મહારાષ્ટ્રમાં મહાવિકાસ અઘાડીને ઝટકો: સપા પ્રમુખ અબૂ આઝમીએ સમર્થન પાછું ખેંચ્યુ, ઉદ્ધવની શિવસેનાથી નારાજ

abu-asim-azmi

ઉદ્ધવ ઠાકરેની શિવસેનાએ ‘હિન્દુત્વ એજન્ડા’ અપનાવ્યો તેની સામે વાંધો
શિવસેના (યુબીટી) દ્વારા બાબરી મસ્જિદને ધ્વસ્ત કરનારને શુભકામના આપી હતી

મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણીમાં મહાયુતિ ગઠબંધનને પ્રચંડ જીત મળી હતી, મહાવિકાસ અઘાડીને કારમી હાર થઈ હતી. ત્યાર બાદ હવે મહાયુતિની સરકાર બની ગઈ છે. દેવેન્દ્ર ફડણવીસ મહારાષ્ટ્રનાં સીએમ તેમજ એકનાથ શિંદે અને અજિત પવાર ડેપ્યુટી સીએમ બન્યા છે. ત્યારે હવે મહાવિકાસ અઘાડી ગઠબંધનમાં તિરાડ પડવાની ચાલુ થઈ ગઈ છે.

મહારાષ્ટ્રમાં મહાવિકાસ અઘાડી ગઠબંધનને એક મોટો ઝટકો મળ્યો છે. સમાજવાદી પાર્ટીના પ્રમુખ અબૂ આઝમીએ શનિવારે કહ્યું કે, સપા મહાવિકાસ અઘાડી (MVA) ગઠબંધનથી પોતાનું સમર્થન પાછું લઈ રહી છે. જેનું મુખ્ય કારણ બાબરી મસ્જિદ વિધ્વંસના સંબંધમાં ઉદ્ધવ ઠાકરેની શિવસેના દ્વારા કરેલ ટિપ્પણીને જણાવવામાં આવ્યું છે.

https://twitter.com/abuasimazmi/status/1865337153242480822#

સમાજવાદી પાર્ટીએ પોતાનુ સમર્થન પાછુ લીધુ
અબૂ આઝમીએ કહ્યું, વિધાનસભા ચૂંટણીમાં હાર બાદ, શિવસેના (યુબીટી) પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ એક આંતરિક બેઠકમાં પોતાના નેતાઓ અને પાર્ટી કાર્યકર્તાઓને આક્રામક રૂપે હિન્દુત્વ એજન્ડાને આગળ વધારવા માટે કહ્યું. 6 ડિસેમ્બરે પાર્ટીના સોશિયલ મીડિયા પર બાબરી મસ્જિદ વિધ્વંસના પક્ષમાં એક સંદેશ પોસ્ટ કરવામાં આવ્યો હતો. ‘બાબરી મસ્જિદને ધ્વસ્ત કરનારને શુભકામના આપતા એક અખબારમાં શિવસેના (યુબીટી) દ્વારા એક જાહેરાત આપવામાં આવી હતી. તેમના (ઉદ્ધવ ઠાકરે) સહોયગીએ પણ મસ્જિદના વિધ્વંસના વખાણ કરતાં એક્સ પર પોસ્ટ કરી હતી. અમે તેને સહન નહીં કરી શકીએ. તેથી, અમે એવીએમાં ન રહેવાનો નિર્ણય કર્યો છે.’

શિવસેના (યુબીટી)એ કરી પોસ્ટ
શિવસેના (યુબીટી)ના નેતા મિલિન્દ નાર્વેકરે મસ્જિદના વિધ્વંસની એક તસવીર પોસ્ટ કરી અને સાથે જ શિવસેનાના સંસ્થાપક બાલ ઠાકરેના નિવેદન રૂપે અવતરણ ચિહ્નમાં લખ્યું, ‘મને એ લોકો પર ગર્વ છે, જેમણે આવું કર્યું.’

સમાજવાદી પાર્ટીના ધારાસભ્ય અબૂ આઝમીએ આરોપ લગાવ્યો કે, મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં પોતાની કારમી હાર બાદ શિવસેના (યુબીટી)એ ‘હિન્દુત્વ એજન્ડા’ અપનાવ્યો છે, જેનાથી સપા અસંમત છે. જેથી સમાજવાદી પાર્ટીને ગઠબંધનમાં પોતાના સમર્થન પર પુનઃવિચાર કરવો પડ્યો. અમે એમવીએ છોડી રહ્યા છીએ. હું અખિલેશ યાદવ સાથે વાત કરી રહ્યો છું.’ જણાવી દઈએ કે, મહારાષ્ટ્રમાં સમાજવાદી પાર્ટીના બે ધારાસભ્ય છે.