આતંકવાદીઓએ એવા સમયે પ્રવાસીઓને નિશાન બનાવ્યા છે જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી મુસ્લિમ દેશ સાઉદી અરેબિયાની મુલાકાતે છે.
મંગળવારે (૨૨ એપ્રિલ, ૨૦૨૫) જમ્મુ – કાશ્મીરના અનંતનાગ જિલ્લાના પહેલગામમાં આતંકવાદી હુમલો થયો છે. આતંકવાદીઓ દ્વારા કરવામાં આવેલા ગોળીબારમાં બે પર્યટકોના મોત થયા છે અને ૧૦ લોકો ઘાયલ થયા છે. તેમાંથી ત્રણ સ્થાનિક નાગરિકો પણ છે. સુરક્ષા દળો અને તબીબી ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઈ છે અને રાહત અને બચાવ કામગીરી હાથ ધરી રહી છે.
પહેલગામના બૈસરન ખીણમાં એક પર્યટન રિસોર્ટના ઉપરના ઘાસના મેદાનને નિશાન બનાવીને આતંકવાદીઓએ ગોળીબાર કર્યો જેમાં આ પ્રવાસીઓ ઘાયલ થયા હતા. સૂત્રોએ જણાવ્યું હતું કે આ એક યોજના મુજબ કરવામાં આવેલ હુમલો હતો.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, બે આતંકવાદીઓ સેનાના કપડાંમાં આવ્યા હતા, પહેલા તેમણે પ્રવાસીને તેનું નામ પૂછ્યું, પછી તેના માથામાં ગોળી મારી દીધી અને ગોળીબાર કરતા ફરાર થઈ ગયા. આ પ્રવાસીઓ રાજસ્થાનથી આવ્યા હોવાનું બહાર આવ્યું છે.
ગુપ્તચર સુરક્ષા એજન્સીના જણાવ્યા અનુસાર, હુમલાખોરો પોલીસ ગણવેશમાં હતા અને તેમની સંખ્યા 2 થી 3 હતી. આ હુમલા પાછળ પાકિસ્તાની આતંકવાદીઓનો હાથ હોવાનું કહેવાય છે.
સુરક્ષા દળોએ વિસ્તારને ઘેરી લીધો છે. ઘટનાસ્થળે CRPFની વધારાની ક્વિક રિસ્પોન્સ ટીમો તૈનાત કરવામાં આવી છે. હેલિકોપ્ટર દ્વારા આ વિસ્તાર પર નજર રાખવામાં આવી રહી છે. ગુપ્તચર સુરક્ષા એજન્સીના સૂત્રોના જણાવ્યા અનુસાર, પ્રારંભિક માહિતી સૂચવે છે કે TRF (ધ રેઝિસ્ટન્સ ફ્રન્ટ) આતંકવાદી જૂથ સામેલ છે.

સરકારી સૂત્રોના જણાવ્યા અનુસાર, તાજેતરમાં પાકિસ્તાનના આર્મી ચીફ અસીમ મુનીરે હિન્દુઓ વિરુદ્ધ ભડકાઉ નિવેદન આપ્યું હતું. આ પછી તરત જ આતંકવાદીઓએ પ્રવાસીઓને નિશાન બનાવ્યા.
સૂત્રોએ દાવો કર્યો છે કે એ વાત સ્પષ્ટ હતી કે આસીમ મનીર લશ્કર, જૈશ અને હિઝબુલ જેવા આતંકવાદી જૂથોને જમ્મુ અને કાશ્મીરમાં હુમલા કરવા માટે ઉશ્કેરી રહ્યો હતો. સાથે જ થોડા દિવસોમાં અમરનાથ યાત્રા પણ શરૂ થવા જઈ રહી છે. આ ઉપરાંત, આતંકવાદીઓએ એવા સમયે પ્રવાસીઓને નિશાન બનાવ્યા છે જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી મુસ્લિમ દેશ સાઉદી અરેબિયાની મુલાકાતે છે.
આ હુમલા બાદ સુરક્ષા દળોએ વિસ્તારમાં સર્ચ ઓપરેશન વધુ તીવ્ર બનાવી દીધું છે અને સુરક્ષા કડક બનાવી દીધી છે. CRPFની વધારાની ક્વિક રિએક્શન ટીમો (QAT) ઘટનાસ્થળે રવાના કરવામાં આવી છે. સુરક્ષા દળો આ વિસ્તારમાં સર્ચ ઓપરેશન ચલાવી રહ્યા છે. દરમિયાન, TRF એ હુમલાની જવાબદારી સ્વીકારી છે. આ લશ્કર-એ-તૈયબા સાથે જોડાયેલું આતંકવાદી સંગઠન છે.