રાજ્યભરમાં ચાંદીપુરા વાઇરસથી સંક્રમિત દર્દીઓના કેસમાં ઉછાળો

રાજ્યભરમાં ચાંદીપુરા વાઇરસથી સંક્રમિત દર્દીઓના કેસમાં દિવસેને દિવસે ઉછાળો આવી રહ્યો છે. આજે રાજકોટમાં ૩, અમદાવાદમાં ૨ અને પંચમહાલ જિલ્લામાં ૧ બાળકનું મોત થતા રાજ્યભરમાં ચાંદીપુરા વાઇરસના કુલ કેસની સંખ્યા વધીને ૩૫ થઈ છે. મૃત્યુઆંક વધીને ૨૧ થયો છે. રાજ્યના અમુક જિલ્લામાં શંકાસ્પદ વાઇરલ એન કે ફેલાઇટીસ (ચાંદીપુરા)ના કેસો નોંધાયેલ છે. જે સેન્ડફલાયના કરડવાથી ૧૪ વર્ષથી નાના બાળકોમાં વધારે જાેવા મળે છે….