રાહુલ દ્રવિડની 9 વર્ષ પછી ઘર વાપસી, રાજસ્થાન રોયલ્સના હેડ કોચ બન્યા

rahulDrawid

ટીમ ઈન્ડિયાના પૂર્વ કોચ રાહુલ દ્રવિડ 9 વર્ષ બાદ ઈન્ડિયન પ્રીમિયર લીગમાં પુનરાગમન કરવા માટે તૈયાર છે. આઈપીએલ 2025 પહેલા, રાજસ્થાન રોયલ્સે તેમને પોતાની ટીમના મુખ્ય કોચ તરીકે જાહેર કર્યા છે.

ઇન્ડિયન પ્રીમિયર લીગની ફ્રેન્ચાઇઝી રાજસ્થાન રોયલ્સે આજે ભૂતપૂર્વ ભારતીય કેપ્ટન અને કોચ રાહુલ દ્રવિડની મુખ્ય કોચ તરીકે નિમણૂકની જાહેરાત કરી છે. ટીમ ઈન્ડિયાએ T20 વર્લ્ડકપ 2024નો ખિતાબ જીત્યો હતો. આ સાથે મુખ્ય કોચ રાહુલ દ્રવિડનો કાર્યકાળ પણ સમાપ્ત થઈ ગયો છે. ટીમ ઈન્ડિયાને વર્લ્ડ ચેમ્પિયન બનાવનાર મુખ્ય કોચ રાહુલ દ્રવિડ હવે IPLમાં પરત ફર્યા છે. ટીમે શુક્રવારે આની જાહેરાત કરી હતી.

રાજસ્થાન રોયલ્સના X એકાઉન્ટ પર રાહુલ દ્રવિડની ગુલાબી જર્સી સાથેની એક તસવીર શેર કરવામાં આવી છે. કેપ્શનમાં લખ્યું છે કે, ભારતના સુપ્રસિદ્ધ વર્લ્ડકપ વિજેતા કોચ રાહુલ દ્રવિડ રાજસ્થાન રોયલ્સ માટે સનસનાટીપૂર્ણ વાપસી કરવા માટે તૈયાર છે!

https://x.com/rajasthanroyals/status/1832032047281455127

રોયલ્સ સ્પોર્ટ્સ ગ્રૂપના સીઈઓ જેક લશ મેકક્રમ દ્વારા ક્રિકેટ આઈકનને ગુલાબી જર્સી આપવામાં આવી હતી. દ્રવિડે કહ્યું, “વર્લ્ડકપ પછી મને લાગે છે કે હવે મારા માટે અન્ય પડકારનો સામનો કરવાનો સમય આવી ગયો છે અને રોયલ્સ તેને કરવા માટે યોગ્ય જગ્યા છે,”

રોયલ્સ પરિવારમાં દ્રવિડનું સ્વાગત કરતાં, રોયલ્સ સ્પોર્ટ્સ ગ્રૂપના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર જેક લશ મેકક્રમે કહ્યું, ‘રાહુલને ફ્રેન્ચાઈઝીમાં પાછો લાવીને અમે ખૂબ જ ખુશ છીએ. ભારતીય ક્રિકેટમાં તેણે જે ફેરફારો કર્યા છે તે તેની કોચિંગ ક્ષમતાનો પુરાવો છે. ફ્રેન્ચાઇઝી સાથે તેમનો ગાઢ સંબંધ છે. તેમની પાસે યુવા અને અનુભવી પ્રતિભા અને મૂલ્યો કે જેની સાથે તેઓ કામ કરે છે તેમાંથી શ્રેષ્ઠ બહાર લાવવાની કુશળતા ધરાવે છે.

https://x.com/rajasthanroyals/status/1832026373851869466/photo/1

જેક લુશ મેકક્રમે વધુમાં જણાવ્યું હતું કે, ‘રાહુલે કુમાર (સંગકારા) અને બાકીની ટીમ સાથે કામ કરવાનું શરૂ કરી દીધું છે કારણ કે અમે આ રોમાંચક નવા તબક્કાની તૈયારી કરી રહ્યા છીએ, IPL રિટેન્શન અને હરાજી નજીક છે.’

રોયલ્સમાં પરત ફરવા અંગે પોતાના મંતવ્યો વ્યક્ત કરતાં રાહુલ દ્રવિડે કહ્યું, ‘હું તે ફ્રેન્ચાઈઝીમાં પાછો આવીને ખુશ છું જેને મેં ભૂતકાળમાં ઘણા વર્ષોથી ‘ઘર’ તરીકે ઓળખાવ્યું હતું. વર્લ્ડ કપ પછી, મને લાગે છે કે મારા માટે બીજો પડકાર લેવાનો આ યોગ્ય સમય છે અને રોયલ્સ તેના માટે યોગ્ય સ્થળ છે.

રોયલ્સના ભૂતપૂર્વ કેપ્ટન અને કોચે 2011 થી 2015 સુધી ફ્રેન્ચાઇઝી સાથે પાંચ સીઝન વિતાવી હતી, અને હવે તેઓ તરત જ ટીમ સાથે કામ શરૂ કરશે, રોયલ્સના ક્રિકેટ ડિરેક્ટર કુમાર સંગાકારા સાથે કામ કરીને ફ્રેન્ચાઇઝીને બીજી વખત ટ્રોફી જીતવામાં મદદ કરશે.

રાહુલ દ્રવિડે IPL 2012 અને 2013માં રાજસ્થાન રોયલ્સની કેપ્ટનશીપ કરી છે. આ સિવાય તે 2014 અને 2015ની સિઝનમાં ટીમના ડાયરેક્ટર અને મેન્ટર પણ રહી ચૂક્યા છે. IPL 2016માં દ્રવિડ દિલ્હી ડેરડેવિલ્સમાં ગયો. વર્ષ 2019માં તેને નેશનલ ક્રિકેટ એકેડમીના વડા તરીકેની જવાબદારી સોંપવામાં આવી હતી. આ પછી, વર્ષ 2021 માં, તેને ટીમ ઇન્ડિયાનો મુખ્ય કોચ બનાવવામાં આવ્યો.