ભારતીય પક્ષનું માનવું છે કે ટ્રાન્સ-શિપમેન્ટ સુવિધા બંધ થાય તે પહેલાં જ, બાંગ્લાદેશની વચગાળાની સરકાર એવા પગલાં લઈ રહી હતી જેનાથી બંને દેશો વચ્ચેના વેપાર સંબંધોને નુકસાન થઈ શકે છે. માર્ચમાં બાંગ્લાદેશે ભારત સાથેની તેની ત્રણ જમીન સરહદો બંધ કરવાનો અને યાર્નની આયાત પર પ્રતિબંધ મૂકવાનો નિર્ણય લીધો. જાન્યુઆરીની શરૂઆતમાં, બાંગ્લાદેશે બેનાપોલ કસ્ટમ્સ હાઉસ ખાતે દેખરેખ “કડક” કરવાની જાહેરાત કરી હતી, જેને ભારતે પ્રતિબંધિત પગલા તરીકે જોયું હતું.
બાંગ્લાદેશ તરફથી સતત ભારત વિરોધી નિવેદનો અને વેપાર નિર્ણયો વચ્ચે વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને બાંગ્લાદેશના મુખ્ય સલાહકાર મોહમ્મદ યુનુસ તાજેતરમાં બેંગકોકમાં મળ્યા હતા. આ દરમિયાન મોદીએ તેમને એવા નિવેદનો આપવાનું ટાળવા વિનંતી કરી હતી કે જે વાતાવરણ બગાડી શકે.
ભારતે બાંગ્લાદેશની તાજેતરની વેપાર નીતિઓ અને નિવેદનો પર ઊંડી ચિંતા વ્યક્ત કરી છે. તેમ છતાં ભારત સરકારે સંકેત આપ્યો છે કે તે બંને દેશો વચ્ચેના સંબંધોને વધુ બગડતા અટકાવવા માટે તાત્કાલિક જવાબી કાર્યવાહી (ટિટ-ફોર-ટેટ) ટાળવાનો પ્રયાસ કરશે. ભારત સ્પષ્ટ કહ્યું છે કે તે બાંગ્લાદેશ સાથે કોઈપણ પ્રકારના વેપાર યુદ્ધમાં સામેલ થવા માંગતું નથી, ભલે ઢાકાથી વેપારને લઈને સંકેત સકારાત્મક ન હોય.
બાંગ્લાદેશે તાજેતરમાં જ જમીન સરહદ દ્વારા ભારતમાંથી યાર્નની આયાત પર પ્રતિબંધ મૂક્યો હતો. આ પહેલા, ભારતે 2020 માં બાંગ્લાદેશને આપવામાં આવેલી ટ્રાન્સ-શિપમેન્ટ સુવિધા પાછી ખેંચી લીધી હતી. જોકે, ભારત સરકારના સૂત્રો કહે છે કે બાંગ્લાદેશને આપવામાં આવેલી ટ્રાન્સ-શિપમેન્ટ સુવિધાને સમાપ્ત કરવાનો ઉદ્દેશ્ય ફક્ત ભારતના બંદરો અને એરપોર્ટ પર ભીડ ઓછી કરવાનો હતો. જો કે ભારતે સુનિશ્ચિત કર્યુ હતું કે આ નિર્ણયથી બાંગ્લાદેશની નેપાળ અને ભૂટાનમાં થતી નિકાસ પર અસર ના પડે, જે ભારતીય પ્રદેશમાંથી પસાર થાય છે.
ભારતીય પક્ષનું માનવું છે કે ટ્રાન્સ-શિપમેન્ટ સુવિધા બંધ થાય તે પહેલાં જ, બાંગ્લાદેશની વચગાળાની સરકાર એવા પગલાં લઈ રહી હતી જેનાથી બંને દેશો વચ્ચેના વેપાર સંબંધોને નુકસાન થઈ શકે છે. માર્ચમાં બાંગ્લાદેશે ભારત સાથેની તેની ત્રણ જમીન સરહદો બંધ કરવાનો અને યાર્નની આયાત પર પ્રતિબંધ મૂકવાનો નિર્ણય લીધો. જાન્યુઆરીની શરૂઆતમાં, બાંગ્લાદેશે બેનાપોલ કસ્ટમ્સ હાઉસ ખાતે દેખરેખ “કડક” કરવાની જાહેરાત કરી હતી, જેને ભારતે પ્રતિબંધિત પગલા તરીકે જોયું હતું.
બાંગ્લાદેશના કાપડ ઉત્પાદકોએ સરકારને પહેલેથી જ ચેતવણી આપી દીધી છે કે ભારતમાંથી યાર્નની આયાત પર પ્રતિબંધ મૂકવો એ નિકાસ ઉદ્યોગ માટે આત્મઘાતી સાબિત થશે. ભારત કાપડ ઉત્પાદન માટે યાર્ન જેવા કાચા માલની બાંગ્લાદેશમાં નિકાસ કરે છે અને આ પ્રતિબંધની સીધી અસર ઉદ્યોગ પર પડી રહી છે.
