મહિલાઓનાં વાંધાજનક વીડિયો વાયરલ કરનાર ત્રણ આરોપીઓના 7 દિવસના રિમાન્ડ મંજૂર

viralVideo-accused

આરોપીઓ પાસેથી 2000થી વધુ વીડિયો અને 60થી 70 જેટલા વિવિધ હોસ્પિટલો અને જાહેર સ્થળોના CCTV ફૂટેજ મળી આવ્યા છે. વીડિયોના ગ્રુપમાં એડ કરી 800થી 1000 રૂપિયામાં વીડિયો વેચતા હતા.

રાજકોટની પાયલ હોસ્પિટલમાં મહિલાઓના ચેકઅપનાં CCTV વીડિયો વાયરલ થવાના કેસમાં ઝડપાયેલ તમામ ત્રણેય આરોપીને અમદાવાદ મેટ્રોપોલિટન કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. કોર્ટે આરોપીઓના 7 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. સાયબર ક્રાઇમ દ્વારા આરોપીઓના 14 દિવસના રિમાન્ડની માગ કરવામાં આવી હતી.

અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે મહિલાઓના ચેકઅપ સમયના આપત્તિજનક સીસીટીવી ફૂટેજ વેચવાના કૃત્ય કરનાર ત્રણેય આરોપીઓ પ્રજવલ અશોક તૈલી, ચંદ્રપ્રકાશ ફુલચંદ અને પ્રજ રાજેન્દ્ર પાટીલને મેટ્રો કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. જેમાં કોર્ટે આરોપીઓના 1 માર્ચ સુધીના રિમાન્ડ મંજૂર કર્યા છે. રિમાન્ડની માંગણી કરતા સરકારી વકીલે કહ્યું હતું કે આરોપીઓએ કેટલા લોકોને CCTV વેચવામાં આવ્યા તેની તપાસ કરવી જરૂરી છે. મહિલાઓના વીડિયો પૈસા લઈને વેચવામાં આવતા હતા. અશ્લીલતાના વીડિયો વેચીને આરોપીઓ પૈસા મેળવતા હતા.

સરકારી વકીલે આરોપીઓના રિમાન્ડની માગ કરતા કોર્ટને જણાવ્યું હતું કે, આરોપીના મોબાઈલમાંથી 20 ટેલિગ્રામ આઈડી મળી છે. આરોપીઓ વીડિયોના ગ્રુપમાં એડ કરી 800થી 1000 રૂપિયામાં વીડિયો વેચતા હતા.આ ઉપરાંત સબ્સક્રિપ્શનના અલગ-અલગ રેટ લેવામાં આવતા હતા. બેંક એકાઉન્ટ તપાસવા અને અન્ય આરોપીઓ સંડોવાયેલા છે કે કેમ? તેની તપાસ કરવામાં આવશે. આરોપીની હાજરી વગર ગુનાના મૂળમાં જવું શક્ય નહીં.

પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે આરોપીઓ પાસેથી 2000થી વધુ વીડિયો અને 60થી 70 જેટલા વિવિધ હોસ્પિટલો અને જાહેર સ્થળોના CCTV ફૂટેજ મળી આવ્યા છે. આ ફૂટેજમાં માત્ર પાયલ હોસ્પિટલ જ નહીં, પરંતુ દેશના અન્ય શહેરોની હોસ્પિટલોના પણ CCTV ફૂટેજનો સમાવેશ થાય છે. આરોપીઓ હોસ્પિટલો, મોલ, જિમ અને અન્ય જાહેર સ્થળોના CCTV કેમેરા હેક કરીને મહિલાઓના ફૂટેજ મેળવતા હતા.

અમદાવાદ સાયબર ક્રાઇમ ડીસીપી લવિના સિન્હાએ 21 ફેબ્રુઆરીએ પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. જેમાં તેમણે જણાવ્યું કે, 100થી ઉપર મેમ્બરો પ્રિમિયમ ગ્રુપમાં હતા. 500થી વધુ મેમ્બર ડેમો ગ્રુપમાં હતાં. ટેકનિકલ આરોપી જેણે આખું સેટઅપ ગોઠવ્યું તે હજી પકડથી દૂર છે. હાલમાં અમારી તપાસ હેકર્સને લઈને છે. આ લોકોએ કેટલા વીડિયો મુક્યા, કેટલાં પૈસા કમાયા છે તેની પર છે. સાથે આ લોકો કઈ રીતે આ પ્રકારના વીડિયો ટેલિગ્રામ અને યુટ્યુબમાં વેચતા હતાં તેની તપાસ કરવામાં આવશે. આ લોકો સાથે કેટલા લોકો અને કેટલી ગેંગ સામેલ છે તની તપાસ અમે કરીશું.

હેકર્સ મામલે અમારી તપાસ ચાલુ છે. આ લોકોને મિત્ર મિની કરીને છે તે હેકર્સ છે. હજુ એક નામ છે જે અમને ટેલિગ્રામથી મળ્યું છે. મહારાષ્ટ્રના જે બે આરોપી છે અને બીજા ઓરોપીઓ સતત કોન્ટેક્ટમાં છે. ટેલિગ્રામમાં પણ સાથે છે. જે પ્રયાગરાજ વાળો આરોપી છે તે આ લોકોના કોન્ટેક્ટમાં નથી. તેણે જે વીડિયો મળતા હતાં તે વીડિયો તે મુકતા હતાં. ચંદ્રપ્રકાશ છે તે પ્રયાગરાજનો છે. તપાસમાં વિદેશના એન્ટાલીયા, જ્યોરજિયા, રોમાનિયાના આઇપી એડ્રેસ મળ્યા છે.

