હિંદુ નિવેદન પર વિવાદ યથાવત, રાહુલ ગાંધીના નિવાસસ્થાને સુરક્ષા વધારી દેવામાં આવી, ઈન્ટેલિજન્સ ઈનપુટ મળ્યા બાદ દિલ્હી પોલીસ એલર્ટ થઈ
કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીના ‘હિન્દુ’ નિવેદનને લઈને વિવાદ ચાલુ જ છે. આ દરમિયાન ઈન્ટેલિજન્સને ઈનપુટ મળ્યા બાદ દિલ્હી પોલીસે કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીના નિવાસસ્થાનની સુરક્ષા વધારી દેવામાં આવી છે. જો અહેવાલોનું માનીએ તો કેટલાક હિન્દુ સંગઠનો સંસદમાં કોંગ્રેસના નેતાના દ્વારા આપેલા નિવેદનથી નારાજ છે અને રાહુલ ગાંધી પર હુમલો કરી શકે છે.
હિકિકતમાં, કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ સોમવારે સંસદમાં હિંદુઓને લઈને નિવેદન આપ્યું હતું. જેના કારણે રાજકારણ ગરમાયું છે. ભાજપ સતત તેમની પાસે દેશને માફી માંગવાની માંગ કરી રહ્યું છે. જો કે, રાહુલ ગાંઘીએ સ્પષ્ટતા કરી છે કે ભાષણ સંપૂર્ણ રીતે બતાવવામાં આવ્યું નથી. આ દરમિયાન દિલ્હી પોલીસને મોડી રાત્રે ઈનપુટ મળ્યા હતા કે હિન્દુ સંગઠનોના નેતાઓ રાહુલ ગાંધી પર હુમલો કરી શકે છે. આ સંગઠનોના લોકો નવી દિલ્હી વિસ્તારમાં પોસ્ટર અને બેનર પણ લગાવી શકે છે.
જો અહેવાલોનું માનીએ તો રાહુલ ગાંધીના નિવાસસ્થાને બે પ્લાટૂન ફોર્સ તૈનાત કરવામાં આવી છે. એક પ્લાટૂનમાં 16-18 પોલીસકર્મીઓની ટીમ હોય છે. આ સિવાય તુગલક રોડ પોલીસ સ્ટેશનમાંથી 8-20 વધારાના પોલીસકર્મીઓને તૈનાત કરવામાં આવ્યા છે. નવી દિલ્હી જિલ્લાની સરહદો સીલ કરી દેવામાં આવી છે. લોકોને ચેકિંગ કર્યા પછી જ નવી દિલ્હીમાં પ્રવેશવા દેવામાં આવી રહ્યા છે. આ ઉપરાંત નવી દિલ્હી વિસ્તારમાં પણ પોલીસે પેટ્રોલિંગ વધારી દીધું છે. કહેવાય છે કે ગૃહ મંત્રાલયના આદેશ બાદ દિલ્હી પોલીસે રાહુલ ગાંધી અને તેમના નિવાસસ્થાનની સુરક્ષા વધારી દીધી છે.
રાહુલ ગાંધી સંસદમાં શું બોલ્યા હતા
તમને જણાવી દઈએ કે સંસદમાં પોતાના ભાષણ દરમિયાન રાહુલ ગાંધીએ કહ્યું હતું કે જેઓ પોતાને હિંદુ કહે છે તેઓ 24 કલાક હિંસા-હિંસા, નફરત-દ્વેષ અને અસત્ય-અસત્યની વાત કરે છે. રાહુલ ગાંધીનું ભાષણ સાંભળ્યા પછી પીએમ મોદીએ તેમને અટકાવ્યા અને કહ્યું કે તેમણે જે કહ્યું તે ખૂબ ગંભીર છે. હિંસા સાથે સમગ્ર હિંદુ સમુદાયને જોડવો યોગ્ય નથી. પીએમ સિવાય કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પણ રાહુલ ગાંધી પર પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું હતું કે આ નિવેદન માટે રાહુલ ગાંધીએ દેશની માફી માંગવી જોઈએ. જ્યારે કોંગ્રેસનું કહેવું છે કે રાહુલ ગાંધીના ભાષણનો એક ભાગ હટાવવામાં આવ્યો છે.