ગ્રેજ્યુએટની કુલ 8,113 જગ્યાઓ અને અંડરગ્રેજ્યુએટની 3,445 જગ્યાઓ પર ભરતી કરાશે
રેલ્વે NTPC ની 8113 જગ્યાઓ માટે rrbapply.gov.in પરથી અરજી કરી શકો છો
રેલ્વેમાં કામ કરવા માંગતા ઉમેદવારો માટે એક સારા સમાચાર આવી રહ્યા છે. રેલવે ભરતી બોર્ડ (RRB) એ બમ્પર ભરતીની જાહેરાત કરી છે. RRBએ NTPC(નોન-ટેકનિકલ પોપ્યુલર કેટેગરીઝ) ભરતી માટે અરજી પ્રક્રિયા શરૂ કરી છે. NTPCની 11558 જગ્યાઓ માટે ભરતી બહાર આવી છે.
RRB આજ(14મી સપ્ટેમ્બર)થી નોન ટેકનિકલ પોપ્યુલર કેટેગરી (NTPC) ની વિવિધ જગ્યાઓ પર ભરતી માટે અરજી પ્રક્રિયા શરૂ કરી છે. 5 વર્ષ બાદ કુલ 11558 જગ્યાઓ બહાર આવી છે. જેમાં ભરતી બોર્ડની જાહેરાત નંબર CEN 05/2024 હેઠળ ગ્રેજ્યુએટની કુલ 8,113 જગ્યાઓ ભરવામાં આવશે અને જાહેરાત નંબર CEN 06/2024 હેઠળ અંડરગ્રેજ્યુએટની કુલ 3,445 જગ્યાઓ એટલે કે કુલ 11,558 જગ્યાઓ ભરવામાં આવશે.
અરજી પ્રક્રિયા આજથી એટલે કે શનિવાર, 14 સપ્ટેમ્બર 2024થી શરૂ થઈ છે. રસ ધરાવતા અને લાયક ઉમેદવારો આ ભરતી માટે RRB NTPC ની સત્તાવાર વેબસાઇટ rrbapply.gov.in પરથી અરજી કરી શકે છે. ઉમેદવારો RRB વેબસાઈટ indianrailways.gov.in પર જઈને પણ અરજી ફોર્મ ભરી શકે છે.
RRB NTPC 2024 ભરતી અંડરગ્રેજ્યુએટ પોસ્ટ્સ માટે કોમર્શિયલ કમ ટિકિટ ક્લાર્ક, એકાઉન્ટ્સ ક્લાર્ક કમ ટાઈપિસ્ટ, જુનિયર ક્લાર્ક કમ ટાઈપિસ્ટ અને ટ્રેન ક્લાર્કની જગ્યાઓ માટે છે. જ્યારે ગ્રેજ્યુએટ પોસ્ટ્સ માટે, આ ભરતીઓ ચીફ કોમર્શિયલ કમ ટિકિટ સુપરવાઈઝર, સ્ટેશન માસ્ટર, ગુડ્સ ટ્રેન મેનેજર, જુનિયર એકાઉન્ટ આસિસ્ટન્ટ કમ ટાઈપિસ્ટ અને સિનિયર ક્લાર્ક કમ ટાઈપિસ્ટની જગ્યાઓ પર કરવામાં આવશે.
અરજી કરવાની છેલ્લી તારીખ 13 ઓક્ટોબર છે
ગ્રેજ્યુએટ ઉમેદરવાર માટેની ભરતી પ્રક્રિયા 14 સપ્ટેમ્બર, 2024ના રોજ શરૂ થશે અને 13 ઓક્ટોબર, 2024ના રોજ બપોરે 23.59 કલાકે સમાપ્ત થશે. જ્યારે અંડરગ્રેજ્યુએટ સ્તરની ભરતી પ્રક્રિયા સપ્ટેમ્બર 21, 2024 થી શરૂ થશે. ઉમેદવારો 20 ઓક્ટોબર, 2024 ના રોજ બપોરે 23.59 વાગ્યા સુધી આ માટે અરજી કરી શકશે.
અરજી ફી 500 રૂપિયા
RRB NTPC ભરતી માટે અરજી કરનારા ઉમેદવારોએ 500 રૂપિયાની અરજી ફી જમા કરવાની રહેશે. આ ફીમાંથી, CBTમાં હાજર થવા પર બેંક ચાર્જને બાદ કર્યા પછી 400 રૂપિયાની રકમ પરત કરવામાં આવશે. જ્યારે SC, ST, ભૂતપૂર્વ સૈનિકો, વિકલાંગ, મહિલા, ટ્રાન્સજેન્ડર, લઘુમતી અથવા EBC કેટેગરીના ઉમેદવારોએ 250 રૂપિયાની અરજી ફી જમા કરવાની રહેશે, જે CBTમાં હાજર થવા પર પરત કરવામાં આવશે (રૂ. 250).
RRB NTPC 2024 માટે અરજી પત્ર rrbapply.gov.in. પરંતુ ઓનલાઈન સ્વીકારવામાં આવશે. બોર્ડ દ્વારા ટૂંક સમયમાં વિગતવાર સૂચના બહાર પાડવામાં આવે તેવી અપેક્ષા છે. વધુમાં, રોજગાર સમાચારમાં આ બિન-તકનીકી પોસ્ટ્સ માટે ઑફલાઇન સૂચના બહાર પાડવામાં આવી છે.