અમદાવાદ સાયબર ક્રાઈમમાં ફરિયાદ નોંધાયા બાદ અને અક કલમનો ઉમેરો કર્યો. ફરિયાદમાં કલમનો ઉમેરો કર્યો બાદ ત્રણ આરોપી પકડાયા છે. જેમાં પ્રાંજલ તૈલી, પ્રજ રાજેન્દ્ર પાટીલ અને ચંદ્રપ્રકાશ ફૂલચંદની ધરપકડ કરી છે. આ લોકોની તપાસ દરમિયાન પ્રાંજલ તૈલી મુખ્ય આરોપી છે. તેણે તેના મિત્ર સાથે આ ગ્રુપ ચલાવતા હતાં. યુટ્યુબની ચેનલો ચલાવતા હતાં. આ તપાસ દરમિયાન એ પણ સામે આવ્યું છે કે, તેમની પાસે 2000થી વધુ આવા વીડિયો છે અને અનેક ગ્રુપમાં આ વીડિયો છે.

આ લોકો પાસે આખું મેન્યુ કાર્ડ હોય છે. જેમાં કેવા પ્રકારના વીડિયો જોવા તે પ્રકારનું મેન્યુ હોય છે. 22 ટોપિક પરના વીડિયો, જે પ્રોનોગ્રાફિ અને અશ્લિલ કન્ટેન્ટના વીડિયો છે. આ આરોપીઓ 800થી 2 હજાર રૂપિયામાં વીડિયો વેચતા હતા. આમાં મુખ્ય હોસ્પિટલના ઘણા વીડિયો છે. અન્ય રાજ્યની હોસ્પિટલના અને 60થી 70 અલગ-અલગ જગ્યાના વીડિયો છે. હોસ્પિટલ ઉપરાંત લેબર રૂમ, ઈન્જેકશન રૂમ, મેડિકલ એક્ઝામિનેશનના વીડિયો છે. બસ સ્ટેન્ડ, મેરેજ હોલના, પાર્લરના, ગંગા રિવર સ્નાન સહિતના અનેક પબ્લિક પ્લેસના વીડિયો મળ્યાં છે. આ આરોપીઓ ત્રણ યુટ્યુબ ચેનલ પર મુકતા હતાં. તથા મેઘા ડેમોઝ કરીને ટેલિગ્રામ ચેનલ હતી તેના પર આ લોકો વીડિયો વેચતા હતાં. આ વીડિયોની કિંમત 800થી 2000ની હતી. જે પ્રાંજલ તૈલી છે તે સાત-આઠ મહિનામાં 8થી 9 લાખ રૂપિયા કામી ચૂક્યો છે.

પ્રાંજલ તૈલી સાથે તેનો મિત્ર પણ છે જેનું નામ આમાં સામે આવ્યું છે અને તેની તપાસ ચાલું છે. પાટીલ અને તૈલી બન્ને સંપર્કમાં હતાં. બન્ને મહારાષ્ટ્રના લાતુરની આજુબાજુના રહેવાસી છે. આ લોકો છથી આઠ મહિનાથી આ કામમાં સંકળાયેલા હતાં. ત્રીજો આરોપી ચંદ્રપ્રકાશ છે એ સિટી મોંડા કરીને યુટ્યુબ ચેનલ ચલાવતો હતો અને તે પ્રયાગરાજનો છે. આ એક-બે મહિનાથી જ આ કામમાં સંડોવાયેલો હતો. સિટી મોંડા ચેનલમાં તેણે આ વીડિયો મુક્યા છે.

ચંદ્ર પ્રકાશ નામના આરોપીએ કુંભના વીડિયો ફ્રી ઓફ કોસ્ટ યુટ્યુબના વીડિયો મેકમાંથી ઉપલબ્ધ કર્યાં અને પછી તેણે પોતાની ચેનલ પર અપલોડ કર્યા હતા. આમાં બે ટેલિગ્રામ આઇડી મળ્યા છે. બે ટાઈપના ટેલિગ્રામના ગ્રુપ ચલાવત હતાં. જેમાં ટેલીગ્રામમાં ડેમોસ રેગ્યુલર અને ડેમોસ પ્રિમિયમ ગ્રુપ ચલાવતા હતા. આ ગ્રપમાં જ આ પ્રકારના વીડિયો મુકતા હતાં. ડેમોસ રેગ્યુલર ગ્રુપમાં જનરલ અને થોડા જ વીડિયો મુકતા હતાં. જ્યારે પ્રિમિયમ ગ્રુપમાં વધારે પૈસા હતાં અને લોકો આમાં વધારે એડ થતાં તેઓ આમાં વધારે વીડિયો મુકતા હતાં.

તપાસમાં એ પણ સામે આવ્યું છે કે, આ લોકો સીસીટીવી હેક કરતા હતાં. હેકર્સમાં આ લોકોનો એક મિત્ર સીસીટીવી હેક કરવામાં હોશિયાર હતો. તેના ચોર્ચથી આ લોકો વીડિયો મેળવતા હતાં. આ મામલે પણ અમારી તપાસ ચાલું છે. આ લોકો કોઈ દબાણથી નહિ પણ હેક કરીને જ વીડિયો મેળવતા હતાં.