આગ્રાની જામા મસ્જિદમાં પ્રાણીનું કાપેલુ માથુ ફેંકનાર આરોપી પકડાયો, જાણો કોણ છે તે

jamaMasjid

આગ્રાની શાહી જામા મસ્જિદમાં માંસ અને પ્રાણીનું માથું ફેંકવાની ઘટનામાં આરોપી નઝરુદ્દીનની ઓળખ થઈ ગઈ છે. પોલીસે તેની ધરપકડ કરીને જેલમાં મોકલવાની પ્રક્રિયા શરૂ કરી દીધી છે.

શુક્રવારે સવારે આગ્રાના શાહી જામા મસ્જિદ સંકુલમાં એક પ્રાણીનું માથું કાપીને ફેંકી દેવામાં આવ્યું હતું, જેના કારણે મુસ્લિમ સમુદાયમાં આક્રોશ ફેલાયો હતો. જ્યારે ફજરની નમાઝ અદા કરવા ગયેલા લોકોએ પ્રાણીનું કપાયેલું માથું જોયું, ત્યારે તેઓએ તાત્કાલિક પોલીસને જાણ કરી હતી. ત્યારબાદ પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે આરોપીની ધરપકડ કરી છે.

લોકોને અરાજકતાવાદી તત્વોના કાવતરાને સફળ ન થવા દેવા અપીલ કરવામાં આવી હતી. મસ્જિદમાં લગાવેલા સીસીટીવી કેમેરામાં, એક ઢંકાયેલો યુવાન હાથમાં કપાયેલું માથું લઈને આવતો જોવા મળ્યો. ડીસીપી સોનમ કુમારે લોકોને આરોપીઓની વહેલી ધરપકડ અને કડક કાર્યવાહીની ખાતરી આપી હતી.

આગ્રા પોલીસે દાવો કર્યો છે કે મન્ટોલાના રહેવાસી નઝરુદ્દીન નામના વ્યક્તિએ શાહી જામા મસ્જિદમાં પ્રાણીનું માથું ફેંક્યુ હતું. ડીસીપી (શહેર) સોનમ કુમારે જણાવ્યું હતું કે પોલીસ સવારથી જ આરોપીને પકડવા માટે કામે લાગી હતી. હાલમાં આરોપી પોલીસ કસ્ટડીમાં છે અને તેની પૂછપરછ ચાલી રહી છે. તેણે આવું કેમ કર્યું તે અંગે માહિતી એકત્રિત કરવામાં આવી રહી છે.

શું મામલો છે?
આગ્રાની શાહી જામા મસ્જિદમાં શુક્રવારની નમાજ પહેલા પોલિથીન બેગમાંથી માંસ અને એક પ્રાણીનું કપાયેલું માથું મળી આવતા તણાવ વધી ગયો હતો. આ ઘટનાની જાણ થતાં જ ઘટનાસ્થળે મોટી સંખ્યામાં લોકો એકઠા થઈ ગયા હતા. માહિતી મળતા જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને પરિસ્થિતિને કાબુમાં લેવાનો પ્રયાસ કર્યો હતો. સ્થાનિક લોકોએ કહ્યું કે શાંતિ ભંગ કરવા માટે આ એક સુનિયોજિત કૃત્ય હતું. વહીવટીતંત્રએ પણ લોકોને સંયમ જાળવવા અને અફવાઓથી દૂર રહેવાની અપીલ કરી છે.