Paris Olympic 2024: ભારતીય કુસ્તીબાજ અમન સેહરાવતે કરી સેમિફાઈનલમાં કરી એન્ટ્રી

amansehrawat

ક્વાર્ટર ફાઈનલમાં અલ્બાનિયાના ઝેલીમખાન અબાકારોવને 12-0થી હરાવ્યો

પેરિસ ઓલિમ્પિકમાંથી એક સારા સમાચાર સામે આવ્યા છે. ભારતીય રેસલર અમન સેહરાવતે અલ્બેનિયાના ઝેલીમખાન અબાકારોવને 12-0થી હરાવી સેમિફાઈનલમાં પોતાની જગ્યા બનાવી લીધી છે.

ભારતીય રેસલર અમન સેહરાવત પેરિસ ઓલિમ્પિકમાં 57 કિગ્રા વજન વર્ગમાં સતત બે મેચ જીતીને સેમિફાઈનલમાં પ્રવેશ કર્યો છે. તેણે ક્વાર્ટર ફાઈનલમાં અલ્બેનિયાના ઝેલિમખાન અબાકારોવને 12-0થી હરાવ્યો. હવે અમન સેહરાવત ઓલિમ્પિક મેડલથી માત્ર એક જીત દૂર છે. જો તે ફાઈનલમાં પ્રવેશે છે, તો તેમનું ગોલ્ડ કે સિલ્વર નિશ્ચિત થઈ જશે.

અમન સેહરાવત સેમિફાઈનલમાં જાપાનના રેઈ હિગુચી સામે ટકરાશે. આ મેચ ભારતીય સમય અનુસાર રાત્રે 9.45 વાગ્યે રમાશે. હિગુચીએ રિયો 2016માં સિલ્વર જીત્યો હતો.

ક્વાર્ટર ફાઈનલની મેચમાં બે મિનિટથી વધુ સમય બાકી હતો ત્યારે અમને ઝેલિમખાન અબાકારોવને હરાવ્યો હતો. અમને ખૂબ જ ઓછા સમયમાં અબાકારોવ પર લીડ મેળવી લીધી. આ પછી થોડી જ સેકન્ડોમાં લીડ વધીને 12-0 થઈ ગઈ. નિયમો મુજબ જો કોઈ કુસ્તીબાજ વિરોધી પર 10 પોઈન્ટની લીડ લે છે, તો મેચ ત્યાં જ સમાપ્ત થઈ જાય છે. તેથી, સમય બાકી હોવાથી અમનને વિજેતા જાહેર કરવામાં આવ્યો.