વડોદરાના દીનદયાલ ઉપાધ્યાય ઓડિટોરિયમમાં શુક્રવારે (બીજી મે) મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા ૧૧૫૬ કરોડ રૂપિયાના વિકાસ કાર્યોનું લોકાર્પણ-ખાતમૂહુર્તના કાર્યક્રમનું આયોજન કરાયું હતું. આ ચાલુ કાર્યક્રમમાં હરણી બોટકાંડની બે પીડિત મહિલાઓ મુખ્યમંત્રીને બૂમો પાડીને પોતાની રજૂઆત કરવા લાગી હતી. આ મહિલાઓ બીજું કોઈ નહીં પરંતુ વડોદરા હરણી બોટકાંડમાં પોતાના બાળકો ગુમાવનાર પીડિતા હતી. આ પીડિતાઓએ મુખ્યમંત્રીને જાહેરમાં રજૂઆત કરવા લાગી, ત્યારે સુરક્ષાકર્મીઓએ બળજબરીપૂર્વક તેમને બેસાડી દીધી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ ક્રોધિત થઈને તેમને ચોક્કસ એજન્ડા થકી આવી હોવાનું કહીને બેસી જવાનું કહ્યું હતું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના આવા વલણ સામે પોતાનો આક્રંદ વ્યક્ત કરતા પીડિતાએ કહ્યું કે, ‘શું અમે આતંકવાદી છીએ? શું અમે ગુનેગારો છીએ? અમારો વાંક એટલો જ છે કે અમે અમારા બાળકો ગુમાવ્યા છે…‘
‘શું અમે આતંકવાદી છીએ, ગુનેગાર છીએ?’ મુખ્યમંત્રીના કાર્યક્રમમાં હરણીકાંડ પીડિત મહિલાઓનું આક્રંદ
સંબંધિત ન્યૂઝ
-
સુરતના પુણા કુંભારિયા પાસે ખાડીમાં ત્રણ યુવકો ત્રણાયા, બેનો બચાવ, એકની શોધખોળ
24 June, 2025 -
‘આજથી ગુજરાતમાં ક્રાંતિના બીજ રોપાયા…‘ વિસાવદરમાં જીત બાદ ગોપાલ ઈટાલિયાની પહેલી પ્રતિક્રિયા
23 June, 2025 -
લગ્ન પાર્ટીમાં ૫૦,૦૦૦થી વધુ વિદ્યાર્થીઓને ભોજન માટેની વ્યવસ્થા : ખાન સર
21 June, 2025 -
અમદાવાદ શહેરમાં વરસાદ બાદની સ્થિતિ સારી : મિરાંગ પરીખ અમ્યુકો ડેપ્યુટી કમિશનર
20 June, 2025 -
હવે તમને ફક્ત ૩૦૦૦માં વાર્ષિક ૨૦૦ ટોલ ફ્રી ટ્રિપ મળશે !
18 June, 2025