એક તરફ બાંગ્લાદેશ ભારત સાથેના વેપાર પર અંકુશ લગાવવા તરફ આગળ વધી રહ્યું છે, તો બીજી તરફ તેણે પાકિસ્તાન સાથે સીધો વેપાર પણ પુનઃસ્થાપિત કરવાનું શરૂ કરી દીધું છે. ફેબ્રુઆરીમાં, બાંગ્લાદેશે ટ્રેડિંગ કોર્પોરેશન ઓફ પાકિસ્તાન (TCP) દ્વારા પાકિસ્તાન પાસેથી 50,000 ટન ચોખા ખરીદવાનો નિર્ણય લીધો.
આ ઘટનાઓ વચ્ચે, ભારતીય અધિકારીઓની ચિંતાઓ વધુ ઘેરી બની છે, કારણ કે બાંગ્લાદેશમાં કટ્ટરવાદના વધતા સંકેતો અને પાકિસ્તાન સાથે તેની વધતી નિકટતાને પ્રાદેશિક સુરક્ષાના દૃષ્ટિકોણથી ચિંતાજનક માનવામાં આવી રહી છે. ભારત પાકિસ્તાનને વૈશ્વિક આતંકવાદનું કેન્દ્ર માને છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર, પાકિસ્તાન હવે બાંગ્લાદેશમાં નિકાસ વધારવાની તકો શોધી રહ્યું છે. ઘણા વર્ષો પછી બંને દેશો વચ્ચે ફરી ઉચ્ચ સ્તરીય વાતચીત શરૂ થઈ છે. આ ક્રમમાં, પાકિસ્તાનના વિદેશ સચિવ અમના બલોચ ગુરુવારે ઢાકાની મુલાકાત લેશે, જ્યારે વિદેશ પ્રધાન ઇશાક ડાર આવતા અઠવાડિયે બાંગ્લાદેશની મુલાકાત લેશે.
ભારતે સ્પષ્ટ કર્યું છે કે તે વેપારને રાજકારણથી અલગ રાખીને સ્થિરતા અને સહયોગના પક્ષમાં છે, પરંતુ બાંગ્લાદેશની નીતિઓ અને પાકિસ્તાન સાથે વધતા સંબંધો અંગે સાવધ છે. આગામી અઠવાડિયામાં ઢાકાની નીતિ કઈ દિશામાં જાય છે તે જોવાનું મહત્વપૂર્ણ રહેશે.
ભારતે બાંગ્લાદેશ સાથે વેપાર યુદ્ધ ટાળવાની ઇચ્છા વ્યક્ત કરી છે. સરકારી સૂત્રો કહે છે કે ભારત બંને દેશો વચ્ચેના ઐતિહાસિક, રાજકીય અને આર્થિક સંબંધોને મહત્વ આપે છે. ૨૦૨૩-૨૪માં ભારત-બાંગ્લાદેશ વેપાર $૧૨.૯ બિલિયન હોવાનો અંદાજ હતો, જેમાં ભારતે બાંગ્લાદેશને અનેક ઉત્પાદનો પર એકપક્ષીય ડ્યુટી-મુક્ત પ્રવેશ પૂરો પાડ્યો હતો.
વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ કહ્યું, “ભારત પ્રાદેશિક સહયોગ અને કનેક્ટિવિટીને પ્રોત્સાહન આપવા માટે પ્રતિબદ્ધ છે, પરંતુ આ સુવિધાઓ રાષ્ટ્રીય સુરક્ષા અને પરસ્પર આદરના આધારે પૂરી પાડવામાં આવે છે.” નિષ્ણાતો માને છે કે ભારતનું આ પગલું બાંગ્લાદેશને સંદેશ છે કે તે એકપક્ષીય પ્રતિકૂળ પગલાં સહન કરશે નહીં પરંતુ તે જ સમયે તે તણાવમાં વધુ વધારો ટાળવા માંગે છે.
આ ઘટનાક્રમ એવા સમયે થઈ રહ્યો છે જ્યારે વૈશ્વિક વેપારમાં તણાવ વધી રહ્યો છે. અમેરિકાએ તાજેતરમાં ભારત અને બાંગ્લાદેશ સહિત અનેક દેશો પર પ્રતિક્રિયાત્મક ટેરિફ લાદ્યા છે, જેનાથી પ્રાદેશિક વેપાર વધુ જટિલ બન્યો છે. આ ઉપરાંત, બાંગ્લાદેશ અને પાકિસ્તાન વચ્ચે વધતી જતી નિકટતા પણ ભારત માટે ચિંતાનો વિષય છે. પાકિસ્તાનના વિદેશ સચિવ અમના બલોચ અને વિદેશ પ્રધાન ઇશાક ડારની ઢાકા મુલાકાતે આ અટકળોને વધુ વેગ આપ્યો છે.