વીડિયો બનાવતી વખતે મોબાઈલ છીનવી લેવાનો પ્રયાસ કર્યો
આઈટી હબ બેંગલુરુથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. જેમાં એક મહિલાએ કોઈ એપ થકી ઓટો બુક કર્યા બાદ રાઈડ કેન્સર કરી તો ઓટો ડ્રાઈવરે તેનો પીછો કર્યો અને મહિલાની છેડતી કરી. એટલું જ નહીં પણ તેણે મહિલાને ગંદી-ગંદી ગાળો આપી અને થપ્પડ પણ મારી. જ્યારે મહિલાએ ઘટનાનો વીડિયો બનાવવાનું શરૂ કર્યું તો આરોપીએ તેને ધમકાવવાનું શરૂ કર્યું. હવે આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
કર્ણાટકની રાજધાની બેંગલુરુમાં છેડતીનો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. એક મહિલા જ્યારે એપ થકી બુક કરેલી ઓટો રાઈડને કેન્સલ કરી તો આરોપી ઓટો ડ્રાઈવરે પહેલા તેની છેડતી કરી અને પછી મહિલાને માર મારીને ભાગી ગયો.
વીડિયો જોવા માટે નીચે આપેલ લીંક ઉપર ક્લિક કરો.
https://x.com/east_bengaluru/status/1831519768253231392
ન્યૂઝ એજન્સીના રિપોર્ટ મુજબ પીડિતાએ જણાવ્યું કે, બુધવારે તેણે અને તેની મિત્રએ ઓલા એપ થકી અલગ અલગ બે ઓટો બુક કરાવી હતી. જેમાંથી એક મિત્રની ઓટો પહેલા આવી, જેથી મહિલાએ પોતાની રાઈડ કેન્સલ કરી દીધી. રાઈડ કેન્સલ થતાં ગુસ્સામાં આવેલા ઓટો ડ્રાઈવરે મહિલાનો પીછો કર્યો. પરિસ્થિતિ સમજાવ્યા બાદ પણ ઓટો ડ્રાઈવર બૂમો પાડીને મહિલાને અપશબ્દો બોલવા લાગ્યો અને પછી માર માર્યો અને દુર્વ્યવહાર પણ કર્યો.
મહિલાએ કહ્યું કે, ઓટોવાળાએ તેને કહ્યું કે ઓટો તેના બાપની છે, આ ઉપરાંત પણ મહિલાને અનેક અપમાનજનક શબ્દો કહ્યાં. જ્યારે પીડિતા આ ઘટનાનો વીડિયો બનાવવા લાગી તો આરોપી ઓટો ડ્રાઈવરે તેને ધમકી આપતા મોબાઈલ ઝુંટવવાનો પણ પ્રયાસ કર્યો. મહિલાએ કહ્યું કે, આ ઘટનાનો વિરોધ કરવા પર ઓટો ડ્રાઈવરે બધાંની સામે તેને ફડાકો મારી દીધો અને ચંપલથી પણ હુમલો કર્યો. મહિલાએ કહ્યું કે, આ દરમિયાન આજુબાજુ ઉભેલા લોકો માત્ર મૌન રહીને તમાશો જોતા હતા.
પીડિતાએ પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર આ ઘટનાનો ઉલ્લેખ કરતા તેને ઘણો જ ડરાવનારો અનુભવ જણાવ્યો. મહિલાએ તેની સાથે જ ઓનલાઈન ટેક્સી ઉપલબ્ધ કરાવનારી કંપનીને પણ ટેગ કર્યો અને કાર્યવાહીની પણ માગ કરી. કંપની તરફથી તેમણે જવાબ આપતા કહ્યું કે, આ ચિંતાજનક છે અને તે ઘટનાની તપાસ કરશે.
સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ થયા બાદ શહેરના ADG આલોક કુમારે મહિલાને યોગ્ય કાર્યવાહીનું આશ્વાસન આપ્યું છે. ઘટનાનો વીડિયો મહિલાએ સોશિયલ મીડિયા પર પણ શેર કર્યો છે.
મહિલાની પોસ્ટ પર પ્રતિક્રિયા આપતા કહ્યું, એડીજીપીએ કહ્યું- આવો વ્યવહાર અસ્વીકાર્ય છે, તેમના જેવા કેટલાંક લોકો ઓટો ચાલક સમુદાયને ખરાબ ચીતરે છે. આરોપી ડ્રાઈવર વિરુદ્ધ કાર્યવાહીના આદેશ આપવામાં આવ્યા છે.