મોરબી સબ જેલ ફરી વિવાદમાં: દુષ્કર્મનો કેદી જેલમાંથી ઇન્સ્ટાગ્રામ પર થયો લાઈવ, દારૂ-સિગરેટ પિતા હોય તેવો વીડિયો વાઈરલ

morbi-subjail

દારૂ અને મોબાઈલ ક્યાંથી આવ્યાં, તે બાબતે હાથ ધરાયું ચેકિંગ
આરોપી સામે યુવતી સાથે દુષ્કર્મ બાદ આત્મહત્યા માટે દુષ્પ્રેરણાનો ગુનો

મોરબી સબ જેલમાં કેદીએ ઇન્સ્ટામાં લાઈવ કર્યું હોવાનો એક વીડિયો વાયરલ થયો છે. જેને લઈને પોલીસે એક્શનમાં આવી ગઈ છે. દુષ્કર્મનો આરોપી ઇન્સ્ટાગ્રામ પર લાઈવ થયો હોવાની ઘટના સામે આવતાં જેલમાં મોબાઈલ ક્યાંથી આવ્યો તેને લઈને અનેક સવાલો થઈ રહ્યા છે.

મોરબીની જેલનો કેદી ઇન્સ્ટાગ્રામમાં લાઈવ
મોરબીની જેલમાં બાબુ દેવા કનારા નામનો કેદી મોબાઈલનો ઉપયોગ કરી ઈન્સ્ટાગ્રામમાં લાઈવ થયો હતો. જે વીડિયો વાયરલ થયા છે તેમાં કાચા કામના કેદી દારૂ પીતા, બાઈટિંગ કરતા અને સિગરેટ પીતા જોવા મળ્યાં છે. વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થતાં જેલમાં આરોપી પાસે મોબાઈલ ક્યાંથી આવ્યો? આરોપીને કોણે ફોન આપ્યો?, જેલમાં ઈન્ટરનેટ ક્યાંથી? સમગ્ર મામલે જેલ તંત્ર અને પોલીસની કામગીરી સામે અનેક સવાલો થઈ રહ્યા છે.

મળતી જાણકારી પ્રમાણે આ કેસને લઈને ડીવાયએસપી, એલસીબી અને એસઓજી સહિતની ટીમ મોરબી સબ જેલ ખાતે પહોંચી ગઈ છે. હવે જોવાનું એ રહેશે કે, આ મામલે કેવી કાર્યવાહી કરવામાં આવે છે? કારણ કે જેલમાં મોબાઈલ અને ઇન્ટરનેટ પહોંચ્યું છે તો પોલીસ પણ અત્યારે શંકાના દાયરામાં આવી છે. હવે જોવાનું એ છે કે, આ મામલે કેવી કાર્યવાહી કરવામાં આવે છે?

હવે પ્રશ્ન એ થાય છે કે, Morbi સબ જેલમાં કેદીઓને દારૂ, બાઇટિંગ, સિગરેટ, માચીસ, મોબાઈલ અને ખાસ કરીને ઇન્ટરનેટ કઈ રીતે મળી રહે છે? શું આ કોઈ ‘જમી જમાયેલી વ્યવસ્થા’ છે? કારણે કે કેદીઓને જેલમાં સજા ભોગવવા માટે રાખવામાં આવે છે. પરંતુ અત્યારે જે વીડિયો વાયરલ થઈ રહ્યો છે તેમાં તો કેદીઓ જલસા કરી રહ્યાં છે. સંભાવનાઓ સંપૂર્ણ રીતે છે કે, આમાં પોલીસની મિલીભગત હોવી જ જોઈએ. કારણ કે, જેલમાં પોલીસ ચેકિંગ વગત તો કોઈ આવી શકતું નથી. તો પછી દારૂ અને મોબાઈલ, તેમાં પણ સ્માર્ટ ફોન કેવી રીતે આવ્યાં?

નોંધનીય છે કે, જામનગરમાં યુવતી સાથે દુષ્કર્મ કેસમાં સજા ભોગવી રહેલો આરોપી બાબુ દેવા કનારા વિરુદ્ધ આત્મહત્યા માટે દુષ્પ્રેરણા સહિત હૈદરાબાદમાં લૂંટનો પણ ગુનો નોંધાયેલો છે. ભુજ, પોરબંદર સહિતની જેલમાં સજા ભોગવી ચૂકેલો આરોપી બાબુ છેલ્લા છ મહિનાથી મોરબીની જેલમાં હોવાની જાણકારી મળી છે.