નેપાળની રાજધાની કાઠમંડુ ભારે હિંસક વિરોધ પ્રદર્શનથી હચમચી ઉઠી

નેપાળ : કાઠમંડુના દ્રશ્યો જ્યાં એક પ્રદર્શનકારી સીસીટીવી કેમેરાને નુકસાન પહોંચાડતો જાેવા મળ્યો હતો જ્યારે આગચંપી પછી ધુમાડાના ગોટેગોટા નીકળતા હતા. કાઠમંડુમાં આજે રાજાશાહી સમર્થકો અને પોલીસ વચ્ચે અથડામણ થઈ હતી. પ્રદર્શનકારીઓ રાજાશાહીની પુન:સ્થાપનાની માંગ કરી રહ્યા છે. કર્ફ્યુ લાગુ કરવામાં આવ્યો છે. રાજધાનીના કેટલાક ભાગોમાં સેના લાદવામાં આવી, કર્ફ્યુ લાદવામાં આવ્યો, પીએમ ઓલીએ કટોકટી મંત્રીમંડળની બેઠક બોલાવી. વિરોધ પ્રદર્શન દરમિયાન, રાજકીય પક્ષોના કાર્યાલયો, મીડિયામાં તોડફોડ કરવામાં આવી.