“બુલડોઝર ચાલશે તો જનતા કેવી રીતે મત આપશે?” યોગી સરકારના મંત્રી સંજય નિષાદે બાબાની બુલડોઝર નીતિ પર ઉઠાવ્યો સવાલ

nishad-party-chief-sanjay-nishad-aised-questions-against-bulldozer-action-in-state

હવે ભાજપના સહયોગી નિષાદ પાર્ટીના ચીફ યોગી સરકારના કેબિનેટ મંત્રી સંજય નિષાદે મુખ્યમંત્રીની કાર્યશૈલી પર સવાલ ઉઠાવ્યા છે અને કહ્યું છે કે “બુલડોઝર ચાલશે તો જનતા કેવી રીતે મત આપશે?”

ઉત્તર પ્રદેશમાં ભાજપના સહયોગી નિષાદ પાર્ટીના વડા અને યોગી સરકારમાં કેબિનેટ મંત્રી સંજય નિષાદે મુખ્યમંત્રીની કાર્યશૈલી પર સવાલ ઉઠાવ્યા છે અને કહ્યું છે કે કે “બુલડોઝર ચાલશે તો જનતા કેવી રીતે મત આપશે?” મીડિયા સાથે વાત કરતા તેમણે કહ્યું કે જો આપણે ગરીબોના ઘર તોડી નાખીશું તો તેઓ અમને બરબાદ કરશે. તેમણે કહ્યું કે યુપીમાં બુલડોઝરની કાર્યવાહીથી જનતા નારાજ છે. સંજય નિષાદે પ્રશાસનિક અધિકારીઓ પર પણ નિશાન સાધતા કહ્યું છે કે આજે પણ ઘણા અધિકારીઓ અંદરથી હાથી, પંજા અને સાઇકલ છે અને જ્યારે પણ મોકો મળે છે ત્યારે આપણને નીચો દેખાડી દે છે. તેમણે કહ્યું કે તેમનાથી આપણે દરેકને સાવધાન રહેવું પડશે અને કાર્યકર્તાઓનું સન્માન કરીને જ આગળ વધી શકીશું.

ભાજપ પ્રત્યેની નારાજગીના સમાચાર પર સંજય નિષાદે આવી કોઈપણ વાતનો ઇનકાર કર્યો હતો પરંતુ સ્વીકાર્યું હતું કે, સાથી પક્ષોને પણ ભાજપ પ્રત્યેની જનતાની નારાજગીનો ભોગ બનવું પડ્યું છે. આ સાથે તેમણે ઉમેર્યું હતું કે, સાચો સાથીએ છે જે માત્ર નફાના સમયમાં જ નહીં પરંતુ નુકસાનના સમયમાં પણ તમારી સાથે રહે.

લોકસભા ચૂંટણી દરમિયાન ઉત્તર પ્રદેશમાં ભાજપ અને તેની આગેવાની હેઠળના રાષ્ટ્રીય લોકતાંત્રિક ગઠબંધનનું પ્રદર્શન નબળું હતું ત્યારે સમગ્ર દોષનો ટોપલો મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પર નાખવામાં આવ્યો હતો. ચૂંટણીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નામ પર વોટ માંગવામાં આવ્યા હતા, પરંતુ યુપીમાં ભાજપ અને તેના સાથી પક્ષોને ઓછા વોટ મળવાનો સમગ્ર દોષનો ટોપલો મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પર નાખવાના પ્રયાસો થઈ રહ્યા છે.

રવિવારે યોજાયેલી યુપી ભાજપ વર્કિંગ કમિટીની બેઠકમાં નાયબ મુખ્યમંત્રી કેશવ પ્રસાદ મૌર્યએ કહ્યું કે, સરકાર કરતાં સંગઠન મોટું હોય છે, આના દ્વારા તેમણે એવો સંકેત આપવાનો પ્રયાસ કર્યો હતો કે સંગઠન પર હાલમાં સરકારનું વર્ચસ્વ છે. આ ઉપરાંત ભાજપના એક ધારાસભ્યએ પણ પાર્ટી હાઈકમાન્ડને યુપી પર તાત્કાલિક ધ્યાન આપવા વિનંતી કરી છે.