IPL 2025ની 64મી મેચ તારીખ 22 મેના રોજ અમદાવાદનાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ગુજરાત ટાઈટન્સ અને લખનઉ સુપર જાયન્ટ્ વચ્ચે રમાઈ હતી. આ મેચમાં લખનૌ સુપર જાયન્ટ્સે ગુજરાત ટાઇટન્સને 33 રનથી હરાવ્યું છે.
ગુજરાત ટાઈટન્સે ટૉસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ત્યારબાદ લખનઉ સુપર જાયન્સે પ્રથમ બેટીંગ કરતા 20 ઓવરમાં 2 વિકેટ ગુમાવીને 235 રનનો વિશાળ સ્કોર બનાવ્યો હતો. ત્યારબાદ 236 રનનો ટાર્ગેટ ચેઝ કરી રહેલી ગુજરાત ટાઇટન્સની ટીમ 20 ઓવરમાં 7 વિકેટે માત્ર 202 રન જ બનાવી શકી હતી.
લખનઉ સુપર જાયન્ટ્સ તરફથી મિચેલ માર્શે 64 બોલમાં 8 છગ્ગાની મદદથી 117 રન બનાવ્યા. માર્શે 56 બોલમાં પોતાની સદી પૂરી કરી હતી. આ તેની પહેલી IPL સદી હતી. આ સિઝનમાં સદી ફટકારનાર તે પ્રથમ વિદેશી ખેલાડી બન્યો છે.
લખનઉ તરફથી નિકોલસ પૂરને 27 બોલમાં 56 રન બનાવ્યા હતા. પૂરને 23 બોલમાં અર્ધ સદી ફટકારી હતી. વિલિયમ ઓરોર્કે 3 વિકેટ ઝડપી હતી. આવેશ ખાન અને આયુષ બદોનીને 2-2 વિકેટ મળી હતી.
ગુજરાતના શાહરૂખ ખાને 57, શેરફેન રૂધરફોર્ડે 38, અને જોસ બટલરે 33 રન બનાવ્યા હતા. કેપ્ટન શુભમન ગિલે 35 રન અને સાઈ સુદર્શને 21 રનનું યોગદાન આપ્યું હતુ. GTના અરશદ ખાન અને સાઈ કિશોરને એક-એક વિકેટ મળી હતી. આ મેચ હાર્યા બાદ 2 પોઈન્ટ્સ ગુમાવવા છતા પણ ગુજરાત પોઈન્ટ્સ ટેબલમાં 18 પોઈન્ટ સાથે ટોપ પર છે. હવે આગળ 23 મે ના રોજ RCB vs SRH મેચના પરીણામ બાદ પોઈન્ટ્સ ટેબલમાં ફેરફાર થઈ શકે છે.
હાલમાં પોઈન્ટ્સ ટેબલમાં ગુજરાત ટાઈટન્સ 18 પોઈન્ટ સાથે પ્રથમ સ્થાને, આરસીબી 17 પોઈન્ટ સાથે બીજા સ્થાને, પંજાબ કિંગ્સ 17 પોઈન્ટ્સ સાથે ત્રીજા સ્થાને અને મુંબઈ ઈન્ડિન્સ 16 પોઈન્ટ્સ સાથે ચોથા સ્થાને છે.
પોઈન્ટ ટેબલ
ક્રમ | ટીમ | મેચ | જીત | હાર | ટાઈ | પરિણામ નહીં | પોઈન્ટ્સ | નેટ રનરેટ(NPR) |
---|---|---|---|---|---|---|---|---|
1 | ગુજરાત ટાઇટન્સ | 13 | 9 | 4 | 0 | 0 | 18 | 0.602 |
2 | રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ | 12 | 8 | 3 | 0 | 1 | 17 | 0.482 |
3 | પંજાબ કિંગ્સ | 12 | 8 | 3 | 0 | 1 | 17 | 0.389 |
4 | મુંબઈ ઇન્ડિયન્સ | 13 | 8 | 5 | 0 | 0 | 16 | 1.29 |
5 | દિલ્હી કેપિટલ્સ | 13 | 6 | 6 | 0 | 1 | 13 | -0.019 |
6 | લખનૌ સુપર જાયન્ટ્સ | 13 | 6 | 7 | 0 | 0 | 12 | -0.337 |
7 | કોલકાતા નાઈટ રાઇડર્સ | 13 | 5 | 6 | 0 | 2 | 12 | 0.193 |
8 | સનરાઇઝર્સ હૈદરાબાદ | 12 | 4 | 7 | 0 | 1 | 9 | -1.005 |
9 | રાજસ્થાન રોયલ્સ | 14 | 4 | 10 | 0 | 0 | 8 | -0.549 |
10 | ચેન્નાઈ સુપર કિંગ્સ | 13 | 3 | 10 | 0 | 0 | 6 | -1.03 |