દુબઈથી બેંગલુરુ ફ્લાઈટમાં આવી રહી ત્યારે તેની ધરપકડ કરાઈ, 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં
કન્નડ એક્ટ્રેસ અને એક સિનિયર IPSની દીકરી રાન્યા રાવ બેંગલુરુમાં કેમ્પેગોડા આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર સોનાની તસ્કરીના આરોપમાં ઝડપાઈ હતી. દુબઈથી બેંગલુરુ ફ્લાઈટમાં આવી રહી ત્યારે તેની ધરપકડ કરાઈ હતી. અહેવાલો અનુસાર કથિત રીતે તે દુબઈથી 14.8 કિલો સોનુ લાવતાં ઝડપાઈ હતી. તેણે મોટા ભાગનું સોનુ શરીર પર પહેર્યું હતું અને કેટલાક હિસ્સાને તેના શરીરમાં છુપાવ્યું હતું.
કન્નડ એક્ટ્રેસ અને સિનિયર આઈપીએસ ઓફિસરની દીકરી રાન્યા રાવ પાછલા કેટલાક વર્ષોથી તેની વારંવારની દુબઈ યાત્રાના કારણે DRIની દેખરેખમાં હતી. તે 3 માર્ચે રાત્રે દુબઈથી બેંગલુરુ ફ્લાઈટમાં આવી રહી ત્યારે તેની ધરપકડ કરાઈ હતી. તેણે મોટા ભાગનું સોનુ શરીર પર પહેર્યું હતું અને કેટલાક હિસ્સાને તેના શરીરમાં છુપાવ્યું હતું.
3 ફેબ્રુઆરીના રોજ મોડી રાત્રે ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સના અધિકારીઓએ તેની બેંગલુરુ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પરથી 14.8 કિલો સોના સાથે ધરપકડ કરી હતી. ત્યારબાદ તેને આર્થિક ગુના કોર્ટમાં રજૂ કરવામાં આવી હતી. હાજર થયા બાદ, અભિનેત્રીને 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલી દેવામાં આવી છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર રાન્યા રાવે 15 દિવસોમાં 4 વાર દુબઈની યાત્રા કરી છે. તેનાથી અધિકારીઓને તેના પર શંકા ગઈ અને તેની ધરપકડ માટે કાર્યવાહી શરૂ કરી.
DRI ટીમને રાન્યા રાવની સોનાની તસ્કરીમાં સામેલ હોવાની સુચના મળી હતી. DRI અધિકારીઓના જણાવ્યા અનુસાર, રાન્યા રાવ દુબઈથી અમીરાતની ફ્લાઇટ દ્વારા ભારત પરત ફરી રહી હતી. જેથી તેની ધરપકડ કરવા માટે કેટલાક કલાકો પહેલા જ તેઓ એરપોર્ટ પર પહોંચી ગયા હતા. સાંજે સાત વાગ્યે જ્યારે તે એરપોર્ટ પહોંચી ત્યારે તેની ધરપકડ કરાઈ. DRI અધિકારીઓને શંકા છે કે તે કોઈ મોટા દાણચોરી નેટવર્કનો ભાગ હોઈ શકે છે. હવે તપાસ એજન્સીઓ એ જાણવાનો પ્રયાસ કરી રહી છે કે શું આવું પહેલી વાર બન્યું છે કે પછી તે અગાઉ પણ સોનાની દાણચોરીમાં સામેલ હતી.
પોલીસ દ્વારા કસ્ટમ્સમાંથી છટકબારીનો હતો પ્રયાસ
મળતી માહિતી મુજબ, રાન્યા રાવ એરપોર્ટ પર ઊતરતાની સાથે જ તેણે પોતાનો પરિચય કર્ણાટકના DGPની પુત્રી તરીકે કરાવ્યો. તેણે સ્થાનિક પોલીસનો પણ સંપર્ક કર્યો અને તેને એરપોર્ટમાંથી બહાર કાઢવાનો પ્રયાસ કર્યો, પરંતુ DRI ટીમ તેને પૂછપરછ માટે બેંગલુરુમાં DRI મુખ્યાલય લઈ ગઈ. તપાસમાં જાણવા મળ્યું કે રાન્યાએ તેનાં કપડાંમાં થોડું સોનું છુપાવ્યું હતું. ગેરકાયદે સોનાની પુષ્ટિ થયા પછી, 3 માર્ચે સાંજે 7 વાગ્યે તેની અટકાયત કરવામાં આવી. આ શોધખોળ દરમિયાન 2.06 કરોડ રૂપિયાના સોનાના દાગીના અને 2.67 કરોડ રૂપિયા રોકડા જપ્ત કરવામાં આવ્યા હતા. એક્ટ્રેસની કસ્ટમ્સ એક્ટ, 1962 હેઠળ ધરપકડ કરવામાં આવી હતી અને તેને ન્યાયિક કસ્ટડીમાં મોકલવામાં આવી હતી.
રાન્યા કર્ણાટક પોલીસ હાઉસિંગ કોર્પોરેશનના ડિરેક્ટર જનરલ ઓફ પોલીસ (DGP) રામચંદ્ર રાવની સાવકી પુત્રી છે. રાન્યા રાવે 2024 માં કન્નડ ફિલ્મ માણિક્યથી તેની એક્ટિંગની શરૂઆત કરી હતી. ત્યારબાદ તેણે તમિલ ફિલ્મમાં પણ કામ કર્યું હતું.