બિહારના પૂર્ણિયાના સાંસદ પપ્પુ યાદવને જાનથી મારી નાખવાની ધમકી મળી છે. ફોન કરનારે પોતાને લોરેન્સ વિશ્નોઈ ગેંગનો સભ્ય ગણાવ્યો છે. ધમકી આપનાર વ્યક્તિએ પપ્પુ યાદવને સલમાન ખાન કેસથી દૂર રહેવાની સૂચના પણ આપી છે. તેણે કોલ પર કહ્યું, ‘સલમાનના કેસથી દૂર રહો, અમે કર્મ અને કાંડ બંને કરીએ છીએ.’ ધમકી આપનાર વ્યક્તિનો દાવો છે કે ‘લોરેન્સ બિશ્નોઈ કલાકના ૧ લાખ રૂપિયા આપીને જેલમાં જૅમર બંધ કરાવીને પપ્પુ યાદવ સાથે વાત કરવાનો પ્રયાસ કરી રહ્યો છે, પરંતુ પપ્પુ યાદવ ફોન ઉપાડતો નથી.’
સલમાન કેસથી દૂર રહો, રેકી કરી રહ્યો છું, મારી નાખીશ’ સાંસદ પપ્પુ યાદવને ધમકી
સંબંધિત ન્યૂઝ
-
‘ખતરોં કે ખિલાડી’ અને ‘બિગ બોસ’ હવે સોની ટીવી પર પ્રસારિત થશે, એન્ડેમોલ શાઇન અને કલર્સ વચ્ચે મતભેદ
23 April, 2025 -
રાષ્ટ્રપતિ ટ્રમ્પે પહેલાથી જ વડા પ્રધાન મોદી સાથે વાત કરી : અમેરિકાના ઉપપ્રમુખ જેડી વાન્સ
23 April, 2025 -
જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયો આતંકી હુમલો, ઘણા લોકો ઘાયલ
22 April, 2025 -
મુંબઈમાં દેરાસર તોડવા મામલે જૈનોમાં આક્રોશ, કોંગ્રેસ સાથે ભાજપના ધારાસભ્યો પણ રસ્તા પર ઉતર્યા
19 April, 2025 -
વક્ફ સુધારા કાયદાને પડકારતી સુપ્રીમ કોર્ટમાં અરજીઓની સુનાવણી
16 April, 2025