નાશાની ચેતવણીઃ વિશાળ એસ્ટરોઈડ 77,282 કિમીની ઝડપથી પૃથ્વી તરફ આગળ વધી રહ્યો છે, જો ટકરાશે તો…

asoroid

નાસાના ગોલ્ડસ્ટોન રડાર જેવી અદ્યતન ટેકનોલોજીની મદદથી વૈજ્ઞાનિકો એસ્ટરોઇડની ભ્રમણકક્ષા અને ગતિનો ચોક્કસ અંદાજ લગાવી શકે છે. આ બતાવે છે કે શું એસ્ટરોઇડ પૃથ્વી માટે ખતરો બની શકે છે કે નહીં.

નાસા દ્વારા એક ચેતવણી આપવામાં આવી છે કે તાજમહેલ કરતા બમણું વિશાળ એસ્ટરોઇડ (Giant asteroid) ખૂબ ઝડપથી પૃથ્વી તરફ આવી રહ્યો છે. તેની સ્પીડ એટલી ઝડપી છે કે તે થોડા કલાકોમાં હજારો કિલોમીટરનું અંતર કાપે છે. તે 77,282 કિમીની ઝડપથી પૃથ્વી તરફ આગળ વધી રહ્યો છે. આ એસ્ટરોઈડ એપોલો ગ્રૂપનો છે અને તે 540 ફૂટનો છે. જો તે પૃથ્વી સાથે અથડાય છે, તો તેનાથી જે વિનાશ થશે તે ડરામણી હશે, જેમાં સેંકડો પરમાણુ બોમ્બ, ધરતીકંપ, આગના તોફાનો અને બદલાયેલ આબોહવા જેટલી ઊર્જા હશે.

જો 540 ફૂટનો એસ્ટરોઇડ પૃથ્વી સાથે અથડાશે, તો 100થી વધુ ન્યુક્લિયર બોમ્બ જેટલી એનર્જી રિલીઝ થશે. આ પૃથ્વી પર એ વિસ્તરાને સંપૂર્ણપણે નષ્ટ કરી શકે છે. આગના તોફાન સાથે વર્ષો સુધી હવામાનમાં પરિવર્તન આવી શકે છે. 1908માં થયેલી તુન્ગુસ્કા ઘટનામાં સાઇબિરિયાના 2,000 ચોરસ કિલોમીટર વિસ્તારના જંગલ સમતલ થઈ ગયા હતા. એ એસ્ટરોઇડના કદની તુલનામાં આ ઘર્ષણ ગંભીર અસર પાડી શકે છે.

આ એસ્ટરોઇડ 23થી 26 માર્ચ દરમ્યાન પૃથ્વીના સૌથી નજીક આવશે. ભારતીય સમય અનુસાર રાત્રે 9:24 વાગ્યે પૃથ્વીની નજીકથી પસાર થશે. જો કે તે 6,480,000 કિલોમીટરના સુરક્ષિત અંતરે પસાર થવાનું છે, પરંતુ તેની ઝડપ 77,282 કિલોમીટર પ્રતિ કલાક છે, જે વૈજ્ઞાનિકો માટે એક મહત્વપૂર્ણ અભ્યાસનો વિષય છે. તે પૃથ્વીથી 50 લાખ કિલોમીટર દૂર હશે. પૃથ્વી અને ચંદ્ર વચ્ચેના અંતરના તુલનામાં આ પથ્થર પૃથ્વીથી 13 ગણું વધુ અંતરે રહેશે. જો કે, આ પથ્થર ગમે તે દિશામાં જઈ શકે છે, જેના કારણે તે ઝડપથી પૃથ્વી તરફ પણ આવી શકે છે. નાસા દ્વારા તેની પર સતત નજર રાખવામાં આવી રહી છે.

એપોલો એસ્ટરોઇડનો સમાવેશ નિઅર અર્થ ઑબ્જેક્ટ કેટેગરીમાં થાય છે, કારણ કે આ એસ્ટરોઇડની ઓર્બિટ પૃથ્વીની ઓર્બિટ સાથે ક્રોસ થાય છે. સામાન્ય રીતે આ એસ્ટરોઇડ તેમની ઓર્બિટમાં ફરતા હોય છે, પણ અન્ય ગ્રહોની ગ્રેવિટિ અથવા અવકાશમાં અન્ય પથ્થરો સાથેની ટક્કર તેમના માર્ગમાં બદલાવ લાવે છે.

નાસાનું સેન્ટર ફોર નીઅર-અર્થ ઓબ્જેક્ટ સ્ટડીઝ (CNEOS) અવકાશમાં ફરતા એસ્ટરોઇડ્સનું સતત નિરીક્ષણ કરે છે. આ કેન્દ્ર વિશ્વની ઘણી વેધશાળાઓ જેમ કે Pan-STARRS, Catalina Sky Survey અને NEOWISE સાથે નજીકથી કામ કરે છે. નાસાના ગોલ્ડસ્ટોન રડાર જેવી અદ્યતન ટેકનોલોજીની મદદથી વૈજ્ઞાનિકો એસ્ટરોઇડની ભ્રમણકક્ષા અને ગતિનો ચોક્કસ અંદાજ લગાવી શકે છે. આ બતાવે છે કે શું એસ્ટરોઇડ પૃથ્વી માટે ખતરો બની શકે છે કે નહીં. જો કોઈ ખતરો હોય તો, સમયસર ચેતવણી જારી કરી શકાય છે.