નાથુરામ ગોડસે એ બંને હથેળીઓ વચ્ચે રિવોલ્વર છુપાવીને ગાંધીજીને પ્રણામ કર્યા પછી છાતી ઉપર ગોળીઓ ચલાવીને હત્યા કરી હતી.
ગોડસેની કબૂલાત શું હતી? પોલીસે ગાંધીજીના હત્યારા નાથુરામ ગોડસેની ઓળખ કેવી રીતે કરી? જાણો કેવી રીતે બાપુના હત્યારાની થઈ.
30 જાન્યુઆરી 1948 ના રોજ નાથુરામ ગોડસે એ બંને હથેળીઓ વચ્ચે રિવોલ્વર છુપાવીને ગાંધીજીને પ્રણામ કર્યા પછી છાતી ઉપર ગોળીઓ ચલાવી અને ગાંધીજી નીચે પડતાની સાથે જ ગુજરી ચૂક્યા હતા. હત્યા કરનાર નાથુરામ ગોડસે પોલીસના હાથે ઝડપાઈ ગયો હતો. ટોળાએ તેના માથા પર લાકડીઓ પણ મારી હતી. ગોડસે કહેતો હતો, ‘મારે જે કરવું હતું તે કર્યું.
30 જાન્યુઆરી 1948ના રોજ ગાંધીજીની હત્યા કરવામાં આવી હતી. આ ષડયંત્ર આઝાદીના થોડા મહિના પછી શરૂ થયું હતું. મહાત્મા ગાંધીજીની હત્યાની 20 જાન્યુઆરી નક્કી કરવામાં આવી હતી. પરંતુ તે દિવસે હત્યારાઓ નિષ્ફળ રહ્યા હતા. 10 ફેબ્રુઆરી, 1949ના રોજ લાલ કિલ્લામાં ચાલી રહેલી અદાલતે ગાંધીની હત્યા પર ચુકાદો આપ્યો. તે નિર્ણય પરથી સમજી શકીયે કે હત્યારાઓએ સમગ્ર હત્યાકાંડ કેવી રીતે અંજામ આપ્યો હતો અને આ હત્યા કાંડમાં સામેલ લોકોમાં કુલ 9 આરોપી બનાવવામાં આવ્યા હતા. તેમાં નાથુરામ ગોડસે, નારાયણ આપ્ટે, ગોપાલ ગોડસે, વિષ્ણુ કરકરે, મદનલાલ પાહવા, દત્તાત્રેય પરચુરે, દિગંબર બેજ અને તેમના સેવક શંકર કિસ્તૈયા હતા. વિનાયક દામોદર સાવરકર પણ આરોપી હતા. જજ આત્માચરણે આઠ આરોપીઓને દોષિત ઠેરવ્યા હતા. નાથુરામ ગોડસે અને નારાયણ આપ્ટેને ફાંસીની સજા ફટકારવામાં આવી હતી. ગોપાલ ગોડસે, વિષ્ણુ કરકરે, મદનલાલ પાહવા, દત્તાત્રેય પરચુરે, દિગંબર બેજ અને શંકર કિસ્તૈયાને આજીવન કેદની સજા થઈ હતી. સાવરકરને પુરાવાના અભાવે નિર્દોષ જાહેર કરવામાં આવ્યા હતા.

મહાત્મા ગાંધીની હત્યા બાદ નાથુરામ ગોડસેની ઓળખ કેવી રીતે થઈ? ગોડસેએ હજારો લોકોની સામે ગોળીબાર કર્યો હોવા છતાં, ઓળખ કરવામાં આવી હતી. આ પ્રક્રિયામાં અનેક ચોંકાવનારા પાસાઓ સામે આવ્યા છે. આવો આ સમાચારમાં આપણે જાણીશું કે બાપુના મૃત્યુ પછી તેમના હત્યારા ગોડસેની ઓળખ કેવી રીતે થઈ. ગોડસેના બચાવમાં કોર્ટમાં કઈ દલીલો આપવામાં આવી હતી અને આખરે ગોડસેને કેવી રીતે સજા સંભળાવવામાં આવી
નાથુરામ ગોડસેને ઘટના સ્થળેથી પક્ડી પાટ્યો
મહાત્મા ગાંધીની હત્યા બાદ નાથુરામ ગોડસેની પોલીસે સ્થળ પરથી ધરપકડ કરી હતી. આ પછી, ગોડસે અને નારાયણ ડી. આપ્ટે અને વિષ્ણુ કરકરે જેવા કાવતરામાં સામેલ અન્ય 9 લોકો સામે કેસ નોંધવામાં આવ્યો હતો. પોલીસે ગોડસેની ઓળખ માટે અનેક પરેડ કરી. આ પ્રક્રિયામાં, ઘણા સાક્ષીઓએ ગોડસેને ઓળખી કાઢ્યા, જેમાં રામ ચંદર, સી. પાચેકો અને સુરજીત સિંઘ અગ્રણી હતા.
ઓળખ દરમિયાન બચાવ પક્ષે અનેક પ્રશ્નો ઉઠાવ્યા
ઓળખ દરમિયાન આ મુદ્દાઓ ઓળખવામાં આવ્યા હતી પહેલો મુદ્દો હતો માથા પરની પટ્ટી. બચાવ પક્ષે દાવો કર્યો હતો કે ગોડસેની ઓળખ એટલા માટે થઈ હતી કારણ કે તેના માથા પર પટ્ટી હતી, જ્યારે અન્ય આરોપી કેદીઓના માથા પર કોઈ પટ્ટી ન હતી. આના પર મેજિસ્ટ્રેટ કિશન ચંદે સ્પષ્ટતા કરી હતી કે ગોડસેની ઓળખ તેના માથા પર પટ્ટી બાંધવાના કારણે નથી થઈ પરંતુ અન્ય કારણોસર થઈ છે.
આઇડેન્ટિફિકેશન બચાવ પક્ષે શું દલીલો આપી?

