મુંબઈને હરાવી પંજાબ કિંગ્સ IPL ફાઇનલમાં પહોંચ્યું, 3 જુને આરસીબી સામે ટક્કર

punjabKings

કેપ્ટન શ્રેયસ ઐયરની શાનદાર ઇનિંગ્સના આધારે પંજાબ કિંગ્સે ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) સીઝન 18 ના બીજા ક્વોલિફાયરમાં મુંબઈ ઇન્ડિયન્સને હરાવ્યુ. 11 વર્ષ પછી પંજાબ કિંગ્સે ફાઇનલમાં પ્રવેશ કર્યો.

IPL સીઝન 18ના બીજા ક્વોલિફાયર મેચમાં 5 વખતના ટાઇટલ ચેમ્પિયન મુંબઈ ઇન્ડિયન્સને પંજાબ કિંગ્સ સામે કારમી હારનો સામનો કરવો પડ્યો. અમદાવાદના નરેન્દ્ર મોદી ઇન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાયેલી આ રોમાંચક મેચમાં કેપ્ટન શ્રેયસ ઐયરની મજબૂત ઇનિંગ્સના આધારે, પંજાબ કિંગ્સે ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) સીઝન 18 ના બીજા ક્વોલિફાયરમાં મુંબઈ ઇન્ડિયન્સને હરાવીને ફાઇનલમાં જગ્યા બનાવી લીધી.

શ્રેયશ ઐયરે અણનમ અડધી સદી સાથે 87 રનની મદદથી પંજાબ કિંગ્સ દ્વારા આપવામાં આવેલા 204 રનનો વિશાળ લક્ષ્યાંક પ્રાપ્ત કર્યો. પંજાબ કિંગ્સે એક ઓવર બાકી રહેતા પૂર્ણ કર્યો. ઐયરે છેલ્લા બોલ પર છગ્ગો ફટકારીને ટીમને ફાઇનલમાં પહોંચાડી. 11 વર્ષ પછી પંજાબ કિંગ્સે ફાઇનલમાં પ્રવેશ કર્યો. હવે 3 જૂને, ફાઇનલમાં પંજાબ કિંગ્સ અને આરસીબી વચ્ચે જંગ થશે.

અમદાવાદના નરેન્દ્ર મોદી ઇન્ટરનેશનલ સ્ટેડિયમ ખાતે રમાયેલી આ મેચમાં પંજાબના કેપ્ટન શ્રેયસ ઐયરે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો, ત્યારબાદ મુંબઈએ સૂર્યકુમાર યાદવ (44 રન), તિલક વર્મા (44 રન), જોની બેયરસ્ટો (38) અને નમન ધીર (37) ની મહત્વપૂર્ણ ઇનિંગ્સની મદદથી 20 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને 203 રન બનાવ્યા હતા. જવાબમાં, પંજાબ કિંગ્સે કેપ્ટન શ્રેયસ ઐયરની 87 રનની અડધી સદીની ઇનિંગ્સની મદદથી 19 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને 207 રન બનાવીને લક્ષ્ય હાંસલ કર્યું હતું. કેપ્ટન ઐયરે વિજયી છગ્ગો ફટકારીને પંજાબને ફાઇનલમાં પહોંચાડ્યું હતું.

આ રન ચેઝ સાથે પંજાબે ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી છે. તે જ સમયે, મુંબઈનું છઠ્ઠી વખત ટાઇટલ જીતવાનું સ્વપ્ન જ નહીં, પરંતુ તેમના નામે નોંધાયેલ એક મોટો રેકોર્ડ પણ તૂટી ગયો.

આ રોમાંચક મેચમાં પંજાબે 204 રનનો વિશાળ લક્ષ્યાંક હાંસલ કર્યો હતો, જે IPL પ્લેઓફ અને નોકઆઉટ મેચોમાં અત્યાર સુધીનો સૌથી મોટો સફળ રન ચેઝ છે. આ પહેલા, IPL પ્લેઓફમાં સૌથી મોટો રન ચેઝ કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) દ્વારા 2014 માં પંજાબ સામે કરવામાં આવ્યો હતો, જ્યારે તેઓએ 200 રનનો લક્ષ્યાંક હાંસલ કર્યો હતો. તે જ સમયે, 2012 માં, કોલકાતાએ ચેન્નાઈ સુપર કિંગ્સ સામે ફાઇનલમાં 191 રનનો લક્ષ્યાંક મેળવ્યો હતો. પરંતુ પંજાબે 204 રનનો પીછો કરીને આ બંને રેકોર્ડ પાછળ છોડી દીધા હતા.

