ભારતીય ક્રિકેટ ટીમ ICC ચેમ્પિયન્સ ટ્રોફી રમવા માટે પાકિસ્તાનો પ્રવાશ નહીં કરે

India-vs-Pakistan-champion-trophy-2025

2008માં આયોજિત એશિયા કપ બાદથી, બંને દેશો વચ્ચેના તણાવપૂર્ણ સંબંધોને કારણે ભારતે પાકિસ્તાનમાં એકપણ ક્રિકેટ ટુર્નામેન્ટ રમી નથી. ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2025 માટે આવતા વર્ષે ફેબ્રુઆરીથી માર્ચ દરમિયાન પાકિસ્તાનમાં યોજાવાની છે.

ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ ચેમ્પિયન્સ ટ્રોફીનું આયોજન આવતા વર્ષે ફેબ્રુઆરીથી માર્ચ 2025 દરમિયાન પાકિસ્તાનમાં થવાનું છે. આ પહેલા ભારત-પાકિસ્તાન 2008માં આયોજિત એશિયા કપ બાદથી, બંને દેશો વચ્ચેના તણાવપૂર્ણ સંબંધોને કારણે એકપણ ક્રિકેટ ટુર્નામેન્ટ રમ્યા નથી. અગાઉ ડિસેમ્બર 2012 થી જાન્યુઆરી 2013 દરમિયાન ભારતમાં યોજાયેલી દ્વિપક્ષીય શ્રેણી પણ બંને દેશો વચ્ચેની છેલ્લી દ્વિપક્ષીય શ્રેણી હતી. ત્યારથી, બંને દેશો માત્ર ICC ટૂર્નામેન્ટ અને એશિયા કપમાં જ હરીફાઈ કરી ચુક્યા છે.

ઉલ્લેખનીય છે કે ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2025 માટે ભારતીય ક્રિકેટ ટીમ પાકિસ્તાન નહીં જાય. ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2025 માટે શ્રીલંકા અથવા દુબઈમાં મેચોનું આયોજન કરવા માટે વિનંતી કરવામાં આવશે.

https://x.com/ani_digital/status/1811272699135631620

બંને દેશોના તણાવભર્યા સંબંધોના કારણે આગામી ટૂર્નામેન્ટમાં ઈન્ડિયાની ભાગીદારી અંગે અનિશ્ચિતતા દર્શાવી છે. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB)એ ભારતને તેની બધી મેચો એક શહેરમાં રમવાનો પ્રસ્તાવ મૂક્યો હતો. ESPN ક્રિકઇન્ફોએ અહેવાલ આપ્યો હતો કે લાહોરને સ્થળ તરીકે પસંદ કરવામાં આવ્યું છે જ્યાં ભારતે તેની બધી મેચ રમશે. જોકે, ભારતીય ક્રિકડ બોર્ડ પાકિસ્તાનમાં જઈને મેચ રમવામાં રસ નથી.

કેન્દ્ર સરકાર મંજૂરી આપશે તો ભારતીય ટીમ જશે

BCCIના સંદર્ભમાં સૂત્રએ ANIને જણાવ્યું કે ટીમ ઈન્ડિયા ચેમ્પિયન્સ ટ્રોફી 2025 માટે પાકિસ્તાનનો પ્રવાસ નહીં કરે. ICCને દુબઈ અથવા શ્રીલંકામાં તેની મેચો આયોજિત કરવા માટે કહેશે. મે મહિનાની શરૂઆતમાં બીસીસીઆઈના ઉપાધ્યક્ષ રાજીવ શુક્લાએ કહ્યું હતું કે ભારતીય ટીમને ટૂર્નામેન્ટ માટે ત્યારે જ પાકિસ્તાન મોકલવામાં આવશે જો કેન્દ્ર સરકાર તેની મંજૂરી આપશે.

ANIને આપેલા નિવેદનમાં તેમણે કહ્યું કે, ચેમ્પિયન્સ ટ્રોફીના કિસ્સામાં, ભારત સરકાર અમને જે કરવાનું કહેશે તે અમે કરીશું. અમે અમારી ટીમ ત્યારે જ મોકલીશું જ્યારે ભારત સરકાર અમને પરવાનગી આપશે. તે મુજબ અમે કામ કરીશું. ભારત સરકારના નિર્ણય મુજબ ગત વર્ષે પાકિસ્તાનમાં યોજાનાર એશિયા કપ દરમિયાન પણ આવી જ સ્થિતિ સર્જાઈ હતી.

જો કે, ગયા વર્ષે એશિયા કપની યજમાની કરતી વખતે, પીસીબીને હાઇબ્રિડ વ્યૂહરચના અપનાવવાની ફરજ પડી હતી, જેમાં પાકિસ્તાન સામેની એક મેચ સહિત ભારતની તમામ મેચો શ્રીલંકામાં રમાઈ હતી. ટૂર્નામેન્ટની ફાઈનલ કોલંબોમાં યોજાઈ હતી, જેમાં ભારતનો વિજય થયો હતો.

જો કે પાકિસ્તાને ગયા વર્ષે ભારતમાં યોજાયેલા ODI વર્લ્ડ કપમાં હાઇબ્રિડ અભિગમનો ઉપયોગ કરવાની સંભાવનાનો સંકેત આપ્યો હતો, પરંતુ તેના પર ક્યારેય વિચાર કરવામાં આવ્યો ન હતો. તમને જણાવી દઈએ કે પાકિસ્તાન ચેમ્પિયન્સ ટ્રોફીની ડિફેન્ડિંગ ચેમ્પિયન છે, જેનું આયોજન છેલ્લે 2017માં થયું હતું.