દિલ્હી ચૂંટણીમાં આપનો સફાયા બાદ કેજરીવાલની પ્રથમ પ્રતિક્રિયા

અરવિંદ કેજરીવાલે કહ્યું કે, ‘અમે છેલ્લા ૧૦ વર્ષમાં જનતાને મોંકો આપ્યો છે. અમે બહુ બધા કામો કર્યા. શિક્ષણ, સ્વાસ્થ્ય, પાણી, વીજળી ક્ષેત્રે સહિત અલગ-અલગ લોકોને રાહત પૂરી પાડવાની કોશિશ કરી. અમે દિલ્હીના માળખાગત સુવિધાઓને સુધારવાનો પ્રયાસ કર્યો. જાે શિક્ષણ પ્રણાલીમાં સુધારો કરવો હોય તો રાજનીતિ જ એનો રસ્તો છે. તેથી જ મેં મારું જીવન શિક્ષણ માટે સમર્પિત કર્યું છે અને ભવિષ્યમાં પણ તેના માટે કામ કરવાનું ચાલુ રાખીશ…