ભારતે આજે ફરી એક વખત પાકિસ્તાનને હરાવ્યું છે. પુશઅપ કરવાની સ્પર્ધામાં એક ભારતીય સમગ્ર પાકિસ્તાન સામે ભારે પડ્યો છે અને પાકિસ્તાનને પરાસ્ત કરી દીધું છે. ખાસ વાત એ છે આ યુવકે પાકિસ્તાની યુવકની ચેલેન્જને સ્વીકારી પાકિસ્તાનનો રેકોર્ડ ધ્વસ્ત કર્યો હતો અને ગિનીસ બુક ઓફ રેકોર્ડ બનાવ્યો હતો.
ભારતીય પુશઅપ મેન રોહતાસ ચૌધરીએ ઈતિહાસ સર્જ્યો છે. પાકિસ્તાની યુવકે દિલ્લીના રોહતાસ ચૌધરીને સોશિયલ મીડિયા પર તેનો રેકોર્ડ તોડવા માટે ચેલેન્જ આપી હતી અને બોડી બિલ્ડર રોહતાસ ચૌધરીએ આ પડકારને સ્વિકાર્યો હતો. ગાંધીનગરના ટાઉનહોલ ખાતે રોહતાસ ચૌધરીએ 27 કિલો 800 ગ્રામ વજન સાથે માત્ર એક કલાકમાં એક પગે 722 પુશઅપ કરીને પાકિસ્તાનનો રેકોર્ડ ધ્વસ્ત કર્યો.
રોહતાસ ચૌધરીએ 722 પુશઅપ કરી ઈતિહાસ રચ્યો
પાકિસ્તાન બોડી બિલ્ડર અહમદ અમીનના નામે શરીર પર 27 કિલો 200 ગ્રામ વજન રાખી એક પગે એક કલાકમાં 534 પુશઅપનો કરવાનો રેકોર્ડ છે. જ્યારે રોહતાસ ચૌધરીએ 27 કિલો 800 ગ્રામ વજન સાથે એક કલાકમાં એક પગે 722 પુશઅપ કરી ઈતિહાસ રચ્યો. રોહતાસ ચૌધરીએ આ વર્લ્ડ રેકોર્ડ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને અર્પણ કર્યો.
પુશઅપ કરીને રોહતાસ ચૌધરીએ નવો રેકોર્ડ બનાવ્યો
ભારતીય યુવક રોહતાસ ચૌધરીએ પુશઅપમાં પાકિસ્તાનનો રેકોર્ડ તોડ્યો છે. માત્ર 45 મિનિટમાં 704 પુશઅપ કરીને રોહતાસ ચૌધરીએ નવો રેકોર્ડ બનાવ્યો છે. આ ભારતીયએ માત્ર 45 મિનિટમાં પાકિસ્તાનના રેકોર્ડને ધ્વસ્ત કરી દીધો છે. તમને જણાવી દઈએ કે રોહતાસ ચૌધરીએ અગાઉ જાન્યુઆરી 2024માં 37 કિલો વજન સાથે પુશઅપ કરીને સ્પેનનો પણ રેકોર્ડ તોડ્યો હતો. તમને જણાવી દઈએ કે રોહતાસે એક પગે પુશઅપ કરીને રેકોર્ડ બનાવ્યો છે.
અગાઉ આ ખેલાડીએ સ્પેનનો પણ રેકોર્ડ ધ્વસ્ત કર્યો હતો
ઉલ્લેખનીય છે કે પુશઅપ કરવાનો રેકોર્ડ અગાઉ પાકિસ્તાનના નામે હતો. પાકિસ્તાનના નામે 27 કિલો વજન સાથે 534 પુશઅપનો રેકોર્ડ હતો, જે ભારતના ખેલાડી રોહતાસ ચૌધરીએ તોડ્યો છે અને આ સાથે જ ખેલાડીએ પોતાના નામની સાથે સાથે દેશનું નામ પણ સમગ્ર વિશ્વમાં ગુંજતું કર્યું છે. અગાઉ આ જ ખેલાડીએ 37 કિલો વજન સાથે સ્પેનનો પણ રેકોર્ડ તોડ્યો હતો અને દેશનું નામ રોશન કર્યું હતું.
રોહતાસ ચૌધરી જીતેલો એવોર્ડ વડાપ્રધાન મોદીને અર્પણ કરશે
તમને જણાવી દઈએ કે રોહતાસ ચૌધરીએ અગાઉ જ્યારે એવોર્ડ જીત્યો હતો તો તે એવોર્ડ કોવિડમાં મૃત્યુ પામેલા પોલીસ જવાનોને અર્પણ કર્યો હતો. ત્યારે પાકિસ્તાન સામે રેકોર્ડ તોડીને રોહતાસ ચૌધરીએ જીતેલો એવોર્ડ આ ખેલાડી પીએમ મોદીને અર્પણ કરશે.