મંગળવારે લોકસભામાં એક દેશ એક ચૂંટણી બિલ રજૂ કરવામાં આવ્યું હતું, આ પ્રસંગે ઓછામાં ઓછા 20 ભાજપના સાંસદ સંસદમાં ગેરહાજર હતા. હવે સૂત્રોના જણાવ્યા અનુસાર, ભાજપ હાઈકમાન્ડે આ સાંસદોને નોટિસ મોકલી હોવાનું જાણવા મળે છે.
મંગળવારે લોકસભામાં એક દેશ એક ચૂંટણી બિલ રજૂ કરવામાં આવ્યું હતું, આ પ્રસંગે ઓછામાં ઓછા 20 ભાજપના સાંસદ સંસદમાં ગેરહાજર હતા. હવે સૂત્રોના જણાવ્યા અનુસાર, ભાજપ હાઈકમાન્ડે આ સાંસદોને નોટિસ મોકલી હોવાનું જાણવા મળે છે.
ગેરહાજર સાંસદો પાસેથી ખુલાસો માંગવામાં આવ્યો
ભાજપના સાંસદોની ગેરહાજરીને લઈને સવાલો થઈ રહ્યા છે, કેમ કે, બીજેપીએ રવિવારે જ વ્હીપ જારી કરીને કહ્યું હતું કે તમામ સાંસદોએ કોઈપણ કિંમતે સંસદમાં હાજર રહેવું પડશે, પરંતુ તેમ છતાં ઘણા નેતાઓ ગેરહાજર હતા. સોમવારે જ્યારે “વન નેશન-વન ઇલેક્શન” બિલ પર વોટિંગ થયું ત્યારે તેની તરફેણમાં 269 વોટ પડ્યા જ્યારે વિરોધમાં 198 વોટ પડ્યા. હવે જો તમામ સાંસદો હાજર હોત તો એનડીએને સમર્થનમાં વધુ વોટ મળી શક્યા હોત. હવે જરૂર કરતાં વધુ અનુશાસનમાં માનનાર ભાજપ હાઈકમાન્ડ આ વલણથી નારાજ છે, ગેરહાજર સાંસદોને સીધા જ બોલાવવામાં આવ્યા છે, તેમની પાસેથી ખુલાસો માંગવામાં આવ્યો છે.
બિલ રજૂ કરતી વખતે આ સાંસદો ગેરહાજર હતા
ભાજપના સૂત્રોએ જે જાણકારી આપી છે, તેમાં જણાવ્યા અનુસાર, લોકસભામાં આ બિલ રજૂ કરતી વખતે શાંતનુ ઠાકુર, જગદંબિકા પાલ, બી વાય રાઘવેન્દ્ર, ગિરિરાજ સિંહ, જ્યોતિરાદિત્ય સિંધિયા, નિતિન ગડકરી, વિજય બઘેલ, ઉદયરાજ ભોંસલે, ભાગીરથ ચૌધરી,જગન્નાથ સરકાર અને જયંત કુમાર રોય ગેરહાજર હતા.
“વન નેશન-વન ઇલેક્શન” બિલ જેપીસીમાં જાય છે
“વન નેશન-વન ઇલેક્શન” બિલની વાત કરીએ તો તેને સંયુક્ત સંસદીય સમિતિને મોકલવામાં આવ્યું છે. આવી અટકળો પહેલેથી જ લગાવવામાં આવી હતી કે બિલ સીધું જેપીસીમાં જશે કારણ કે એક જ વારમાં આ સુધારા પર સર્વસંમતિ સુધી પહોંચવું મુશ્કેલ હતું. આ વખતે સરકારે પહેલેથી જ આવી રણનીતિ બનાવી હોવાથી બહુ વિરોધ થયો નહોતો. હવે પાર્ટીના તમામ વરિષ્ઠ નેતાઓ આ બિલ પર વિચારમંથન કરશે, જરૂરી સુધારા કરશે, પછી તેને રજૂ કરવામાં આવશે.
નંબર ગેમને સંપૂર્ણ રીતે સમજો
લોકસભામાં અત્યારે 543 સાંસદો છે, આવી સ્થિતિમાં બિલ પાસ કરાવવા માટે NDAને 362 વોટની જરૂર છે. હાલમાં એનડીએ પાસે લોકસભામાં માત્ર 292 સાંસદો છે, આવી સ્થિતિમાં બહુમત પૂરો કરવા માટે વિપક્ષી સાંસદોની મદદની જરૂર પડશે. તેવી જ રીતે રાજ્યસભામાં આ બિલ પસાર કરવા માટે 164 વોટની જરૂર છે. NDA પાસે 112 મત છે અને 6 નામાંકિત સાંસદો પણ તેની સાથે છે. આવી સ્થિતિમાં અહીં પણ અન્ય પક્ષોના સમર્થનની જરૂર પડશે.