AMC દ્વારા વર્ષ 2025-26નું 14,001 કરોડનું બજેટ જાહેર, માળખાગત સુવિધા માટે ₹1000 કરોડની ફાળવણી કરાઈ

AMCBudget

AMC દ્વારા રોડ-રસ્તાનો વિકાસ, નવા ગાર્ડન, નવા ફાયર સ્ટેશન, નવા સ્પોર્ટ્સ સાયન્સ સેન્ટર, નવા રેલવે બ્રિજ, ઓવર અને અંડર બ્રિજ, નવું ડેટા સેન્ટર, નવા અર્બન હેલ્થ સેન્ટર બનાવવામાં આવશે.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશે વર્ષ 2025-26નું 14,001 કરોડનું બજેટ રજૂ કર્યું છે. મ્યુનિસિપલ કમિશનર એમ.થેન્નારસ દ્વારા સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ રજૂ કરવામાં આવેલ બજેટમાં શહેરમાં થનારા વિવિધ વિકાસ કાર્યોની જાહેરાત કરવામાં આવી છે.

ઓલિમ્પિક 2036 ને ધ્યાનમાં લઈ અમદાવાદ શહેરમાં સ્પોર્ટસ પ્રવૃત્તિને વેગ આપવા માટે અ.મ્યુ.કો.ના દરેક ઝોનમાં વિવિધ જગ્યાએ સ્પોર્ટસ ઈન્ફ્રાસ્ટ્રકચર સ્થાપવાની જોગવાઈ કરવામાં આવી છે. વિકસિત ભારત અને વિકસિત ગુજરાત અંતર્ગત વિકસિત અમદાવાદ 2047 બનાવવા પર ભાર મૂકવામાં આવ્યો છે.

AMC દ્વારા રોડ-રસ્તાનો વિકાસ, નવા ગાર્ડન, નવા ફાયર સ્ટેશન, નવા સ્પોર્ટ્સ સાયન્સ સેન્ટર, નવા રેલવે બ્રિજ, ઓવર અને અંડર બ્રિજ, નવું ડેટા સેન્ટર, નવા અર્બન હેલ્થ સેન્ટર બનાવવામાં આવશે.

