ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચેની ફાઈનલ મેચ પર વરસાદનું સંકટ, ફાઈનલ મેચ માટે રિઝર્વ ડે, મેચ રદ થવા પર કોણ બનશે ચેમ્પિયન?

t20finale-rainPrediction

બ્રિજ ટાઉનમાં કેસિંગ્ટન ઓવલ મેદાનમાં રમાનાર આ મેચમાં પણ વરસાદ પડવાની શક્યતા

ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે ટી20 વર્લ્ડકપ 2024ની ફાઈનલ મેચ 29 જૂને ભારતીય સમય અનુસાર રાત્રે 8 વાગ્યે વેસ્ટ ઈન્ડિઝના બાર્બાડોસમાં રમાશે. એક તરફ ટીમ ઈન્ડિયાએ સેમીફાઈનલમાં ઈંગ્લેન્ડને હરાવીને ફાઇનલમાં જગ્યા બનાવી લીધી છે તો બીજી તરફ ટીમ સાઉથ આફ્રિકા અફઘાનિસ્તાનને હરાવીને ફાઈનલમાં પહોંચી ગઈ છે.

આઈસીસી ટી20 વર્લ્ડ કપ 2024ની ફાઈનલ મેચ 29 જૂનના રોજ રાત્રે 8 વાગ્યાથી (ભારતીય સમયાનુસાર) બાર્બાડોસના કેન્સિંગ્ટન ઓવલમાં ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે રમાવાની છે. ત્યારે આ મેચ પહેલા ક્રિકેટ ફેન્સ માટે એક ખરાબ સમાચાર સામે આવી રહ્યા છે. સેમિફાઈનલની જેમ ફાઈનલ મેચ પર પણ વરસાદનું સંકટ છે.

ફાઈનલ પર પણ વરસાદનું સંકટ
એક્યૂવેધરના રિપોર્ટ પ્રમાણે, બાર્બાડોસમાં 29 જૂનના રોજ વરસાદની સંભાવના 78 ટકા છે. સ્થાનિક સમયાનુસાર મેચ સવારે સાડા દસ વાગ્યાથી શરૂ થવાની છે. બાર્બાડોસમાં સવારે 3 થી 10 વાગ્યા સુધી 50 ટકા વરસાદની સંભાવના છે, જ્યારે 11 વાગ્યે તોફાન સાથે વરસાદની સંભાવના 60 ટકા છે. 12 થી 3 વાગ્યા દરમિયાન વરસાદની સંભાવના 40 ટકાથી ઓછી છે. આ રિપોર્ટ પ્રમાણે, મેચ દરમિયાન વરસાદની ખૂબ જ સંભાવના છે.

માહિતી મળી રહી છે કે, 29 જૂનના રોજ બાર્બાડોસમાં વરસાદની સંભાવના છે. વેધર.કોમ મુજબ, 29 જૂને બાર્બાડોસમાં ભારે પવન અને ભારે વરસાદની અપેક્ષા છે. મેચ દરમિયાન વરસાદની સંભાવના 70 ટકા સુધી છે. ફાઈનલમાં વરસાદ વિલન બની શકે છે. ત્યારે જાણો આ મેચને લઈને રિઝર્વ ડેના નિયમ વિશે અને મેચ થવા પર કઈ ટીમ ચેમ્પિચન બનશે.

ફાઈનલ મેચ માટે રિઝર્વ ડે
આઈસીસીએ ફાઈનલ મેચ માટે રિઝર્વ ડે પણ રાખ્યો છે. જો 29 જૂને વરસાદના કારણે મેચ રદ થશે તો ફાઈનલ 30 જૂને રમાશે. આ સિવાય ફાઈનલ મેચ માટે 190 મિનિટનો વધારાનો સમય પણ રાખવામાં આવ્યો છે. આમ છતાં જો રિઝર્વ ડેના દિવસે પણ વરસાદના કારણે મેચ રદ્દ થશે તો ભારત અને દક્ષિણ આફ્રિકાને સંયુક્ત વિજેતા જાહેર કરવામાં આવશે.