સોનુ ફરી 1,00,000 રૂપિયાની નજીક પહોંચ્યું, ચાંદીના ભાવમાં પણ વધારો થયો

goldRate1lakh

દિલ્હી ખાતે 10 ગ્રામદીઠ સોનાના ભાવ રૂપિયા 2,400 વધી રૂપિયા 99,750 થયો

અમેરિકા અને ચીન વચ્ચે વધતા વેપાર તણાવ અને ટેરિફને કારણે સોનાના ભાવમાં ઉતાર-ચઢાવ આવવા લાગ્યો છે. આંતરરાષ્ટ્રીય બજારમાં સોનું ફરી મોંઘુ થવાને કારણે, સોનું પણ તેના ટોચના સ્તરની આસપાસ કારોબાર કરી રહ્યું છે. ભારતીય બજારોમાં સોનાના ભાવો ફરી વખત રૂપિયા 1,00,000 નજીક પહોંચી ગયા છે.

રાષ્ટ્રીય રાજધાની દિલ્હી ખાતે 10 ગ્રામદીઠ સોનાના ભાવ રૂપિયા 2,400 વધી રૂપિયા 99,750 થયા છે. સતત ત્રીજા દિવસે સોનામાં તેજીની આગેકૂચ જોવા મળી છે. યુએસ ફેડરલ રિઝર્વની બેઠક અગાઉ સોનામાં તેજી જોવા મળી રહી છે.

6 મેના રોજ વાયદા બજારમાં ચાંદીની કિંમતમાં વધારો જોવા મળ્યો છે. મલ્ટી કોમોડિટી એક્સચેન્જ એટલે એમસીએક્સ પર ચાદીના ભાવમાં 2 હજાર રૂપિયાનો વધારો જોવા મળ્યો છે.દિલ્હી ખાતે ચાંદીનો કીલો દીઠ ભાવ રૂપિયા 1,800 ઉછળી રૂપિયા 98,500 થયા છે.

દરમિયાન ગોલ્ડ ફ્યુટર્સ માટેનો જૂન વાયદો રૂપિયા 1,951 એટલે કે 2.06 ટકા વધી રૂપિયા 96,600 રહ્યો છે. જ્યારે વૈશ્વિક બજારોમાં સોનું ઔંસ દીઠ 45.65 ડોલર એટલે કે 1.37 ટકા ઉછળી 3,379.77 ડોલર રહ્યો છે. જ્યારે હાજર ચાંદીનો ઔંસદીઠ ભાવ 1.64 ટકા ઉછળી 33 ડોલર થયો છે.

અમદાવાદ ખાતેના ભાવ
અમદાવાદ ખાતે સોના અને ચાંદીમાં તીવ્ર ઉછાળો આવ્યો છે. અમદાવાદ ચાંદીનો કિલો દીઠ ભાવ રૂપિયા 2,500 વધી રૂપિયા 97,000 થયા છે. જ્યારે અમદાવાદ સોનુ (99.9)નો 10 ગ્રામદીઠ ભાવ રૂપિયા 1,800 વધી રૂપિયા 1,00,000 થયો છે. અમદાવાદ સ્ટાન્ડર્ડ સોનુ (99.5) 10 ગ્રામનો ભાવ રૂપિયા 1,800 ઉછળી રૂપિયા 99,700 રહ્યો છે.

સોનાનો ભાવ કેવી રીતે નક્કી થાય છે?

ભારતમાં સોનાના ભાવ ઘણા કારણોસર બદલાય છે જેમ કે આંતરરાષ્ટ્રીય બજારના ભાવ, સરકારી કર અને રૂપિયાના મૂલ્યમાં વધઘટ. સોનું ફક્ત રોકાણનું સાધન નથી. પરંતુ તે આપણી પરંપરાઓ અને તહેવારોનો એક મહત્વપૂર્ણ ભાગ પણ છે. ખાસ કરીને લગ્ન અને તહેવારો દરમિયાન તેની માંગ વધી જાય છે.

ભારતમાં સોનાના ભાવ કેવી રીતે અને શા માટે બદલાતા રહે છે?

સમગ્ર વિશ્વમાં કેન્દ્રીય બેંકો દ્વારા ખરીદી અને વેચાણ પણ થાય છે. આજકાલ દરેક દેશની સેન્ટ્રલ બેંક પાસે સંપૂર્ણ સ્ટોરેજ નથી. જ્યારે પણ આવું થાય છે, ત્યારે સોનાના ભાવમાં ઝડપી અસ્થિરતા આવે છે. ટૂંકમાં, આ માંગ દેશની મધ્યસ્થ બેંકો તરફથી આવે છે. જ્યારે માંગ અપેક્ષા કરતાં વધી જાય છે, ત્યારે કેન્દ્રીય બેંકો દ્વારા સોનાના ભાવમાં વધારો કરવામાં આવે છે. આવું ઘણી વખત જોવા મળ્યું છે અને આ કિંમતો ઘણી હદ સુધી વધે છે.

આ કારણોસર સોનાના ભાવમાં વધારો

ક્રોસ કરન્સી અવરોધો પણ કિંમતી ધાતુને અસર કરી શકે છે. ઉદાહરણ તરીકે, ડોલરમાં તીવ્ર વધારો સોનાના ભાવમાં ઘટાડો લાવી શકે છે. આજે ભારતમાં સોનાના ભાવ ઘણા પરિબળોથી પ્રભાવિત છે અને કોઈ એક પરિબળ એવું નથી જે મોટી અસર કરે. એકંદરે તમે કહી શકો છો કે આ માટે ઘણા પરિબળો જવાબદાર છે.