સાયબર ઠગે નૈનીતાલ બેંક હેક કરી ૧૬.૫ કરોડ રૂપિયાની ચોરી કરી

નોઈડાઃ સાયબર ફ્રોડના મામલામાં સતત વધારો જાેવા મળી રહ્યો છે. આ વખતે સાયબર ઠગોએ માત્ર એક જ બેંકને નિશાન બનાવી છે, સાયબર ઠગ્સે એક જાણીતી બેંકની આરટીજીએસ ચેનલ હેક કરીને અંદાજે ૧૬.૫ કરોડ રૂપિયાની ચોરી કરી છે, બેંક તરફથી મળેલી ફરિયાદ બાદ સાયબર ક્રાઈમ સ્ટેશનની પોલીસે સમગ્ર મામલાની તપાસ હાથ ધરી છે.