ઈરાનનો ઈઝરાયેલ પર જોરદાર હુમલો, એકસાથે 200 મિસાઈલો ફેંકી, લોકો બંકરોમાં દોડી ગયા

Iran launches heavy attack on Israel

ઈરાની મિસાઈલો તેલ અવીવ પર ત્રાટક્યા બાદ ઈઝરાયેલની સંરક્ષણ પ્રણાલી એલર્ટ પર, એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે તેલ અવીવમાં અનેક મિસાઇલો ફેકી છે.

લેબેનોન પર ઇઝરાયેલના મિસાઈલ હુમલા ચાલુ છે. ઈઝરાયલ ડિફેન્સ ફોર્સે હવે ત્યાં ગ્રાઉન્ડ ઓપરેશન પણ શરૂ કરી દીધું છે. ઈઝરાયેલે પણ પોતાની ટેન્ક લેબનોન તરફ આગળ વધારી છે. સાથે જ હિઝબુલ્લાએ પણ કહ્યું છે કે તે સીધા યુદ્ધ માટે તૈયાર છે. પરંતુ આ બધાની વચ્ચે ઈરાનથી એક મોટા સમાચાર સામે આવ્યા છે. ઈરાન તરફથી ઈઝરાયેલ પર મોટો હુમલો કરવામાં આવ્યો છે. ઈરાને ઈઝરાયલ પર 120 થી વધુ મિસાઈલો છોડી દીધી છે. ઈરાની મિસાઈલો તેલ અવીવ સુધી પહોંચી ગયા બાદ ઈઝરાયેલની સંરક્ષણ પ્રણાલીઓને એલર્ટ પર રાખવામાં આવી છે. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે તેલ અવીવમાં ઘણી મિસાઈલ પડી છે.

લોકો બંકરોમાં દોડી ગયા
ઈરાની મિસાઈલોના ફેંકતા પહેલા સ્થાનિક લોકોને સુરક્ષીત બંકરો સ્થળમાં આશ્રય માટે લઈ ગયા હતા. સૂચન કર્યું હતું કે, બોમ્બ આશ્રયસ્થાનની નજીક રહેવાનો આદેશ આપવામાં આવ્યો હતો. ઇઝરાયલની વાયુસેનાએ દાવો કર્યો છે કે તેહરાન દ્વારા છોડવામાં આવેલી અનેક મિસાઇલોને તોડી પાડી છે. ટીવી સ્ટેશનોએ જેરૂસલેમ તેમજ મધ્ય ઇઝરાયેલના ભાગોમાં સાયરન સંભળાવવાની જાણ કરી. સેનાના પ્રવક્તાએ જણાવ્યું કે આ હુમલા ઇઝરાયેલના મધ્ય અને દક્ષિણ ભાગોમાં થયા છે.

ઇઝરાયેલના વિદેશ મંત્રાલયે ટ્વીટ
ઇરાને મંગળવારે રાત્રે ઇઝરાયેલ બેલેસ્ટિક મિસાઇલો છોડી હતી અને તેમાં એક પેલેસ્ટિનિયનનું મોત થયું હતું. ઈઝરાયેલે આનો એક વીડિયો પણ પોસ્ટ કર્યો છે, જેમાં જોવા મળે છે કે એક વ્યક્તિ રસ્તા પર જઈ રહ્યો હતો ત્યારે તેના પર હુમલો થયો. આ વીડિયો ઈઝરાયલના કબજા હેઠળના પશ્ચિમ કાંઠાનો હોવાનું કહેવાય છે.

લેબનોનમાં રિવોલ્યુશનરી ગાર્ડના ડેપ્યુટી કમાન્ડરનું મોત
તમને જણાવી દઈએ કે ઈઝરાયેલ દ્વારા નસરાલ્લાહને નિશાન બનાવીને કરવામાં આવેલા હુમલામાં લેબનોનમાં હાજર ઈરાનના રિવોલ્યુશનરી ગાર્ડના ડેપ્યુટી કમાન્ડરનું બેરૂતમાં મોત થયું હતું. જે બાદ સમગ્ર ઈરાનમાં શોક ફેલાયો હતો. આવી તસવીરો સામે આવી છે જેમાં ઈરાનના વરિષ્ઠ સૈન્ય અધિકારીઓ અને નેતાઓ રડતા અને છાતી પીટતા જોવા મળે છે. ઈરાની રિવોલ્યુશનરી ગાર્ડના નાયબ કમાન્ડર અબ્બાસ લેબનીઝ રાજધાનીમાં હાજર હતા. ઈઝરાયેલના હુમલામાં હસન નસરાલ્લાહ સાથે તે પણ માર્યો ગયો હતો. ત્યારથી એવી આશંકા હતી કે ઈરાન દ્વારા ઈઝરાયેલ પર હુમલો કરવામાં આવી શકે છે.

ઈરાનનો આ હુમલો કેટલો મોટો હતો?
ઈરાનનો ઈઝરાયેલ પર આ બીજો હુમલો છે. એપ્રિલમાં પણ ઈરાને ઈઝરાયેલ પર ડ્રોન અને મિસાઈલથી હુમલો કર્યો હતો. એપ્રિલની સરખામણીમાં આ થોડો મોટો હુમલો છે. પાંચ મહિના પહેલા એપ્રિલમાં ઈરાને ઈઝરાયેલ પર લગભગ 110 બેલેસ્ટિક મિસાઈલો અને 30 ક્રુઝ મિસાઈલોથી હુમલો કર્યો હતો.

ઈરાનની રિવોલ્યુશનરી ગાર્ડે શું બોલ્યા
ઈરાનની ઈસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ (IRGC) કહે છે કે અમારી સેનાએ પ્રથમ વખત હાઈપરસોનિક મિસાઈલનો ઉપયોગ કર્યો હતો અને 90 ટકા પ્રોજેક્ટાઈલ્સ (મિસાઈલ્સ/ડ્રોન) ચોક્કસ નિશાના ઉપર ફેક્યા હતા. IRGC સૂત્રોએ ઈરાનના રાજ્ય મીડિયાને જણાવ્યું કે હુમલાનું લક્ષ્ય ત્રણ ઈઝરાયેલી લશ્કરી ઠેકાણે હતું.