ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેને પોતાની ધરપકડને લઈને કેન્દ્ર સરકાર પર સતત પ્રહારો કરી રહ્યા હતા. તેઓ ભાજપ પર આદિવાસીઓને હેરાન કરવાનો આરોપ પણ લગાવતા રહ્યા છે. આ સાથે તેમણે કહ્યું છે કે ઝારખંડમાંથી ભાજપનો સફાયો થઈ જશે.
પાંચ મહિના જેલમાં વિતાવ્યા બાદ હાલ થોડા સમય પહેલા જ ઝારખંડ મુક્તિ મોરચાના નેતા હેમંત સોરેન જામીન ઉપર જેલમાંથી મુક્તિ મળી હતી. જેલમાંથી બહાર આવતાની સાથે જ તેમણે ફરી એકવાર ઝારખંડ મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા, તે બાદ મુખ્યમંત્રી સોરેનની જેલમાંથી છૂટ્યા બાદ પહેલી મુલાકાત પીએમ મોદી સાથે સોમવારે રાષ્ટ્રીય રાજધાની દિલ્લી ખાતે કરી હતી. “ઝારખંડના સીએમ હેમંત સોરેન પીએમ નરેન્દ્ર મોદીને મળ્યા, તેની જાણકારી વડાપ્રધાન કાર્યાલયે ટ્વિટર પર પોસ્ટ કર્યું કરીને જાણ કરી હતી.
તમને જણાવી દઈએ કે ઝારખંડમાં આ વર્ષના અંતમાં વિધાનસભા ચૂંટણીનું આયોજન શક્ય છે. હવે આ ચૂંટણીની મોસમ વચ્ચે ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેન દિલ્હી જઈને PM નરેન્દ્ર મોદીને મળ્યા છે. બંને નેતાઓની મુલાકાતે હવે ઘણી ચર્ચાઓને જન્મ આપ્યો છે.
PM સાથે સૌજન્ય મુલાકાત હતી: હેમંત સોરેન
હેમંત સોરેનો પોતાની ધરપકડને લઈને કેન્દ્રની મોદી સરકાર પર સતત પ્રહારો કરતા રહ્યા હતા. સોરેને ભાજપ પર આદિવાસીઓને હેરાન કરવાનો આરોપ લગાવતા રહ્યા છે. આ સાથે તેમણે કહ્યું છે કે ઝારખંડમાંથી ભાજપનો સફાયો થઈ જશે. જો કે આ બધાની વચ્ચે તેઓ વડાપ્રધાન મોદીને મળ્યા છે. બંન્નેની મુલાકાતની તસવીર શેર કરતા સીએમ સોરેને કહ્યું કે આ ‘વડાપ્રધાન મોદી સાથે સૌજન્ય મુલાકાત’ હતી. ઝારખંડ મુક્તિ મોરચા (JMM) ના કાર્યકારી પ્રમુખે કથિત જમીન કૌભાંડ સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા 31 જાન્યુઆરીએ તેમની ધરપકડ પહેલાં મુખ્ય પ્રધાન તરીકે રાજીનામું આપ્યું હતું.
વિધાનસભાની ચૂંટણી નિર્ધારિત સમય પહેલા યોજાઈ શકે
હેમંત સોરેને લગભગ પાંચ મહિના જેલમાં વિતાવ્યા પછી જામીન મળ્યા હતા. 4 જુલાઈએ ફરીથી મુખ્યમંત્રી બન્યા. ઝારખંડ હાઈકોર્ટે તેમને જામીન આપતાં કહ્યું છે કે પ્રથમ દૃષ્ટિએ તે ગુનાહ માટે દોષિત નથી અને જામીન પર હોય ત્યારે તે કોઈ ગુન્હો કરે તેવી કોઈ શક્યતા નથી. એવા સમાચાર છે કે ઝારખંડમાં વિધાનસભાની ચૂંટણી નિર્ધારિત સમયના બે મહિના પહેલા ઓક્ટોબરમાં યોજાઈ શકે છે. હરિયાણા અને મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી એક જ સમયે યોજાવાની છે. જે શેડ્યૂલ હેઠળ આ બે રાજ્યોમાં ચૂંટણી પહેલા મતદાર યાદીને અપડેટ અને સુધારવાની પ્રક્રિયા ચાલી રહી છે, તે જ શેડ્યૂલ ઝારખંડમાં પણ અનુસરવામાં આવી રહ્યું છે. તેના આધારે આ બંને રાજ્યોની સાથે ઝારખંડમાં પણ ચૂંટણી યોજાશે તેવા સંકેતો મળી રહ્યા છે.
જેએમએમ I.N.D.I.A ગઠબંધનનો સહયોગી છે
13 જુલાઈના રોજ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની પત્ની સુનીતા કેજરીવાલ અને AAP સાંસદ સંજય સિંહ ઝારખંડના મુખ્યમંત્રી સોરેન અને તેમની પત્ની કલ્પના સોરેનને તેમના સત્તાવાર નિવાસસ્થાને મળ્યા હતા. સોરેન રાષ્ટ્રીય રાજધાનીમાં કોંગ્રેસના વરિષ્ઠ નેતા સોનિયા ગાંધીને પણ મળ્યા હતા. કોંગ્રેસ અને જેએમએમ I.N.D.I.A જૂથમાં સહયોગી છે અને લોકસભા ચૂંટણી એકસાથે લડ્યા હતા. ત્રીજી વખત ઝારખંડના મુખ્યમંત્રી તરીકે શપથ લીધાના દિવસો બાદ 8 જુલાઈના રોજ, સોરેને રાજ્ય વિધાનસભાના વિશેષ સત્ર દરમિયાન ફ્લોર ટેસ્ટમાં જીત મેળવી હતી. હેમંત સોરેને તેમની તરફેણમાં 45 ધારાસભ્યોએ મતદાન કરીને વિશ્વાસ મત જીત્યો હતો.