અનંત અંબાણીના બ્રોચની કિંમત 14 કરોડ રૂપિયા
અનંત અંબાણીનાં શૂઝની કિંમત 1.67 લાખથી પણ વધારે
ભારતના સૌથી મોટા બિઝનેસમેન મુકેશ અંબાણીના નાના દીકરા અનંત અંબાણી આજે રાધિકા મર્ચન્ટ સાથે લગ્નના બંધનમાં બંધાઈ ગયા છે. અનંત અને રાધિકાના લગ્નની ચર્ચા દુનિયાભરમાં થઇ રહી છે. અનંત રાધિકા લગ્નમાં બોલીવુડ, હોલીવુડ, રાજકારણ અને સ્પોર્ટ્સ જગતના ઘણા સ્ટાર્સે હાજરી આપી હતી. આ લગ્નમાં અનંત અંબાણીની શેરવાનીએ સૌનું ધ્યાન ખેંચ્યું હતું. અનંત અંબાણી ગોલ્ડન ઓરેન્જ કલરની શેરવાનીમાં જોવા મળ્યો હતો. અનંતના સ્પેશિયલ આઉટફિટ્સ અને એસેસરીઝ પર કરોડો રૂપિયા ખર્ચવામાં આવ્યા હતા.
અનંત અંબાણીના વેડિંગ આઉટફિટની કિંમત 214 કરોડ રૂપિયા
અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટ 12 જુલાઈએ લગ્નના બંધનમાં બંધાયા છે. બોલિવૂડથી લઈને મોટા બિઝનેસ ટાયકૂન અને ભારત અને વિદેશના રાજનેતાઓ આ લગ્ન સમારોહમાં હાજર રહ્યા છે. સોશિયલ મીડિયા પર સતત ફોટો અને વીડિયો સામે આવી રહ્યા છે, જેમાં વરરાજાનો ફોટો પણ સામે આવ્યો છે. અનંત અંબાણીએ ઓરેન્જ કલરની શેરવાની પહેરી હતી જેના પર ગોલ્ડન કલરનું વર્ક કરવામાં આવ્યુ હતું. એવું જાણવા મળી રહ્યું છે કે આ અનંતનાં આઉટફિટમાં ઓરીજીનલ સોનું લગાવવામાં આવ્યુ હતું. આ સિવાય તેમણે તેણે સ્નીકર્સ સાથે શેરવાનીથી પોતાના લુકને કમ્પલીટ કર્યો હતો. આ દરમિયાન તેના શૂઝની ખૂબ જ ચર્ચા થઇ હતી.

અનંતના શૂઝ પેરિસથી મંગાવવામાં આવ્યા, કિંમત લગભગ 1.67 લાખ રૂપિયાથી વધુ
એવું કહેવામાં આવી રહ્યું છે કે અનંતના આ શૂઝ વિશે જણાવવામાં આવી રહ્યું છે કે, તેના માટે ખાસ પેરિસથી મંગાવવામાં આવ્યા છે. તેની કિંમતની વાત કરીએ તો વેબ સાઇટ પર કસ્ટમાઇઝ કરતા પહેલા આ શૂઝની કિંમત લગભગ 1.67 લાખ રૂપિયા છે. એટલું જ નહીં અનંત અંબાણીએ વરરાજાના લુક માટે ખાસ સ્નીકર્સ તૈયાર કરાવ્યા છે. તેમાં ગોલ્ડ એસેસરીઝ પણ લગાવવામાં આવી છે. આ કારણે સ્નીકર્સનો લુક વધી ગયો છે.
અનંત અંબાણીની લાલ રંગની પાઘડી પર હીરાની સોલિટેર જડેલી
અનંત અંબાણીના લગ્નના પોશાકની સાથે તેમના માથા પર લાલ રંગની પાઘડી બાંધવામાં આવી હતી જેના પર હીરાની સોલિટેર જડેલી હતી. અનંત અંબાણીને તેમની ભાભી શ્લોકા મહેતાએ જે પાઘડી આપી હતી તે ઘરછોલા કાપડની હતી. સાફામાં પણ અનોખી સુવર્ણ સુશોભિત બોર્ડર હતી. આ સિવાય તેમાં બે મોટા સોલિટેર અને એક પીંછું હતું જે અનંતના દેખાવને વધુ સુંદર બનાવી રહ્યું હતું.
અનંતના બ્રોચની કિંમત 14 કરોડ રૂપિયા
અનંત અંબાણીએ કેસરી રંગની શેરવાની પહેરી હતી. શેરવાનીમાં હાથીના આકારનું બ્રોચ હતું. તેમજ તેની શેરવાની પર 5 ડાયમંડ બટન હતા. જ્વેલરી બ્લોગર જિયા ભણસાલીના જણાવ્યા અનુસાર, અનંત અંબાણીએ પહેરેલા બ્રોચ સોનાનું હતું અને તેની કિંમત 14 કરોડ રૂપિયા છે.
મુકેશ અંબાણી આ લગ્નમાં કેટલા રૂપિયા ખર્ચ કરી રહ્યા છે તેની ચર્ચા દરેક જગ્યાએ થઇ રહી છે. જેને લઈને એક રિપોર્ટ સામે આવ્યો છે જેમાં જણાવવામાં આવ્યું છે કે મુકેશ અંબાણી પોતાના નાના દીકરા અનંત અંબાણીના લગ્નમાં કેટલા રૂપિયા ખર્ચ કરી રહ્યા છે.