આધાર અપડેટ: સરકારે આપી મોટી રાહત, જાણો આધાર અપડેટ કરવાની છેલ્લી તારીખ

આધાર અપડેટ કરવાની છેલ્લી તારીખ 14 ડિસેમ્બર 2024 હતી, જે હવે 14 જૂન 2025 થઈ છે

નવી દિલ્હીઃ યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઈન્ડિયા (UIDAI) એ લોકોને મોટી રાહત આપતાં ફરી એકવાર આધાર અપડેટની સમયમર્યાદા 6 મહિના વધારી દીધી છે. અગાઉ, આધાર અપડેટ કરવાની છેલ્લી તારીખ 14 ડિસેમ્બર 2024 હતી, જે હવે 14 જૂન 2025 થઈ ગઈ છે. અગાઉ દર વખતે આધાર અપડેટ કરવાની સમયમર્યાદા ત્રણ મહિનાની હતી પરંતુ આ વખતે સરકારે તેને વધારીને 6 મહિના કરી છે. UIDAIએ ફેસબુક પર એક પોસ્ટ દ્વારા આ જાણકારી આપી છે.

આધાર અપડેટ માટે આ ડોક્યુમેન્ટ્સની જરૂર પડશે
આધાર અપડેટ કરવા માટે તમારે બે મહત્વપૂર્ણ દસ્તાવેજોની જરૂર પડશે. પ્રથમ ઓળખ પત્ર અને બીજું સરનામાનો પુરાવો. સામાન્ય રીતે આધાર અપડેટ માટે આધાર કેન્દ્ર પર 50 રૂપિયાની ફી લેવામાં આવે છે, પરંતુ UIDAI અનુસાર, આ સેવા 14 જૂન, 2025 સુધી ફ્રી છે. તમે ઓળખના પુરાવા તરીકે પાનકાર્ડ અને સરનામા માટે મતદાર કાર્ડ આપી શકો છો.

આધાર જાતે કેવી રીતે અપડેટ કરવો
મોબાઇલ અથવા લેપટોપથી UIDAIની વેબસાઇટ પર જાઓ. આ પછી Update Aadhaar ના ઓપ્શન પર ક્લિક કરો. હવે આધાર નંબર દાખલ કરીને OTP દ્વારા લોગિન કરો. આ પછી ડોક્યુમેન્ટ અપડેટ પર ક્લિક કરો અને વેરિફિકેશન કરો.
હવે નીચેની ડ્રોપ લિસ્ટમાંથી ઓળખ કાર્ડની સ્કેન કરેલી કોપી અને સરનામાના પુરાવા અપલોડ કરો. હવે સબમિટ પર ક્લિક કરો. ત્યારપછી તમને એક રિકવેસ્ટ નંબર મળશે અને ફોર્મ સબમિટ કરવામાં આવશે. તમે રિક્વેસ્ટ નંબર પરથી અપડેટની સ્થિતિ પણ ચેક કરી શકશો. થોડા દિવસો બાદ તમારું આધાર અપડેટ થઈ જશે.