વિવાદોથી ઘેરાયેલ કોમેડિયન કુણાલ કામરાએ આજે એક નવો વીડિયો શેર કરી નાણામંત્રી નિર્મલા સીતારમણ પર કર્યો કટાક્ષ
મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદે પરની ટિપ્પણીને લઈને કુણાલ કામરા વિવાદોથી ઘેરાયેલા છે. આ દરમિયાન, તે સતત તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ પર પેરોડી ગીતના વીડિયો શેર કરી રહ્યો છે. તેવામાં બુધવારે કુણાલ કામરાએ એક નવો વીડિયો શેર કર્યો, જેમાં તેણે ફરી એકવાર કેન્દ્રીય નાણાંમંત્રી નિર્મલા સીતારમણનું નામ લીધા વિના તેમનું નિશાન સાધ્યું.
કુણાલ કામરા તેના તાજેતરના વિડિયો ક્લિપમાં વધુ એક પેરોડી ગીત ગાતો જોવા મળે છે. આ ગીતમાં તે નાણામંત્રીને ‘નિર્મલા તાઈ’ કહી રહ્યા છે અને નીતિઓ પર પ્રશ્નો ઉઠાવી રહ્યો છે, તેમજ સરકાર પર આકરા પ્રહારો કરી રહ્યા છે.
કુણાલ કામરાએ લગભગ દોઢ મિનિટના આ વીડિયોમાં કામરાએ કહ્યું કે
‘આપકા ટેક્સ કા પૈસા હો રહા હૈ હવા હવાઈ,
ઈન સડકોં કી બર્બાદી કરને સરકાર હૈ આઈ,
મેટ્રો હૈ ઈનકે મન મેં ખોદ કર કર લે અંગડાઈ,
ટ્રાફિક બઢાને યે હૈ આઈ, બ્રિજીસ ગિરાને યે હૈ આઈ.‘
‘દેશ મેં ઇતની મહંગાઈ સરકાર કે સાથ હૈ આઈ,
લોગોં કી લૂટને કમાઈ સાડી વાલી દીદી આઈ,
સૈલેરી ચુરાને યે હૈ આઈ, મિડલ ક્લાસ દબાને યે હૈ આઈ,
પોપકોર્ન ખિલાને યે હૈ આઈ, કહતે હૈ ઈસકો નિર્મલા તાઈ.’
મુંબઈમાં ડેપ્યુટી સીએમ શિંદે પર કરેલી ટિપ્પણીના સંદર્ભમાં પોલીસે કામરાને ફરીથી સમન્સ પાઠવ્યું છે. આ પહેલા પણ મંગળવારે તેમને નોટિસ ફટકારવામાં આવી હતી. તેને પૂછપરછ માટે આજે સવારે 11 વાગ્યે હાજર રહેવાનો આદેશ આપ્યો હતો. પરંતુ તે હાલ મુંબઈમાં ન હોવાથી પૂછપરછ થઈ શકી નથી. તેની વિરુદ્ધ MIDC પોલીસે એફઆઇઆર નોંધી વધુ તપાસ માટે કેસ ખાર પોલીસને સોંપ્યો છે.
રવિવારે આયોજિત એક કાર્યક્રમમાં તેમણે લોકોના નામ લીધા વિના ‘દેશદ્રોહી’, ‘ઠાણે કા રિક્ષા’ જેવી ટિપ્પણીઓ કરી હતી. શિવસેના દ્વારા પણ તેમને ધમકીઓ આપવામાં આવી રહી છે. આ કાર્યક્રમ પછી શિવસેનાના કાર્યકરોએ હેબિટેટ સ્ટુડિયોમાં તોડફોડ કરી હતી. ડેપ્યુટી સીએમ શિંદેએ કહ્યું હતું કે, ‘અભિવ્યક્તિની સ્વતંત્રતા છે, પણ તેની પણ એક મર્યાદા હોવી જોઈએ.’
હું ભીડથી નથી ગભરાતો: કામરા
આ સમગ્ર મામલા પર વિવાદ વધતો જોઈને કુણાલ કામરાએ સોશિયલ મીડિયા પર પોતાના એક્સ એકાઉન્ટ પર એક લાંબુ નિવેદન બહાર પાડ્યું હતું, જેમાં તેણે માફી માંગવાનો ઇનકાર કરી દીધો હતો. કુણાલ કામરાએ કહ્યું હતું કે, “હું માફી માંગીશ નહીં. મને ભીડથી ડર નથી. મનોરંજન સ્થળ ફક્ત એક પ્લેટફોર્મ છે, જે દરેક પ્રકારના શો માટે એક સ્ટેજ છે. રહેઠાણ કે કોઈપણ સ્થળ મારી કોમેડી માટે જવાબદાર નથી. હું શું કહું છું કે કરું છું તેના પર તેનો કોઈ અધિકાર નથી. અન્ય કોઈ પક્ષનો પણ તેના પર કોઈ અધિકાર નથી. હાસ્ય કલાકાર દ્વારા બોલાયેલા શબ્દો માટે સ્થળને નુકસાન પહોંચાડવું એ એટલુ જ મૂર્ખતા ભરેલુ છે કે જો તમને ચિકન પીરસવામાં ન આવે તો ટામેટાંનો ટ્રક ઉથલાવી દો.”