સોમવારે લોકસભામાં રાષ્ટ્રપતિના સંબોધન પર ચર્ચા થઈ હતી. આ દરમિયાન વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ ચર્ચા શરૂ કરી અને બંધારણના બહાને મોદી સરકાર પર આકરા પ્રહારો કર્યા. તેમણે પોતાના હાથમાં બંધારણની નકલ સાથે ભાષણની શરૂઆત કરી હતી. આ દરમિયાન રાહુલ ગાંધીએ એવું નિવેદન આપ્યું જેનાથી હોબાળો મચી ગયો. તેના પર પીએમ મોદીએ ઉભા થઈને વિરોધ કર્યો અને કહ્યું કે સમગ્ર હિન્દુ સમાજને હિંસક કહેવું ગંભીર બાબત છે. તે જ સમયે, કોંગ્રેસના ઉમેદવાર પ્રિયંકા ગાંધીએ વાયનાડ પેટાચૂંટણીમાં રાહુલ ગાંધીનો બચાવ કર્યો હતો. તેમણે કહ્યું કે, રાહુલ ગાંધીએ જે પણ કહ્યું તે ભાજપ માટે કહ્યું, હિન્દુ સમાજ માટે નહીં.
સંસદ સત્રના છઠ્ઠા દિવસે લોકસભા અને રાજ્યસભા બંને સદનોમાં રાષ્ટ્રપતિના અભિભાષણ પર ધન્યવાદ પ્રસ્તાવ પર ચર્ચા થઈ હતી. આ દરમિયાન વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ ચર્ચા શરૂ કરી અને બંધારણના બહાને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે પોતાના હાથમાં બંધારણની નકલ સાથે ભાષણની શરૂઆત કરી હતી. આ દરમિયાન તેમણે એવું નિવેદન આપ્યું જેનાથી હોબાળો મચી ગયો. તેના પર વડાપ્રધાન મોદીએ ઊભા થઈને વિરોધ કર્યો અને કહ્યું કે, ‘સમગ્ર હિંદુ સમાજને હિંસક કહેવું ગંભીર બાબત છે.’ બીજી તરફ કોંગ્રેસના ઉમેદવાર પ્રિયંકા ગાંધીએ રાહુલ ગાંધીનો બચાવ કર્યો હતો. તેમણે કહ્યું કે, ‘મારો ભાઈ હિંદુઓનું અપમાન ન કરી શકે. તેમણે જે પણ કહ્યું તે ભાજપ માટે કહ્યું, હિંદુ સમાજ માટે નહીં.’
પ્રિયંકા ગાંધીએ રાહુલ ગાંધીના બચાવ કર્યો
રાહુલ ગાંધીના આ નિવેદન બાદ વિવાદ સર્જાયો હતો. પ્રિયંકા ગાંધીને સંસદની બહાર આ વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું, ‘મારો ભાઈ ક્યારેય હિંદુઓનું અપમાન કરી શકે નહીં. તેમણે ભાજપ વિશે વાત કરી છે. તેમણે ભાજપના નેતાઓ વિશે વાત કરી છે.’