આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે દિલ્હીવાસીઓને ભેટઃ મહિલા સમૃદ્ધિ યોજના લાગુ, દર મહિને 2500 રૂપિયા મળશે

mahilaSamridhiScheme

ભાજપ સરકારે દિલ્હીમાં મહિલા સમૃદ્ધિ યોજના હેઠળ મહિને રૂપિયા 2,500 આપવાની મંજૂરી આપી, આ યોજના માટે ૫૧૦૦ કરોડ રૂપિયાની ફાળવણી

મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ જાહેરાત કરી હતી કે દિલ્હી ચૂંટણી દરમિયાન ભાજપ સરકારે મહિલાઓને સમૃદ્ધિ યોજના હેઠળ દર મહિને રૂપિયા 2,500 આપવાનું વચન આપ્યું હતું. તે આજે પૂરું કરવા જઈ રહ્યા છીએ. દિલ્હી ભાજપ સરકારે મહિલા સમૃદ્ધિ યોજનાને મંજૂરી આપી છે. આજે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ પર આ સ્કીમને કેબિનેટ દ્વારા મંજૂરી આપવામાં આવી છે.

આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ, એટલે કે 8 માર્ચના રોજ, આજે દિલ્હીમાં આર્થિક રીતે નબળી મહિલાઓને સશક્ત બનાવવા માટે ભાજપ સરકારે મહિલા સમૃદ્ધિ યોજના શરૂ કરવામાં આવી છે. આ અંતર્ગત દિલ્હીની લાખો મહિલાઓને દર મહિને 2500 રૂપિયાની મદદ આપવામાં આવશે. મહિલા સમૃદ્ધિ યોજનાને આજે મંત્રીમંડળે મંજૂરી આપી દીધી છે. દિલ્હી કેબિનેટે આ યોજનાના અમલીકરણ માટે 5100 કરોડ રૂપિયાની ફાળવણીને મંજૂરી આપી છે.

આ યોજના અંગે કેટલીક માહિતી બહાર આવી રહી છે. ઉદાહરણ તરીકે, યોજનામાં અરજી કરવા માટેની શરતો શું હશે? કયા દસ્તાવેજોની જરૂર પડશે? મહિલાઓને 2500 રૂપિયા કેવી રીતે મળશે? ૨૫૦૦ રૂપિયા માટે કેવી રીતે અરજી કરવી?

મહિલા સમૃદ્ધિ યોજનાનો લાભ કોને મળશે?

  • આ યોજનામાં અરજી કરવા માટેની પહેલી શરત એ રહેશે કે અરજદાર મહિલા દિલ્હીની નાગરિક હોવી જોઈએ.
  • ભાજપે પહેલાથી જ સ્પષ્ટ કરી દીધું છે કે મહિલા સમૃદ્ધિ યોજના ગરીબ મહિલાઓ માટે છે.
  • આ યોજના એવી મહિલાઓ માટે છે જેમના ઘરની વાર્ષિક આવક 3 લાખ રૂપિયાથી ઓછી છે અને જેઓ ટેક્ષ ચૂકવતી નથી.
  • જેમની ઉંમર 18 થી 60 વર્ષની વચ્ચે છે અને તેઓ પાસે સરકારી નોકરી નથી, તેવી મહિલાઓ આ યોજના માટે અરજી કરી શકે છે.
  • આ યોજનામાં એવી મહિલાઓનો પણ સમાવેશ થાય છે જેમને સરકાર તરફથી અન્ય કોઈ નાણાકીય સહાય મળતી નથી.

નોંધણી કેવી રીતે થશે.. ઓનલાઈન કે ઓફલાઈન?

શું મારે મહિલા સમૃદ્ધિ યોજના માટે નોંધણી કરાવવા માટે કોઈ ઓફિસમાં જવું પડશે કે પછી હું ઘરેથી અરજી કરી શકીશ? જો તમારા મનમાં પણ આ પ્રશ્ન હોય, તો અમે તમને જણાવી દઈએ કે ટાઇમ્સ ઓફ ઇન્ડિયાના સૂત્રો અનુસાર, આખી પ્રક્રિયા ઓનલાઈન હશે. માનવામાં આવે છે કે મહિલા સમૃદ્ધિ યોજના માટે એક અલગ વેબસાઈટ અને મોબાઈલ એપ લોન્ચ કરવામાં આવી શકે છે.

અરજી કરવા માટે કયા દસ્તાવેજોની જરૂર પડશે?

  • મહિલા સમૃદ્ધિ યોજના માટે ઓનલાઈન અરજી કરવા આટલા દસ્તાવેજોની જરૂર પડશે.
  • આધાર કાર્ડ
  • દિલ્હીના રહેવાસી હોવાનું પ્રમાણપત્ર
  • બીપીએલ કાર્ડ
  • બેંક એકાઉન્ટ નંબર (આધાર કાર્ડ સાથે લિંક થયેલ જરૂરી)
  • મોબાઇલ નંબર (આધાર કાર્ડ સાથે લિંક થયેલ જરૂરી)
  • આવકનું પ્રમાણપત્ર
  • પાસપોર્ટ સાઇઝ ફોટો
  • જાતિ પ્રમાણપત્ર (જો લાગુ પડતું હોય તો)

ખાતામાં ક્યારે આવશે 2500 રૂપયા ?

દિલ્હી ભાજપના સાંસદ મનોજ તિવારીના જણાવ્યા અનુસાર, લાભાર્થીઓની યાદી તૈયાર કરવામાં અને તેમના ખાતામાં પૈસા ટ્રાન્સફર કરવામાં લગભગ 45 દિવસ (દોઢ મહિના) લાગી શકે છે.