  • આવાસ: 15000 નવા સરકારી આવાસ બનાવવામાં આવશે.
  • ભદ્ર પ્લાઝા રિડેવલપમેન્ટ: ભદ્ર પ્લાઝા પરિસરનું 10 કરોડનાં ખર્ચે રિડેવલપ કરાશે
  • વિકાસ: 20 મેટ્રો સ્ટેશનની આસપાસનાં વિસ્તારોને 270 કરોડનાં ખર્ચે વિકાસ કરાશે
  • નમોવનઃ લાલબહાદુર શાસ્ત્રી સ્ટેડિયમમાં 21 કરોડના ખર્ચે ‘નમોવન’ તૈયાર કરાશે
  • સ્પોર્ટસ થીમ આધારીત ડેવલપઃ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ, સરદાર વલ્લભભાઇ પટેલ સ્ટેડિયમ તેમજ નારણપુરા સ્પોર્ટસ કોમ્પલેક્ષ આસપાસના રોડને સ્પોર્ટસ થીમ આધારીત ડેવલપ કરાશે.
  • ગાર્ડન: અમદાવાદ શહેરમાં નવા 22 ગાર્ડન તૈયાર કરવામાં આવશે
  • સીટી સ્કવેર ટાવર: ₹470 કરોડના ખર્ચે સિંધુ ભવન ખાતે સીટી સ્કવેર ટાવર ઉભું કરાશે.
  • સેલની સ્થાપના: AI, GIS અને MIS સેલની સ્થાપના કરવામાં આવશે
  • રોડ-રસ્તા: 227 કરોડનાં ખર્ચે 51 રોડ વાઇટ ટોપિંગ કરવામાં આવશે
  • રોડ-રસ્તા: CG રોડ આસપાસનાં 3 રસ્તા 97 કરોડનાં ખર્ચે તૈયાર કરાશે
  • ફાયર સ્ટેશનઃ લાંભા, રામોલ-હાથીજણ, શાહીબાગમાં નવા ફાયર સ્ટેશન તૈયાર કરાશે
  • ડેટા સેન્ટરઃ AMC માટે નવું ડેટા સેન્ટર તૈયાર કરવામાં આવશે
  • અર્બન હેલ્થ સેન્ટરઃ નવા 5 અર્બન હેલ્થ સેન્ટરનું નિર્માણ કરવામાં આવશે
  • હેલ્થઃ હેલ્થ રેકોર્ડનું ડિજિટલાઈઝેશન કરવામાં આવશે.
  • SHE લોન્જ: મહિલાઓ માટે દરેક વોર્ડમાં SHE લોન્જ બનશે.
  • પિંક રિક્ષાઃ BRTS ફીડર રૂટમાં પિંક રિક્ષા મૂકવાનું આયોજન છે.
  • સ્પોર્ટ્સ સાયન્સ સેન્ટરઃ SVP ખાતે નવા સ્પોર્ટ્સ સાયન્સ સેન્ટરની જોગવાઇ કરાઇ
  • ઇલેક્ટ્રિક ચાર્જિંગ સ્ટેશનઃ જમાલપુર ખાતે નવા ઇલેક્ટ્રિક બસ માટે 100 ચાર્જિંગ સ્ટેશન તૈયાર કરવામાં આવશે
  • ટ્રાફિક જંક્શનઃ શહેરમાં 100 નવા ટ્રાફિક જંક્શન બનાવાશે
  • ટ્રાન્સપોર્ટેશનઃ AMTSમાં નવી 120 બસ ઉમેરવામાં આવશે
  • ટિકિટ-પાસ એપ્લિકેશન: AMTSમાં ટિકિટ અને પાસ માટે મોબાઈલ એપ બનાવવામાં આવશે
  • મલ્ટીમોડલ ટ્રાન્સપોર્ટ હબઃ RTO ખાતે મલ્ટીમોડલ ટ્રાન્સપોર્ટ હબ વિકસાવાશે
  • ઈન્ટીગ્રેટેડ મોડલનું ટર્મિનસઃ ઘુમા ખાતેના પ્લોટમાં ઈન્ટીગ્રેટેડ મોડલનું ટર્મિનસ બનાવાશે
  • આઈકોનિક રોડ: હાંસોલથી ઇન્દિરા બ્રિજ બાદ ₹418 કરોડના ખર્ચે સાત આઈકોનિક રોડ બનાવવામાં આવશે.
  • 5 રેલવે બ્રિજ તૈયાર કરવાનું આયોજન
    • SG હાઇવે ક્રોસ સાણંદ ચોકડી થતા અમદાવાદ બોટાદ રેલવેલાઈન પર ફ્લાય ઓવરબ્રિજ
    • સારંગપુર રેલવે ઓવરબ્રિજ રી-કન્સ્ટ્રક્શન
    • કાલુપુર રેલવે ઓવરબ્રિજ રી-કન્સ્ટ્રક્શન
    • અસારવા રેલવે ઓવરબ્રિજ રી-કન્સ્ટ્રક્શન
    • ચીમનભાઈ બ્રિજ વાઇડનિંગ
  • ઓવરબ્રિજ તેમજ અંડરબ્રિજ તૈયાર કરાશે
    • સ્લિવર સ્ટાર ચાર રસ્તા પર 80 કરોડનાં ખર્ચે ફ્લાય ઓવર બ્રિજ તૈયાર કરાશે
    • 250 કરોડનાં ખર્ચે ઇસ્કોન બ્રિજ તૈયાર કરાશે
    • પંચવટી જંક્શન પર 90 કરોડના ખર્ચે ઓવરબ્રિજ તૈયાર કરાશે
    • એસ.પી.રિંગરોડ પર રાજપથ રંગોલી જંક્શન અંડર પાસ 35 કરોડના ખર્ચે તૈયાર કરાશે
  • રિવરફ્રન્ટ: રિવરફ્રન્ટ ફેઝ 3 અંતર્ગત ઇન્દિરા બ્રિજથી નર્મદા મેઈન કેનાલ સુધીના વિસ્તારને વિકસાવવા ₹1000 કરોડની ફાળવણી.
  • વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ: જાસપુર ખાતે 400 MLD નો વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ શરૂ કરાશે.
  • માળખાગત સુવિધા: માળખાગત સુવિધા માટે ₹1000 કરોડની ફાળવણી કરવામાં આવી છે, જે 53% નો વધારો દર્શાવે છે.

ઉલ્લેખનીય છે કે 2023-24માં એએમસી દ્વારા 10801 કરોડ રૂપિયાનું બજેટ રજૂ કરવામાં આવ્યું હતું. આ સાથે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ, સરદાર વલ્લભભાઇ પટેલ સ્ટેડિયમ તેમજ નારણપુરા સ્પોર્ટસ કોમ્પલેક્ષ આસપાસના રોડને સ્પોર્ટસ થીમ આધારીત ડેવલપ કરાશે. નેટ ઝીરો અંતર્ગત રિસાયકલ મટીરીયલ, રીન્યુએબલ મટીરીયલ, લોકલ સોર્સ મટીરીયલ, પરમીટેબલ પેવમેન્ટ, એનર્જી એફિશિયન્ટ કન્સ્ટ્રક્શન મશીનરીનો ઉપયોગ કરી રોડની કામગીરી કરવા પ્લાનિંગ કરવાનું આયોજન કરવાની જોગવાઈ કરાઈ છે.