ઉદ્યોગમાં સંકટને કારણે ૧૦૦થી વધુ હીરા ગ્રાઇન્ડીંગ કામદારોએ આત્મહત્યા કરી

અસંખ્ય લોકોને આજીવિકા પૂરી પાડતો અને જંગી માત્રામાં વિદેશી હૂંડિયામણ મેળવતો ગુજરાતનો ડાયમંડ પોલિશિંગ ઉદ્યોગ અભૂતપૂર્વ સંકટનો સામનો કરી રહ્યો છે. આ ઉદ્યોગમાંથી લાખો લોકો રોજીરોટી કમાઈ રહ્યા છે. ઉદ્યોગમાં સંકટને કારણે ૧૦૦ થી વધુ હીરા ગ્રાઇન્ડીંગ કામદારોએ આત્મહત્યા કરી છે.