અમદાવાદ શહેરમાં વરસાદ બાદની સ્થિતિ સારી : મિરાંગ પરીખ અમ્યુકો ડેપ્યુટી કમિશનર

અમદાવાદ શહેરમાં પડેલા વરસાદ બાદની સ્થિતિ અંગે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર શ્રી મિરાંત પરીખે જણાવ્યું હતું કે, હાલમાં કોઈપણ અંડરપાસ બંધ નથી અને કેટલાક વિસ્તારમાં ઝાડ પડવાની ઘટનાની ચાર ફરિયાદ મળી હતી. જેમાંથી બેનો નિકાલ કર્યો છે અને બે પર કામ ચાલુ છે જે ટૂંક સમય માં પૂર્ણ થઈ જશે. આ ઉપરાંત વિવિધ ઝોનમાં વરસાદી પાણી ઉલેચી શકે તેવા ૨૪ જેટલા વરુણ પંપો મૂકવામાં આવ્યા છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન વરસાદના પાણી ન ભરાય અને ભરાયેલા પાણીનો ત્વરિત નિકાલ થાય તે માટે સતત કાર્યશીલ છે…