ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. જે મુજબ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ સંલગ્ન સ્કૂલોમાં અભ્યાસ કરી રહ્યા છે અથવા તો અભ્યાસ પૂર્ણ થઈ ગયો હોય તેવા તમામ વિદ્યાર્થીઓનાં નામ પાછળ માતાનું નામ લખાવી શકાશે. અત્યાર સુધીમાં એકપણ ડોક્યુમેન્ટ્સમાં માતાનું નામ લખવાની જોગવાઈ નહોતી, પરંતુ હવે બોર્ડના એક મહત્વના ફેરફારમાં નવી જોગવાઈ ઉમેરવામાં આવી છે.બોર્ડે તેના વિનિયમમાં ફેરફાર કરાતાં માતાનું નામ લખવાની નવી જોગવાઈનો ઉમેરો કર્યો છે. આ પ્રકારનો ફેરફાર કરાવવા ઈચ્છતા લોકો જરૂરી ડોક્યુમેન્ટ્સ સાથે જે-તે જિલ્લાના શિક્ષણના અધિકારી પાસે ફેરફાર કરાવી શકશે. જાણી લો કયા ડોક્યુમેન્ટ્સની જરૂર પડશે…
બાળકનાં નામ પછળ માતાનું નામ લખવા માટે જરૂરી પુરાવા
- સિવિલ કોર્ટના હુકમની નકલ
- રાજપત્રમાં માતાનું નામ દાખલ થયાના આધારની નકલ
- વિદ્યાર્થીના જન્મના પ્રમાણપત્ર
- માતાનું આધાર-પાનકાર્ડ, જાતિ પ્રમાણપત્ર, બેંક પાસબુકની નકલ
બાળકના પિતા બદલાયા હોય તે કિસ્સામાં રજૂ કરવા જરૂરી પુરાવા
- માતા-પિતાનું સંયુક્ત સોગંદનામુ
- સિવિલ કોર્ટના હુકમની નકલ
- રાજપત્રમાં પિતાનું નામ દાખલ થયાના આધારની નકલ
- વિદ્યાર્થીના જન્મના પ્રમાણપત્રની નકલ
- લગ્ન નોંધણી પ્રમાણપત્ર
- છુટા છેડા થયાનો આધાર
- છુટાછેડા હુકમનામુ
- દત્તક વિધાન અને નકલ