રણવીર અલ્હાબાદિયા, અપૂર્વ મુખિજા અને શોના નિર્માતા સૌરભ બોથરા અને તુષાર પૂજારી રાષ્ટ્રીય મહિલા આયોગ (NCW) સમક્ષ હાજર થયા. બંનેએ લેખિતમાં માફી માંગી છે, અને ફરી આવું નહીં કરવાનું વચન આપ્યું.
ઈન્ડિયાઝ ગોટ લેટેન્ટ શો માં અશ્લીલ ટિપ્પણીઓ કરવા બદલ મુશ્કેલીમાં મુકાયેલા યુટ્યુબર્સ રણવીર અલ્હાબાદિયા અને અપૂર્વ મુખિજા પર અનેક રાજ્યોમાં FIR દાખલ કરવામાં આવી હતી. સુપ્રીમ કોર્ટ તરફથી ઠપકો મળ્યા પછી અલ્હાબાદિયા, મુખિજા અને અન્ય વ્યક્તિએ મહિલા આયોગ સમક્ષ હાજર થઈ અને લેખિત માફી માંગી હતી. અલ્હાબાદિયાએ કહ્યું છે કે પહેલી અને છેલ્લી વાર આ ભૂલ થઈ છે. આવી ભાષાનો ઉપયોગ થવો જોઈતો ન હતો.
રણવીર અલ્હાબાદિયા, મુખિજા અને શોના નિર્માતા સૌરભ બોથરા અને તુષાર પૂજારી ગુરુવારે રાષ્ટ્રીય મહિલા આયોગ (NCW) સમક્ષ હાજર થયા હતા. સૂત્રોના જણાવ્યા અનુસાર, બંને યુટ્યુબર્સની કલાકો સુધી પૂછપરછ કરવામાં આવી હતી. શુક્રવારે એક પત્રકાર પરિષદને સંબોધતા, પેનલ ચેરપર્સન રહાતકરે કહ્યું કે NCW અયોગ્ય ભાષાના ઉપયોગને સહન કરશે નહીં. એક પ્રશ્નના જવાબમાં, NCW વડાએ કહ્યું, “આયોગ સમક્ષ તુષાર પૂજારી, સૌરભ બોથરા, અપૂર્વ મુખિજા અને રણવીર અલ્હાબાદિયા એમ ચાર વ્યક્તિઓ હાજર થયા હતા. સૂત્રોના જણાવ્યા અનુસાર, બંને યુટ્યુબર્સની કલાકો સુધી પૂછપરછ કરવામાં આવી હતી.
પેનલ ચેરપર્સન વિજયા રહાટકરે શુક્રવારે કહ્યું કે ઓનલાઈન શો પર તેમની આવી ટિપ્પણીઓ સંપૂર્ણપણે અસ્વીકાર્ય છે. આયોગ અયોગ્ય ભાષાના ઉપયોગને ચલાવશે નહીં.
ભવિષ્યમાં વધુ કાળજી રાખશે
વિજયા રહાટકરે કહ્યું કે વ્યક્તિઓએ તેમની ટિપ્પણી પર દિલગીરી વ્યક્ત કરી છે. “સામાજિક અસરને ધ્યાનમાં રાખીને, તેમને નોટિસ જારી કરવામાં આવી હતી. તેઓ કમિશન સમક્ષ હાજર થયા અને ઊંડો ખેદ વ્યક્ત કર્યો. તેમણે કહ્યું કે તેમણે આ રીતે બોલવું જોઈતું ન હતું અને હવે તેમણે માફી માંગી છે,” રહાતકરે કહ્યું કે, ખાસ કરીને અલ્હાબાદિયાએ NCWને ખાતરી આપી હતી કે તેઓ ભવિષ્યમાં વધુ કાળજી રાખશે.
‘આ પહેલી અને છેલ્લી વાર આવી ભૂલ થઈ છે’
“આ પહેલી અને છેલ્લી વાર આવી ભૂલ થઈ છે. હવેથી હું મહિલાઓ વિશે કાળજીપૂર્વક વિચારીશ અને આદરથી બોલીશ,” અલ્હાબાદિયાએ કહ્યું. ગયા મહિને કોમેડિયન સમય રૈનાના શોમાં અલ્હાબાદિયા, મુખિજા અને અન્ય લોકોએ કરેલી ટિપ્પણીઓની રાષ્ટ્રીય મહિલા કમિશને નોંધ લીધી હતી.
ઉલ્લેખનિય છે કે, સમય રૈનાના શોમાં વાલીપણા અને જાતીય સંબંધો પર ટિપ્પણી કરવા બદલ અલ્હાબાદિયા વિરુદ્ધ અનેક એફઆઈઆર દાખલ કરવામાં આવી છે. જોકે, સુપ્રીમ કોર્ટે અલ્હાબાદિયાને ધરપકડથી વચગાળાનું રક્ષણ પૂરું પાડ્યું છે. કોર્ટે વધુમાં ટિપ્પણીઓને અશ્લીલ ગણાવી અને કહ્યું કે તેમના મનમાં ગંદકી છે જે સમાજને શરમજનક બનાવે છે.