બીજી દલીલ એ હતી કે નારાયણ આપ્ટે અને વિષ્ણુ કરકરે મરાઠી હોવાને કારણે ઓળખાયા હતા. બચાવ પક્ષે જણાવ્યું હતું કે સાક્ષીઓએ તેને ઓળખી કાઢ્યો હતો કારણ કે તે અન્ય કેદીઓ કરતાં અલગ દેખાતો હતો. જો કે, મેજિસ્ટ્રેટે આ દાવાને ફગાવી દીધો હતો અને કહ્યું હતું કે આપ્ટે અને કરકરેની ઓળખ માત્ર મરાઠી હોવાને કારણે થઈ નથી.
જાણો શું હતી ગોડસેની કબુલાત
નાથુરામ ગોડસેએ પોતે જ કબૂલાત કરી હતી કે તેણે મહાત્મા ગાંધીની હત્યા કરી હતી. 30 જાન્યુઆરી, 1948 ના રોજ, તેમણે બિરલા હાઉસમાં બાપુને ગોળી મારી દીધી હતી. આ પછી ગોડસે અને આપ્ટેની ધરપકડ કરવામાં આવી હતી અને તેમના પર કાર્યવાહી કરવામાં આવી હતી. કોર્ટમાં આપેલા પોતાના નિવેદનમાં ગોડસેએ કહ્યું હતું કે તેણે આ હત્યા કોઈ અંગત દુશ્મનીના કારણે નહીં પરંતુ તેના રાજકીય વિચારોને કારણે કરી છે.
સાવરકર પર ગાંધીજીની હત્યાનો પણ આરોપ હતો
નાથુરામ ગોડસે ઉપરાંત નારાયણ ડી. આપ્ટે અને વિષ્ણુ કરકરે પણ આ કેસમાં મુખ્ય કાવતરાખોરો હતા. આ સિવાય વિનાયક દામોદર સાવરકરની ભૂમિકા પર પણ પ્રશ્નો ઉઠાવવામાં આવ્યા હતા. સાવરકર પર આ ષડયંત્રમાં મુખ્ય ભૂમિકા ભજવવાનો આરોપ હતો, પરંતુ કોર્ટમાં પુરાવાના અભાવે સાવરકરને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા હતા.
ગોડસે અને આપ્ટેને ફાંસીના સજા થઈ

આ કેસમાં કોર્ટનો નિર્ણય 211 પાનાની ફાઇલમાં નોંધવામાં આવ્યો હતો. ગોડસે અને આપ્ટેને મૃત્યુદંડની સજા અને 15 નવેમ્બર 1949ના રોજ ફાંસી આપવામાં આવી હતી. સ્વતંત્ર ભારતમાં આ પ્રથમ મૃત્યુદંડ હતી. કોર્ટે આ કેસમાં આકરી સજા સંભળાવી હતી અને તેને ઐતિહાસિક ન્યાયિક નિર્ણયોમાંનો એક ગણવામાં આવ્યો હતો. જજ આત્માચરણે આઠ આરોપીઓને દોષિત ઠેરવ્યા હતા. નાથુરામ ગોડસે અને નારાયણ આપ્ટેને ફાંસીની સજા ફટકારવામાં આવી હતી. ગોપાલ ગોડસે, વિષ્ણુ કરકરે, મદનલાલ પાહવા, દત્તાત્રેય પરચુરે, દિગંબર બેજ અને શંકર કિસ્તૈયાને આજીવન કેદની સજા થઈ હતી. સાવરકરને પુરાવાના અભાવે નિર્દોષ જાહેર કરવામાં આવ્યા હતા.
ગોડસેના બચાવમાં કઈ દલીલો આપવામાં આવી?
બચાવ પક્ષે ગોડસેની ઓળખ પર પણ સવાલો ઉઠાવ્યા હતા અને કહ્યું હતું કે તેના માથા પરની પટ્ટીના કારણે જ તેની ઓળખ થઈ હતી. જોકે, આ દલીલ કોર્ટમાં ફગાવી દેવામાં આવી હતી. ગોડસેની પોતાની કબૂલાત પછી, બચાવ માટે વધુ અવકાશ બાકી રહ્યો ન હતો. આ કેસમાં અન્ય કાવતરાખોરોના નામ પણ સામે આવ્યા હતા, પરંતુ પુરાવાના અભાવે તેઓને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા હતા.