ધોરણ 10નું પરિણામ આવતીકાલે જાહેર થશે: સવારે 8 વાગ્યાથી ગુજરાત બોર્ડની વેબસાઈટ અને વોટ્સએપ પર જોઈ શકાશે

10th Result

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSEB) દ્વારા ધોરણ 10ની બોર્ડ પરીક્ષાના પરિણામની તારીખ જાહેર કરવામાં આવી છે. ધોરણ 10નું પરિણામ આવતીકાલે સવારે 8 વાગ્યે જાહેર કરાશે. વિદ્યાર્થીઓ સવારે 8 વાગ્યાથી ગુજરાત બોર્ડની સત્તાવાર વેબસાઈટ www.gseb.org પર પરિણામ જોઈ શકશે. આ સિવાય વોટ્સએપ નંબર 6357300971 પરથી પણ પરિણામ જાણી શકાશે.

શિક્ષણ મંત્રીએ જણાવ્યું કે, ‘ફેબ્રુઆરી-માર્ચ 2025માં યોજાયેલ ધોરણ-10 અને સંસ્કૃત પ્રથમાની પરીક્ષાનું પરિણામ તા.૦૮/૦૫/૨૦૨૫ ના રોજ સવારે ૦૮.૦૦ કલાકે જાહેર કરવામાં આવશે. વિદ્યાર્થીઓ તેઓનું પરિણામ બોર્ડની વેબસાઇટ http://gseb.org પર પોતાનો બેઠક ક્રમાંક(Seat Number) Enter કરી મેળવી શકશે’

વિદ્યાર્થીઓ gseb.org વેબસાઈટ પર પોતાનો સીટ નંબર એન્ટર કરી મેળવી શકશે. આ ઉપરાંત વોટસએપના 6357300971 પર પોતાનો સીટ નંબર મેસેજ કરીને પણ પરિણામો ચકાસી અને ડાઉનલોડ કરી શકશે.

ગુજરાત બોર્ડ દ્વારા 27 ફેબ્રુઆરીથી ધોરણ 10ની બોર્ડ પરીક્ષાઓ યોજાઈ હતી. આ વર્ષે લગભગ 8.92 લાખથી વધુ વિદ્યાર્થીઓએ ધોરણ 10 બોર્ડની પરીક્ષા આપી હતી.

ઉલ્લેખનીય છે કે, આ વર્ષે ગુજરાત બોર્ડ પરીક્ષાના પરિણામો વહેલા જાહેર કરી રહી છે, જેથી વિદ્યાર્થીઓ એડમિશન તરફ ફોકસ કરી શકે. હજી 6 મેના રોજ ધોરણ 12 નું પરિણામ જાહેર કરવામાં આવી હતી. તેના બે દિવસ બાદ ધોરણ-10 નું પરિણામ જાહેર થવાનું છે.