દિલ્હી વિધાનસભા ચૂંટણી: CM આતિશી સામે કોંગ્રેસે અલકા લાંબાને મેદાનમાં ઉતાર્યા, કાલકાજી સીટ પર જોરદાર ટક્કર

aatishiVsAlkaLamba

કોંગ્રેસ પાર્ટીએ દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીને પાઠ ભણાવવાની તૈયારી કરી લીધી છે. કોંગ્રેસે સીએમ આતિશી સામે અલકા લાંબાને મેદાનમાં ઉતાર્યા છે. કાલકાજી વિધાનસભા સીટ પર બંને વચ્ચે ગાઢ મુકાબલો થશે.

દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં કાલકાજી વિધાનસભા બેઠકની ચૂંટણી ખૂબ જ રસપ્રદ બનવા જઈ રહી છે. આ વખતે કોંગ્રેસે આ બેઠક પર AAPની ટોચની નેતાગીરીને ઘેરવાની તૈયારી કરી લીધી છે. કોંગ્રેસે સીએમ આતિશી સામે અલકા લાંબાને મેદાનમાં ઉતાર્યા છે. તમને જણાવી દઈએ કે, અલકા લાંબા કોંગ્રેસ પહેલા આમ આદમી પાર્ટીના નેતા હતા. અલકાએ 2015ની વિધાનસભા ચૂંટણી AAP સાથે લડી હતી. પરંતુ આ વખતે તે AAPને ખુલ્લો પડકાર આપવા જઈ રહી છે.

આજે કેન્દ્રીય ચૂંટણી સમિતિએ આગામી દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં કાલકાજી મતવિસ્તારમાંથી કોંગ્રેસના ઉમેદવાર તરીકે અલકા લાંબાના ઉમેદવારીપત્રને મંજૂરી આપી દીધી છે. આમ આદમી પાર્ટીના નેતા અને વર્તમાન સીએમ આતિશી આ સીટથી ધારાસભ્ય છે. આતિશી આ સીટ પરથી આગામી ચૂંટણી પણ લડી રહી છે. તેથી, આ બેઠક ખૂબ જ રસપ્રદ બની રહી છે.

https://twitter.com/ANI/status/1875160547605524741

વર્ષ 2015 ની ચૂંટણી તેણીએ આમ આદમી પાર્ટીની ટિકિટ પર લડી હતી અને જીતી હતી. વર્ષ 2020ની ચૂંટણી અલકા લાંબાએ કોંગ્રેસની ટિકિટ પર ચાંદની ચોક વિધાનસભાથી ચૂંટણી લડી હતી. પરંતુ તે સમયે તેણીને હારનો સામનો કરવો પડ્યો હતો. તેણી ત્રીજા સ્થાને હતી અને AAP નેતા પ્રહલાદ સિંહ જીત્યા હતા. આ વખતે અલકા લાંભા AAPના હરીફ તરીકે મેદાનમાં છે.

સૂત્રો દ્વારા કહેવામાં આવી રહ્યું છે કે ભાજપ દક્ષિણ દિલ્હીના પૂર્વ સાંસદ રમેશ બિધુરીને કાલકાજી સીટ પરથી મેદાનમાં ઉતારશે. જો આમ થશે તો આ બેઠક દિલ્હીમાં યોજાનારી ચૂંટણીમાં સૌથી હોટ બેઠકોમાંથી એક બની જશે. કારણ કે અહીં ત્રણેય પક્ષોના મોટા દિગ્ગજ નેતાઓ એકબીજા સાથે સ્પર્ધા કરતા જોવા મળશે. જેના કારણે આ સીટ જીતવી ઘણી મુશ્કેલ બની જશે.

અલકા લાંબાએ પોતાની રાજકીય સફર દિલ્હી યુનિવર્સિટીમાંથી વિદ્યાર્થી નેતા તરીકે શરૂ કરી હતી. વર્ષ 2003માં તેણે મોતી નગર વિધાનસભા બેઠક પરથી ભાજપના દિગ્ગજ નેતા અને પૂર્વ મુખ્યમંત્રી મદનલાલ ખુરાનાને પડકાર આપ્યો હતો. જોકે તે આ ચૂંટણી હારી ગઈ હતી, પરંતુ તેણે આ ચૂંટણીમાં ઘણી હેડલાઈન્સ બનાવી હતી.

દિલ્હીમાં સત્તારૂઢ આમ આદમી પાર્ટી (AAP) એ દિલ્હી વિધાનસભા ચૂંટણી 2025 માટે તેના તમામ ઉમેદવારોની યાદી જાહેર કરી છે. AAPએ દિલ્હીની તમામ 70 વિધાનસભા બેઠકો માટે ઉમેદવારોની જાહેરાત કરી દીધી છે. આમ આદમી પાર્ટીએ કાલકાજીમાંથી દિલ્હીના મુખ્યમંત્રી આતિષીને, AAPના સુપ્રિમો અને પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને નવી દિલ્હીથી મેદાનમાં ઉતાર્યા છે.