મુંબઈનો અજેય રેકોર્ડ તૂટ્યો
IPLના ઇતિહાસમાં આ પહેલી વાર છે જ્યારે કોઈ ટીમે મુંબઈ ઇન્ડિયન્સ સામે 200થી વધુ રનના લક્ષ્યનો સફળતાપૂર્વક પીછો કર્યો હોય. અત્યાર સુધી, જ્યારે પણ મુંબઈએ કોઈ મેચમાં 200 કે તેથી વધુ રન બનાવ્યા હતા, ત્યારે તેઓ ક્યારેય તે મેચ હાર્યા ન હતા.

મુંબઈ ઇન્ડિયન્સે IPLમાં અત્યાર સુધી 18 વખત 200 થી વધુ રન બનાવ્યા હતા અને તેઓ દરેક વખતે જીત્યા હતા. પરંતુ આ વખતે પંજાબ કિંગ્સે આ આંકડો તોડીને માત્ર આ મોટો લક્ષ્ય હાંસલ કર્યો જ નહીં, પરંતુ મુંબઈને તેના પોતાના મજબૂત ક્ષેત્રમાં પણ હરાવ્યું. અગાઉ, મુંબઈ સામે સૌથી મોટો સફળ રન ચેઝ 2020 માં રાજસ્થાન રોયલ્સ દ્વારા કરવામાં આવ્યો હતો, જ્યારે તેઓએ 196 રનનો પીછો કર્યો અને જીત મેળવી.

ખરાબ શરૂઆત પછી ધમાકેદાર વાપસી, પરંતુ સપનું અધૂરું રહ્યું
હાર્દિક પંડ્યાના નેતૃત્વ હેઠળની મુંબઈ ઈન્ડિયન્સ માટે આ સિઝન ઉતાર-ચઢાવથી ભરેલી રહી. ટુર્નામેન્ટની શરૂઆતમાં ટીમનું પ્રદર્શન નબળું રહ્યું અને તેઓ સતત હારતા રહ્યા. પરંતુ જેમ જેમ ટુર્નામેન્ટ આગળ વધતી ગઈ તેમ તેમ તેઓએ જોરદાર વાપસી કરી અને પોઈન્ટ ટેબલમાં ચોથા સ્થાને રહીને પ્લેઓફમાં સ્થાન મેળવ્યું. એલિમિનેટર મેચમાં ગુજરાત ટાઇટન્સને હરાવીને તેમણે આશાઓ જગાવી, પરંતુ પંજાબ સામેની હારથી તેમની સફર ત્યાં જ સમાપ્ત થઈ ગઈ.

ઓરેન્જ કેપ માટેના દાવેદારોની યાદી

બેટ્સમેન ટીમરન
સાઈ સુદર્શન ગુજરાત ટાઇટન્સ759
શુભમન ગિલગુજરાત ટાઇટન્સ650
સૂર્ય કુમાર યાદવ મુંબઈ ઇન્ડિયન્સ 717
મિશેલ માર્શ લખનૌ સુપર જાયન્ટ્સ 627
વિરાટ કોહલી રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર 614

પર્પલ કેપ માટેના દાવેદારોની યાદી

બોલરટીમવિકેટ
પ્રસિધીશ કૃષ્ણગુજરાત ટાઇટન્સ25
નૂર અહેમદચેન્નાઈ સુપર કિંગ્સ24
ટ્રેન્ટ બોલ્ટમુંબઈ ઇન્ડિયન્સ 22
જોશ હેઝલવુડરોયલ ચેલેન્જર્સ બેંગ્લોર21
સાઈ કિશોર ગુજરાત ટાઇટન્સ 19