દીકરીના લગ્નમાં કિન્નરોએ મચાવ્યો આતંક!

અમદાવાદના ખોખરા વિસ્તારમાં આવેલ રાધે બંગ્લોઝમાં એક લગ્નપ્રસંગે કિન્નરો પૈસા માંગવા આવેલ હતા, રહીશોએ જણાવ્યું કે જે પણ પૈસા આપવામાં આવે એ લઈલો… રહીશોની વાત ન માની અને વધારે પૈસાની માંગ સાથે બીજા ૪૦-૫૦ કિન્નરો બોલાવાયા, ર્નિવસ્ત્ર થઈને અંગ પ્રદર્શન પણ કર્યું અને રહીશોને ધમકાવ્યા… કિન્નરોએ ત્યાં ઉપસ્થિત લોકોમાના અમૂકના વાળ ખેંચ્યા અને ટપલી દાવ પણ કર્યો… ઘટનાની જાણ પોલીસને કરી દેવામાં આવી છે, રહીશો ન્યાયની માંગ કરી…