિલ (2024 vs ઇંગ્લેન્ડ) – 102 રન*